સારવાર ઉપલબ્ધ હોવા છતાં ઈલાજ ના અભાવે એક બાળક મોતના મુખ તરફ ધકેલાઈ રહ્યું છે, જાણો શું છે મામલો અને આમ કરવા પાછળ પરિવારની કઈ છે લાચારી
પાર્થની મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે પણ તબીબી તપાસ કરાઈ હતી. પાર્થની હાલ ઉમર માત્ર ૩ મહિના છે અને તે આ ગંભીર બીમારીમાં સપડાયો છે. બાળકનો જીવ બચાવવા માટે પરિવારજનોને ૧૬ કરોડના ઇન્જેકશનની જરૂર છે અને પરિવારની આર્થિક સ્થિતિ એવી નથી કે તે આ ખર્ચ ઉઠાવી શકે.
પોતાની નજર સામે બાળકને મોત ના મુખ તરફ ધકેલાતું જોવું એ પીડા વિચારમાત્ર આંખો ભીંજવી દે છે પરંતુ આ પરિસ્થિતિનો સામનો અંકલેશ્વરની કરિશ્મા પવાર કરી રહી છે.તેમનો ૩ મહિનાનો પુત્ર પાર્થ બીમાર છે બીમારીનો ઈલાજ પણ ઉલબ્ધ છે છતાં બાળકનો ઈલાજ કરાવી ન શકવાના કારણે માતા કલ્પાંત કરી રહી છે
અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતો પવાર પરિવાર તેમના 3 મહિનાના માસૂમ બાળક પાર્થને ગંભીર બીમારીથી બચાવવા હાલ સંઘર્ષ કરી રહ્યો છે. તાજેતરમાં ૧૬ કરોડ રૂપિયાના ઇન્જેક્શન થકી ધૈર્યરાજનો SMA એટલેકે સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારીથી બચાવ શક્ય બન્યો તે બીમારીના લક્ષણ પાર્થમાં નજરે પડયા છે. રોજીરોટી માટે અંકલેશ્વર વસેલો પવાર પરિવાર પુત્રનો જીવ બચાવવા 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનનો ખર્ચ કરી શકે તેમ નથી અને બાળકની દયનિય હાલત જોઈ શકતું પણ નથી.
૩ વર્ષનો માસુમ પાર્થ પવાર હજુ પગરવ માંડતા શીખે તે પહેલા તે એક એવી ગંભીર બીમારીમાં સપડાયો છે જેમાંથી તેને ઉગારવા માટે તેના માતા પિતા તમામ પ્રયત્નો ટૂંકા સાબિત થઇ રહ્યા છે. રોજીરોટી કમાવવા માટે મૂળ ધુલિયાના જુગલ પવાર અંકલેશ્વર ખાતે આવીને વસ્યા છે. આ હસતા ખેલતા પરિવારમાં જુગલ અને કરિશ્મા પવારના લગ્ન બાદ તેઓના ઘરે પારણું બંધાયું અને તેઓના ઘરમાં કુળદીપકનું અવતરણ થયું. પરિવારે આ બાળકનું નામ પાર્થ રાખ્યું હતું. પાર્થ માટે જીવનનું અસ્તિત્વ ટકાવવું મહાભારતના યુદ્ધ સમાન બની ગયું છે. પાર્થ એક મહિનાનો થયો ત્યારે તેની તબિયત સતત બગડવા લાગી હતી. પ્રારંભે બાળકના કરાવાયેલા તમામ રીપોર્ટ નોર્મલ આવવા છતાં તેની તકલીફ દુર થતી ન હતી. બલ્કે સમય જતા હલનચલન પણ ઓછું કરી નાખ્યું હતું. બાળકની પીડા વધતી જતા તેને સુરતના તબીબનો સંપર્ક કર્યો અને તપાસ કરાવતા પાર્થને ધૈર્યરાજ અને વિવાન જેવી SMA સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હોવાનું માલુમ પડ્યું હતું .
બાળકની બીમારી શોધનાર ડોક્ટર રિતેશ શાહ અનુસાર આ બીમારી માટે ત્રણ પદ્ધતિ અનુસાર ઈલાજ કરાય છે જોકે દવાઓનો ખર્ચ ખુબ વધુ હોય છે. ઘણી તબીબી સંસ્થાઓ દવાઓ સિવાયનો ખર્ચ નહિ લેવાની તૈયારીઓ પણ બતાવી રહી છે જોકે ઈલાજ પાછળનો મુખ્ય ખર્ચ દવાનો જ છે.
ઈલાજ માટે ૧૬ કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર પાર્થની મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે પણ તબીબી તપાસ કરાઈ હતી. પાર્થની હાલ ઉમર માત્ર ૩ મહિના છે અને તે આ ગંભીર બીમારીમાં સપડાયો છે. બાળકનો જીવ બચાવવા માટે પરિવારજનોને ૧૬ કરોડના ઇન્જેકશનની જરૂર છે અને પરિવારની આર્થિક સ્થિતિ એવી નથી કે તે આ ખર્ચ ઉઠાવી શકે. સોસીયલ મીડિયા ઉપર બાળકના ઈલાજની જરૂર માટે પોસ્ટ ફરતી થતા દાતાઓ તરફથી દાન પણ મળી રહ્યું છે જોકે ઈલાજ માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂર સામે આ રકમ તણખલા સમાન દેખાઈ રહી છે.
ગુજરાતમાં ધૈર્યરાજનો બચાવ થયો વિવાને જીવ ગુમાવ્યો ગુજરાતમાં SMA 1 બીમારીના ત્રણ ચર્ચાસ્પદ કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા કિસ્સામાં ધૈર્યરાજ નશીબદાર નીવડ્યો જેને ઇન્જેક્શન મળ્યું તો તેનો બચાવ થયો જયારે બીજા કિસ્સામાં વિવાને સારવારના અભાવે દમ તોડ્યું હતું. ત્રીજો કિસ્સઓએ પાર્થનો સામે આવ્યો છે મદદ માટે આશ લગાવી રહ્યો છે
આ પણ વાંચો : દરિયા કિનારે પાણીમાં કાર ચલાવી વિડીયો બનાવવો ભારે પડયો, પાણીમાં કાર ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડયું
આ પણ વાંચો : બે જાંબાઝોએ અઢી કરોડની લૂંટના કારસાને નિષ્ફ્ળ બનાવ્યો, લૂંટારુઓએ કર્યું ફાયરિંગ પણ ટસના મસ ન થયા, જાણો શું છે ઘટના