AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરિયા કિનારે પાણીમાં કાર ચલાવી વિડીયો બનાવવો ભારે પડયો, પાણીમાં કાર ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડયું

શ્રાવણ મહિનામાં ગુપ્ત તીર્થ જંબુસર તાલુકાના કાવી - કંબોઈ સ્થિત સ્તંભેશ્વરમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. વડોદરાથી SUV કાર લઈ 5 થી 7 પરપ્રાંતીય યવવાં આવ્યા હતા. જેઓએ તિર્થ સ્થાનની મુલાકાત લઈ દર્શન કર્યા બાદ સમુદ્ર કિનારે મોજમસ્તી કરી હતી.

દરિયા કિનારે પાણીમાં કાર ચલાવી વિડીયો બનાવવો ભારે પડયો, પાણીમાં કાર ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડયું
Rescue Operation
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 4:56 PM
Share

જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને સમુદ્રમાં SUV કારના સ્ટંટ અને વીડિયો બનાવવા વડોદરાનાયુવાનોને ભારે પડ્યા હતા. કાર વહેણમાં તણાવા લાગતા કારમાં સવાર એક વ્યક્તિને રેસ્ક્યુ કરવો પડ્યો હતો. સ્થાનિકોની મદદથી આ વ્યક્તિને બચાવી કિનારે સલામત ખસેડવામાં આવ્યો હતો.

શ્રાવણ મહિનામાં ગુપ્ત તીર્થ જંબુસર તાલુકાના કાવી – કંબોઈ સ્થિત સ્તંભેશ્વરમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. વડોદરાથી SUV કાર લઈ 5 થી 7 પરપ્રાંતીય યવવાં આવ્યા હતા. જેઓએ તિર્થ સ્થાનની મુલાકાત લઈ દર્શન કર્યા બાદ સમુદ્ર કિનારે મોજમસ્તી કરી હતી.

આ યુવાનોએ સમુદ્રના પાણીમાં SUV કાર સાથે દરિયા કિનારે ફુલસ્પીડમાં હંકારી કરતબો શરૂ કરી દીધા હતા. અન્ય સ્થાનિક શ્રદ્ધાળુઓ સાથે પોતાના જીવ પણ જોખમમાં મૂકી કારને કિનારે દોડાવી સ્ટંટ કરવા સાથે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. જોકે સમુદ્ર દેવ સાથે આ યુવાનોને SUV ના ફિલ્મી સ્ટંટ કરવાનું ભારે પડતા જીવ પડીકે બંધાયા હતા.

સંધ્યા કાળ અને પૂનમની ભરતીના કારણે દરિયાના વધતા જળસ્તરમાં કાર ફસાતા જોખમી કરતબ કરતો કાર ચાલકનો જીવ પણ પડીકે બંધાયો હતો. સાથે રહેલા અન્ય યુવાનોની મસ્તી હવે કાર અને જીવ ઉપર આફતમાં ફેરવાઈ ગઈ હતી. દરિયાના વધતા પાણી, કીચડમાં કાર ફસાતા હવે ગભરાટનો માહોલ સર્જાયો હતો.

સ્થળ પર હાજર પોલીસ અને સ્થાનિકોએ કાર નજીક દોડી જઇ અંદર સવાર અને કરતબો કરી રહેલા યુવાનને હેમખેમ બહાર કાઢી લીધો હતો. પાણી ઉતરતા દરિયા કિનારે ફસાઈ ગયેલી કારને પણ બહાર કાઢી લેવામાં આવી હતી. સ્તંભેશ્વરના મહંત વિદ્યાનંદજીએ જણાવ્યું હતું કે SUV કાર લઈ વડોદરાથી 5 થી 7 યુવાનો આવ્યા હતા જેમની સાથે આ ઘટના બની હતી.

આ દરિયા કિનારે કાર સાથે પાણીમાં જોખમી કરતબો કરી રહ્યાં હતાં. કાર ફસાઈ જતા કરતબ કરનાર યુવાન ફસાયો હતો. જેને સ્થાનિક લોકો અને પોલીસે કારમાંથી બહાર કાઢી બચાવી લીધો હતો. આ યુવાનોના નામ જાણવા મળ્યા નથી પરંતુ વિડીયો બનાવવા આવા જોખમી કરતબો કરવા જોઈએ નહીં તેવી મહંતે અપીલ કરી હતી વધુમાં ઉમેર્યું હતું કે આનાથી તેમના અને અન્યના જીવ જોખમમાં મુકાવા સાથે મોટી હોનારત સર્જાઈ શકે છે.

આ પણ વાંચો :   બે જાંબાઝોએ અઢી કરોડની લૂંટના કારસાને નિષ્ફ્ળ બનાવ્યો, લૂંટારુઓએ કર્યું ફાયરિંગ પણ ટસના મસ ન થયા, જાણો શું છે ઘટના

આ પણ વાંચો :  નેશનલ હાઇવે ઉપર લૂંટારુઓ દ્વારા લકઝરી બસમાં ફાયરિંગ, એક મુસાફર ઈજાગ્રસ્ત

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">