આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી, અત્યાર સુધીમાં 158 ઉમેદવારના નામ જાહેર કર્યા

અત્યાર સુધી આપ 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. આજની ઉમેદવારી લીસ્ટ સાથે 158 ઉમેદવાર જાહેર કર્યા છે. આજે વધુ 7 ઉમેદવાર જાહેર કર્યા છે.

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી, અત્યાર સુધીમાં 158 ઉમેદવારના નામ જાહેર કર્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 3:10 PM

આમ આદમી પાર્ટી આજે જાહેર કર્યું વધુ એક ઉમેદવાર લિસ્ટ. અત્યાર સુધી આપ 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. આજની ઉમેદવારી લીસ્ટ સાથે 158 ઉમેદવાર જાહેર કર્યા છે. આજે વધુ 7 ઉમેદવાર જાહેર કર્યા છે. અંજારથી અરજણ રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીમડીથી મયુર સાકરીયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી સ્વેજલ વ્યાસ,  ઝઘડિયાથી ઊર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.

આપે  પહેલી યાદીમાં કુલ 19 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા

આપને જણાવી દઈએ કે તેની પ્રથમ યાદીમાં આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમા સૌરાષ્ટ્રની 4, ઉત્તર ગુજરાતની 3, મધ્ય ગુજરાતની 2 અને દક્ષિણ ગુજરાતમાંથી 1 ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે આજે 9 ઉમેદવારો મળીને આપે અત્યાર સુધીમાં 19 ઉમેદવારોની જાહેરાત કરી છે.

આપની બીજી યાદીમાં 9 ઉમેદવારો યાદી જાહેર કરાઇ હતી

જે. જે મેવાડા- અસારવા, અમદાવાદ રાજુ કરપડા- ચોટિલા વિપુલ સખીયા- ધોરાજી પિયુષ પરમાર- માંગરોળ, જૂનાગઢ કરશન કરમુર- જામનગર ઉત્તર પ્રકાશ કોન્ટ્રાક્ટર- સુરત ચોર્યાસી નિમિષાબેન ખૂંટ- ગોંડલ વિક્રમ સૈરાણી- વાંકાનેર ભરતભાઈ વાખલા- દેવગઢ બારિયા

ત્રીજી યાદીમાં જાહેર કરેલા ઉમેદવારના નામ 

  • કલ્પેશ પટેલ – વેજલપુર બેઠક
  • કૈલાસ ગઢવી – માંડવી કચ્છ
  • પ્રફુલ વસાવા – નાંદોદ
  • દિનેશ કાપડિયા – દાણીલીમડા
  • ડો. રમેશ પટેલ- ડીસા
  • વિજય ચાવડા – સાવલી
  • બીપીન ગામેતી – ખેડબ્રહ્મા
  • જીવન જીંગુ – પોરબંદર
  • અરવિંદ ગામીત – -નીજર

ચોથી યાદીના ઉમેદવારો

ઉમેદવારોની યાદીમાં હિંમતનગર બેઠક પરથી નિવૃત શિક્ષક નિર્મળસિંહ પરમાર અને ગાંધીનગર (દક્ષિણ) પરથી દોલત પટેલનો સમાવેશ થાય છે. કુલદીપ વાઘેલાને સાણંદ બેઠક પર, બિપિન પટેલ વટવા અને ભરત પટેલને અમરાઇવાડી બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં રામજીભાઈ ચુડાસમાને કેશોદ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જેવો કોળી સમાજના આગેવાન છે જેઓ અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. નટવરસિંહ રાઠોડને ખેડા જિલ્લાની ઠાસરા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. તેમણે જિલ્લા પંચાયત સભ્ય તરીકે કામ કર્યું છે, જ્યારે તખ્તસિંહ સોલંકી પંચમહાલથી ઉમેદવાર જાહેર કરાયા છે. દિનેશ બારિયાને પંચમહાલની કાલોલ બેઠક પરથી,જ્યારે શૈલેષ ભાભોરને ગરબાડા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે સુરતની લિંબાયત બેઠક પરથી પંકજ તાયડેને જ્યારે પંકજ પટેલને ગણદેવી બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જે યુવા આદિવાસી નેતા છે.

