હરિધામ સોખડામાં વધુ એક વિવાદ સામે આવ્યો, સરલ સ્વામીએ શારીરિક શોષણ કર્યું હોવાની સુરતના યુવકે ફરિયાદ નોંધાવી

યુવકે જણાવ્યું કે કામરેજના તેજસ નામના યુવક સાથે ત્રણથી ચાર વખત સેક્સુઅલ હેરેસમેન્ટ કર્યું હતું તે મેં નજરે જોયું છે, વારંવારના શોષણને કારણે તેને કમળો અને બાદમાં કમળી થઈ હતી અને તેના કારણે તેનું મોત થયું હતું.

હરિધામ સોખડામાં વધુ એક વિવાદ સામે આવ્યો, સરલ સ્વામીએ શારીરિક શોષણ કર્યું હોવાની સુરતના યુવકે ફરિયાદ નોંધાવી
Haridham Sokhada Swaminarayan temple dispute
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 8:46 AM

હરિધામ સોખડા (Haridham Sokhada) મંદિરમાં વિવાદો (controversy) ની ભરમાર શરૂ થઈ ગઈ છે. મંદિરનો કબજો મેળવવા માટે બે જૂથ મેદાને પડ્યા છે અને રોજેરોજ તેમાં નવા ફણગા ફૂટી રહ્યા છે ત્યારે સુરત (Surat) નો એક યુવાન સામે આવ્યો છે જેણે પોતાની સાથે સરલ સ્વામીએ શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે 31 માર્ચના રોજ મેં ફરિયાદ નોંધાવી હતી. મેં 9 વર્ષને આઠ મહિના સુધી સેવા આપી હતી. પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના સરલ સ્વામીએ મારી સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાની કોશિશ કરી હતી. જ્યારે કામરેજના તેજસ નામના યુવક સાથે ત્રણથી ચાર વખત સેક્સુઅલ હેરેસમેન્ટ કર્યું હતું તે મેં નજરે જોયું છે, વારંવારના શોષણને કારણે તેને કમળો અને બાદમાં કમળી થઈ હતી અને તેના કારણે તેનું મોત થયું હતું. અન્ય યુવકોને પણ હવસનો શિકાર બનાવ્યાનો દાવો કરી કાયર્વાહી કરવાની માગ કરી છે.

સુરતના યુવકે તાલુકા પોલીસમાં 31 માર્ચે કરેલી અરજી કરી હતી કે, તે 22 જુલાઈ, 2013થી હરિધામ આશ્રમ ટ્રસ્ટમાં સેવક તરીકે કામ કરતો હતો. પ્રેમસ્વરૂપ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી, સાધુ સરલજીવન સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી અને હરીધામના સચિવ જયંત દવેની પ્રવૃત્તિનો વિરોધ કરતાં મને માર્ચ-2022ના રોજ કાઢી મૂક્યો હતો. મારો પાસપોર્ટ ત્યાગ વલ્લભ સ્વામીએ લઇ લીધો છે. ત્યારબાદ આસોજના પ્રણય, સોખડાના બંટી, શ્રેયસ, પિન્ટુ અને અન્યે મારા પર હુમલો કર્યો હતો.

યુવકે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કામરેજની જ એક મહિલા સાથે સાધુ સરલજીવન સ્વામીનું અફેર ચાલતું હતું. જે સંબંધો વિશે હું જાણી જતાં તેઓએ મને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ સરલ જીવન સ્વામીએ તેની ઈચ્છા વિરુદ્ધ અનેક વખત અપ્રાકૃતિક સેક્સ માટે ફરજ પાડી જાતીય સતામણી અને શોષણ કર્યું હોવાનો અરજી બાદ નિવેદનમાં પણ ઘટસ્ફોટ કર્યો છે. યુવકે કામરેજના અન્ય યુવક સાથે પણ અનેક વખત સાધુ સરલ જીવન સ્વામીએ ફિઝિકલ રિલેશનશિપ બાંધ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ યુવકને સંતોને માલીશ કરવાની અને નવડાવવાની કામગીરી સોંપાઇ હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચોઃ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરખાનું બનાવી દારૂની ખેપ મારવાના પ્રયાસને નિષ્ફ્ળ બનાવ્યો, જુઓ વિડીયો

આ પણ વાંચોઃ Vadodara: કારેલીબાગમાં સામી સાંજે એક મહિલાએ પાડોશમાં રહેતી યુવતીની હત્યા કરી નાખી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">