દક્ષિણ ગુજરાતમાં અકસ્માતની બે ઘટનાઓમાં કુલ 40 લોકો ઈજાગ્રસ્ત થયા, લગ્ન પ્રસંગમાંથી પરત ફરતાં નડ્યો અકસ્માત

દક્ષિણ ગુજરાતમાં અકસ્માતની બે ઘટનાઓમાં કુલ 40 લોકો ઈજાગ્રસ્ત થયા, લગ્ન પ્રસંગમાંથી પરત ફરતાં નડ્યો અકસ્માત
અકસ્માતની બે ઘટનાઓમાં 40 લોકો ઈજાગ્રસ્ત થયા

દક્ષિણ ગુજરાતમાં અકસ્માતની બે ઘટનાઓમાં ૪૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાંસદા નજીક પીકઅપ વેન પલ્ટી જતા લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહેલા મુસાફરોને નાની મોટી જાઓ પહોંચી હતી.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

May 15, 2022 | 9:26 AM

દક્ષિણ ગુજરાતમાં અકસ્માતની બે ઘટનાઓમાં ૪૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. નવસારીના (Navsari)વાંસદા નજીક પીકઅપ વેન પલ્ટી જતા લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહેલા મુસાફરોને નાની મોટી જાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે વાંસદામાં કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની અન્ય એક ઘટનામાંભરૂચ(Bharuch) જિલ્લામાં જંબસુરની સાત ઓરડી ફાટક નજીક ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. લગ્ન પ્રસંગમાં હાજરી આપી મ્યુઝિકલ બેન્ડ પરત જંબુસર જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન એક ઇજાગ્રસ્તને મૃત ઘોષિત કરાયો હતો.

હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગમાં જાનૈયાઓને સંગીતના સુરે ઝુમાવી જંબુસરનું બેન્ડ પરત ફરી રહ્યું હતું ત્યારે સાત ઓરડી ફાટક નજીક બેન્ડનો ટેમ્પો બેકાબુ બન્યો હતો. વાહન ચાલકનો કાબુ ન રહેતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. ઘટનામાં ટેમ્પોમાં સવાર 15 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ ૧૦૮ એમ્યુલન્સને કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્તો પૈકી એકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ઘટનાની ચોપડે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા ઇજાગ્રસ્તના મૃતદેહને પોસ્ટ મોટર્મ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતની વધુ એક ઘટના વાંસદા નજીકના ગોરસોંડ અને કરજુલના ગામ વચ્ચે બની હતી. લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહેલા લોકોની પીકઅપ વેન અહીં પાલી ખાઈ ગઈ હતી. નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના ગોવધદગડ ગામેથી લગ્ન પ્રસંગમાં હાજરી આપી રગતવીર ગામના લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતમાં વેનમાં બેઠેલા ૨૫ લોકોને ઈજાઓ પહોંચી હતી.વાંસદામાં કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી ૫ ને ભીર ઈજાઓ પહોંચી હતી. જેમને વધુ સારવાર માટે વલસાડ ખસેડવામાં આવ્યા હતા. ગોરસોંડ અને કરજુલના ગામ વચ્ચે પીકઅપ વેનની એક્સલ નીકળી જતા ટેમ્પો ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. ઘટનામાં ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને તેમાં સવાર લોકો પટકાયા હતા જેમને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati