Breaking News : ‘રાણો રાણાની રીતે’ ફેમ દેવાયત ખવડ આખરે 72 દિવસે આવ્યો જેલ બહાર, પણ માનવી પડશે હાઇકોર્ટની આ ખાસ શરત

Ahmedabad News : 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત સાથે તેને જામીન આપવામાં આવ્યા છે. 72 દિવસના જેલવાસ બાદ અંતે દેવાયત ખવડને જામીન મળ્યા છે.

Breaking News : 'રાણો રાણાની રીતે' ફેમ દેવાયત ખવડ આખરે 72 દિવસે આવ્યો જેલ બહાર, પણ માનવી પડશે હાઇકોર્ટની આ ખાસ શરત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 12:46 PM

અંતે લોક ગાયક દેવાયત ખવડને હાઇકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટે દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત સાથે તેને જામીન આપવામાં આવ્યા છે. 72 દિવસના જેલવાસ બાદ અંતે દેવાયત ખવડને જામીન મળ્યા છે. દેવાયત ખવડ લગભગ અઢી મહિના કરતા વધુ સમયથી જેલમાં બંધ છે. ત્યારે આખકે દેવાયત ખવડને હાઇકોર્ટને શરતી જામીન મળ્યા છે.

અગાઉ હાઈકોર્ટમાં જામીન માટે કરી હતી અરજી

આ અગાઉ દેવાયત ખવડે નિયમિત જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી હતી અને કેસમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ અરજી કરી શકાશે તેવી હાઈકોર્ટે છૂટ આપી હતી. મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ છેલ્લા અઢી મહિનાથી  જેલમાં બંધ છે. એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ 307ના ગુનામાં દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. દેવાયત ખવડ સાથે તેના બે સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો કરવાનો કેસ

ગત 7 તારીખના રોજ દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર અગાઉની બોલાચાલીની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો, જેમા મયુરસિંહને ગંભીર ઈજા પહોંચી હતો. પાર્કિંગ જેવી સામાન્ય બાબતને લઈને મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેમના સાગરિતોએ હુમલો કર્યો હતો. આ હુમલો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠને કારણે જ તેની ધરપકડ કરવામાં આવતી નથી. હુમલા બાદ 9 દિવસથી દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર હતા.

હુમલા બાદ દેવાયત ખવડ હતા ભૂગર્ભમાં

ગુનો દાખલ થતા જ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. યુનિવર્સિટી રોડ પર આવેલો તેના બંગલામાં તાળું લગાવેલું હતુ. તો તેના બંને મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવી હતા. પોલીસે તેના વતન મુળી ખાતે પણ તપાસ હાથ ધરી પરંતુ કોઈ સફળતા મળી નથી.જો કે દેવાયત ખવડનો આ પ્રથમ વિવાદ નથી, અગાઉ પણ તેઓ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે.

g clip-path="url(#clip0_868_265)">