5મી યાદીમાં 12 ઉમેદવારોના નામની જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા પાંચમી યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં 12 ઉમેદવારોના નામ સામેલ હતા. AAPએ આ 5મી યાદીમાં ભુજ બેઠક પરથી રાજેશ પાંડોરિયા, ઇડર બેઠક પરથી જયંતિભાઇ પરનામી, નિકોલ બેઠક પરથી અશોક ગજેરા, સાબરમતી બેઠક પરથી જસવંત ઠાકોર, ટંકારા બેઠક પરથી સંજય ભટસણાનો સમાવેશ કર્યો છે. કોડીનાર બેઠક પરથી વિજયભાઇ મકવાણા, મહુધા બેઠક પરથી રાજીવભાઇ સોમાભાઇ વાઘેલા બાલાસિનોર બેઠક પરથી ઉદયસિંહ ચૌહાણ, મોરવા હડફ બેઠક પરથી બનાભાઈ ડામોર, ઝાલોદ બેઠક પરથી અનિલ ગરાસિયા, ડેડિયાપરા બેઠક પરથી ચૈતર વસાવા અને વ્યારા બેઠક પરથી બિપિન ચૌધરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

છ્ઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારના નામ જાહેરાત

AAPની  છઠ્ઠી યાદીમાં રાપર બેઠક પરથી અંબાભાઈ પટેલ, વડગામથી દલપત ભાટિયા, મહેસાણાથી ભગત પટેલ, વિજાપુરથી ચિરાગભાઈ પટેલ, ભિલોડાથી રૂપસિંહ ભગોરા, બાયડથી ચુન્નીભાઈ પટેલ ઉમેદવારો છે. પ્રાંતિજમાંથી અલ્પેશ પટેલ, ઘાટલોડિયાથી વિજય પટેલ, જૂનાગઢથી ચેતન ગજેરા, બોરસદમાંથી મનીષ પટેલ, આંકલાવમાંથી ગજેન્દ્રસિંહ, ઉમરેઠમાંથી અંબરીશભાઈ પટેલ, કપડવંજમાંથી મનુભાઈ પટેલ, સંતરામપુરમાંથી પર્વત વાગોડિયા ફૌજી, દાહોદથી પ્રો. દિનેશ મુનિયા, માંજલપુરથી વિરલ પંચાલ, સુરત ઉત્તરમાંથી મહેન્દ્ર નાવડિયા, ડાંગમાંથી એડવોકેટ સુનિલ ગામીત, વલસાડમાંથી રાજુ મર્ચાને ઉમેદવાર જાહેર કરાયા છે.

આપની સાતમી યાદીના નામ જાહેર

આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કડીથી એચકે ડાભી, ગાંધીનગર નોર્થથી મુકેશ પટેલ, વઢવાણથી હિતેશ પટેલ, મોરબીથી પંકજ રંસારીયા, જસદણથી તેજસ ગાજીપરા, જેતપુર (પોરબંદર)થી રોહિત ભુવા, કાલાવાડથી ડો.જીજ્ઞેશ સોલંકી, જામનગર રુલરથી પ્રકાશ ડોંગા, મહેમદાવાદથી પ્રમોધભાઇ ચૌહાણ, લુણાવાડથી નટવરસિંહ સોલંકી, સંખેડાથી રંજન તડવી, માંડવી (બારડોલી)થી સાયનાબેન ગામીત, મહુવા (બારડોલી)થી કુંજન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

આપની આઠમી યાદી

આપની આઠમી યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 108 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. AAP તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આઠમી યાદીમાં આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ, અમરેલી, લાઠી, નારણપુરા,મણિનગર, રાજુલા, ભાવનગર સહિતના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

આમ આદમી પાર્ટીની નવમી યાદી

આમ આદમી પાર્ટીએ કલોલ, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, દસાડા, પાલિતાણા, ભાવનગર પૂર્વ, પેટલાદ, નડિયાદ, હાલોલ અને સૂરત પૂર્વ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીએ કલોલ બેઠક પર કાન્તીજી ઠાકોરને ટિકિટ આપી છે જ્યારે અમદાવાદની દરિયાપુર બેઠક પર તાજ કુરેશી, જમાલપુર-ખાડિયા બેઠક પર હારૂન નાગોરીને ટિકિટ આપી છે. દસાડા બેઠક પર અરવિંદ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. પાલિતાણા બેઠક પર ડૉ. જેપી ખેનીને ટિકિટ આપવામાં આવી છે.

દસમી યાદીના નામ

દસમી યાદીમાં વાવ, વિરમગામ, ઠક્કરબાપાનગર, બાપુનગર, દસક્રોઇ, ધોળકા, ધ્રાંગધ્રા, મહુવા, ધારી સાવરકુંડલા, તળાજા, ગઢડા, ખંભાત, સોજીત્રા લીમખેડા, પાદરા, વાગરા, અંકલેશ્વર, માંગરોળ અને સુરત પશ્ચિમના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

અગિયારમી યાદીના નામ

ગઇકાલે આમ આદમી પાર્ટી દ્વારા 11મી યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.  અગિયારમી યાદીમાં આમ આદમી પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર,મોડાસા, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ, વરાછા રોડના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Latest News Updates

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
g clip-path="url(#clip0_868_265)">