બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધશે, લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી વધુ ગગડશે

બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધશે, લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી વધુ ગગડશે
Cold In Gujarat (Symbolic Photo)

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. વારંવાર કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ પણ જોવા મળે છે અને હવે ફરી ઠંડીની આગાહી આપવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jan 21, 2022 | 9:56 AM

ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા દિવસથી ઠંડીમાં (Cold) લોકો ઠૂંઠવાયા હતા, હવે રાજ્યમાં તાપમાનમાં વધારો થવાથી ઠંડી ઓછી થઈ છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે 21થી 23 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. જો કે તે પછી ગુજરાતવાસીઓએ ઠંડીનો વધુ એક રાઉન્ડ સહન કરવા તૈયાર રહેવુ પડશે.

ફરી કાતિલ ઠંડી માટે રહેવુ પડશે તૈયાર

ગુજરાતમાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થાય તેની સંભાવના છે. આગામી 28 કલાક બાદ લઘુતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો3 દિવસ સુધી ઘટાડો થતાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. રાજ્યમાં હાલમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગુરુવારે 12.3 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 12.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. વારંવાર કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ પણ જોવા મળે છે અને હવે ફરી ઠંડીની આગાહી આપવામાં આવી છે. વારંવાર બદલાતા હવામનના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થતી જોવા મળી રહી છે.

વાતાવરણ બદલાતા રોગચાળો વધ્યો

એક તરફ રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. બીજી તરફ હવામાનના બદલાવાના કારણે લોકો રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે. ઘરે ઘરે શરદી ઉધરસના કેસો નોંધાઇ રહ્યા છે. આ વચ્ચે ખરેખર કોરોનાના લક્ષણોને સમજવા પણ લોકો માટે અઘરા થઇ રહ્યા છે. ત્યારે હવે ફરી રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે જેને કારણે લોકો સાથે આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.

મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો- ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ થશે

આ પણ વાંચો- PM મોદી સોમનાથ મંદિર પાસે બનેલા સર્કિટ હાઉસનું આજે કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ઘણી સુવિધાઓથી છે સજ્જ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati