બે જાંબાઝોએ અઢી કરોડની લૂંટના કારસાને નિષ્ફ્ળ બનાવ્યો, લૂંટારુઓએ કર્યું ફાયરિંગ પણ ટસના મસ ન થયા, જાણો શું છે ઘટના
બસમાં ૩ થી ૪ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે અઢી કરોડ રૂપિયાના હીરાની લૂંટ કરવા ટોળકીએ પ્રયાસ કર્યો હતો જેને બસના ક્લીનર અને એક મુસાફરે નિષ્ફ્ળ બનાવ્યો હતો.
ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ થયો છે. લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક મુસાફર ઈજાગ્રસ્ત થયો છે.ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. બસમાં ૩ થી ૪ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે અઢી કરોડ રૂપિયાના હીરાની લૂંટ કરવા ટોળકીએ પ્રયાસ કર્યો હતો જેને બસના ક્લીનર અને એક મુસાફરે નિષ્ફ્ળ બનાવ્યો હતો.
ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ નિયમિત મુસાફરી કરતા હોવાનું ધ્યાન પાર આવતા આજે આ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટારુઓ મુસાફર બની બસમાં સવાર થયા હતા. બસમાં સીટ અવેલેબલ ન હોવાથી છેલ્લી ક્ષણોમાં બસમાં બુકીંગ માટે પહોંચેલા લૂંટારૂઓને બસની ડ્રાઇવર કેબિનમાં જગ્યા અપાઈ હતી. નેશનલ હાઇવે ૪૮ ઉપર મુલદ નજીક એક મહારાષ્ટ્ર પાસિંગની અર્ટિગા કારે બસને ઉભી રાખી હતી. લૂંટારુઓએ અહીં બસના ચાલક અને ક્લીનર ઉપર હુમલો કરી આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ભાવનગરના મુસાફર અનિલ ડાંગર અને ક્લીનર શફીકે લૂંટારુઓ સામે પડી બસનો દરવાજો બંધ રાખતા લૂંટારુઓ મુસાફરો સુધી પહોંચી શક્ય ન હતા. લૂંટારુઓએ આ બંને ઉપર ફાયરિંગ કર્યું હતું જેમાં અનિલ ઈજાગ્રસ્ત થયા હતા. દરવાજાનો કાચ ગોળી છૂટથી ફૂટી ગયો હતો તો બુમરાણ મચી જતા લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા
ઘટનાં પગલે જિલ્લા પોલીસ અધીક્ષક આર વી ચુડાસમા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સૂત્રો અનુસાર ગતરાતે ગોપાલ ટ્રાવેલ્સની લક્સક્સઝરી બસ ભાવનગરથી સુરત રવાના થઇ હતી. બસમાં આંગડિયા અલગ અલગ પેઢીના ૩ થી ૪ કર્મચારીઓ અઢી કરોડના હીરા સાથે સવાર હતા. બસ મળસ્કે ૪ વાગ્યાના અરસામાં નર્મદા નદી ઉપરનો ટોલ પસાર કરી મુલદ પહોંચી ત્યારે એક અર્ટિગા કરે બસને થોભાવી હતી. કારના આવ્યા બાદ બસમાં બેઠેલા લૂંટારુઓ પણ એક્ટિવ થઇ ગયા હતા. આ લૂંટારુઓએ આંગડિયાપેઢીના કર્મચારીઓને શોધી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો તો બહારથી લૂંટારુઓએ ચાલાક અને ક્લીનર પાર હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં લૂંટારુઓનો સામનો મુસાફરોએ પણ કર્યો હતો. લૂંટારૂઓને ભાર ધકેલી બસનો દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરનાર અનિલ ડાંગર નામના મુસાફર ઉપ્પર લૂંટારુઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં તેને હાથમાં ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો.
મુસાફરો બુમરાણ મચાવી નજીકથી પસાર થતા વાહનમાં સવાર લોકોને રોકવા પ્રયાસ કરતા લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર ડિવિઝનની પોલીસ ઘનાસ્થળે પહોંચી હતી. મુસાફરોના નિવેદન ના આધારે વર્ણન મેળવી જિલ્લામાં નાકાબંધીના આદેશ કરાયા હતા. ઘટનાના પગેલ મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા ટોલટેક્સ અને હાઇવે હોટલોના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરાવી અલગ અલગ દિશામાં તમ રવાના કરી હતી.
બે યુવાનોની હિમતે લૂંટની ઘટના ટાળી ટાળી અનિલ ડાંગર નામના મુસાફરે લૂંટારુંઓનો સામનો કર્યો હતો. અનિલ સાથે ઝડપાઝપીમાં લૂંટારુઓ બસની બહાર ધકેલાઈ ગયા હતા અને અનિલે બસનો દરવાજો બંધ કરવા પ્રયાસ કરતા તેના ઉપર ફાયરિંગ થયું હતું જોકે આ યુવાનની હિંમત બાદ અન્ય મુસાફરો પણ સામનો કરતા લૂંટારુઓ નાસી છૂટ્યા હતા.
નાકાબંધી કરી લૂંટારુઓની શોધખોળ શરૂ કરાઈ : આર વી ચુડાસમા , એસપી ભરૂચ બનાવ સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક આર વી ચુડાસમાએ જણાવ્યું હતું કે ટેક્નિકલ સર્વેલન્સ સાથે લૂંટારુઓની કારના વર્ણનના આધારે નેશનલ હાઇવે ને અડીને આવેલા વિસ્તારોમાં નાકાબંધી શરૂ કરાઈ છે. પોલીસે સીસીટીવી નેટવર્કની મદદથી પણ લૂંટારુંઓનો પીછો શરૂ કર્યો છે.