Kutch: 78 વર્ષના વૃધ્ધને બોર ખાવાનું ભારે પડ્યું, ઠળિયો ફેફસામાં ફસાઇ જતાં જોખમી ઓપરેશન કરી બહાર કઢાયો

માંડવી તાલુકાનાં વડઝરી ગામના 78 વર્ષના શામજી મેઘજી ભીમાણીને અચાનક ઉધરશ અને શ્વાસ લેવામાં તકલીફ પડતા ભુજની હોસ્પિટલમાં પરીક્ષણ કરાવ્યુ હતુ જેમાં તેને ફેંફસામાં કોઇ વસ્તુ ફસાઇ ગઇ હોવાનુ ધ્યાને આવ્યુ હતું

Kutch: 78 વર્ષના વૃધ્ધને બોર ખાવાનું ભારે પડ્યું, ઠળિયો ફેફસામાં ફસાઇ જતાં જોખમી ઓપરેશન કરી બહાર કઢાયો
78 વર્ષના વૃદ્ધ ને બોરનો ઠળીયો ફેંફસામા ફસાઇ ગયો જે ભુજમાં જોખમી ઓપરેશન કરી બહાર કઢાયો
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 15, 2022 | 7:36 PM

સામાન્ય રીતે નાના બાળકો રમતા-રમતા કોઇ વસ્તુ ગળી જાય તેવા તો અનેક કિસ્સાઓ બનતા હોય છે અને તેનુ સફળ રીતે ઓપરેશન કે અન્ય રીતે બહાર પણ કાઢી શકાય છે. જોકે ભુજ (Bhuj) અદાણી સંચાલીત મેડીકલ હોસ્પિટલમાં એક 78 વર્ષના વૃધ્ધને દાખલ કરાયા હતા જે આવી જ કોઇ વસ્તુ ગળી ગયા હતા.

માંડવી (Mandavi) તાલુકાનાં વડઝરી ગામના 78 વર્ષના શામજી મેઘજી ભીમાણીને અચાનક ઉધરશ અને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોચ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ સ્વસ્થ ન થતા ભુજની ખાનગી હોસ્પિટલ (Hospital) માં પરીક્ષણ કરાવ્યુ હતુ જેમાં તેને ફેફસામાં કોઇ વસ્તુ ફસાઇ ગઇ હોવાનુ ધ્યાને આવ્યુ હતુ.

પરિક્ષણ કરતા તેઓ બોરનો ઠળીયો ગળી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. 78 વર્ષની ઉંમર, હાઇ બી.પી, ડાયાબીટીસની તકલીફ અને હૃદય માત્ર 25 ટકા કામ કરતુ હતુ. તે વચ્ચે તેને સારવાર માટે ભુજની અદાણી સંચાલીત જનરલ હોસ્પિટલમા સારવાર માટે લવાયા અને ડોક્ટરોએ તેનુ સફળ ઓપરેશન કરી ફરી સ્વસ્થ કર્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

78 વર્ષની ઉંમર હોવાથી ઓપરેશન કરવુ મુશ્કેલ

સામાન્ય રીતે બાળકો કે ઉંમર થોડી ઓછી હોય ત્યારે આવા પ્રકારના ઓપરેશન જોખમી હોતા નથી પરંતુ 78 વર્ષની ઉંમરે આટલી બિમારીઓ વચ્ચે આ ઓપરેશન કરવુ પડકારજનક અને જોખમી પણ હતુ કેમકે આ પ્રકારની શસ્ત્રક્રિયા મેડિકલ સાયન્સમાં જોખમી ગણાય છે. દર્દીની શ્વાસનળીમાં દૂરબીન સેટ કરાય છે. અને ત્યારબાદ ઓપરેશન કરવામાં આવે છે તેવામા દર્દીને અન્ય બીમારીઓ પણ હતી પરંતુ જોખમ વચ્ચે પણ અદાણી હોસ્પિટલની ટીમે આ ઓપરેશન સફળતા પુર્વક પાર પાડ્યું હતું.

નિષ્ણાત ડોક્ટરો ઓપરેશનોમાં જોડાયા

અદાણી હોસ્પિટલમાં આ પ્રકારનુ જટીલ ઓપરેશન પ્રથમવાર થયુ હશે કેમકે ભાગ્યે જ આટલી મોટી ઉંમરે આવા પદાર્થ ગળી જવાના કિસ્સા બનતા હોય છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેંદ્ર હિરાણ, અજિત ખીલનાની, ડો. હેતલ જોશી, રેસિ. ડો. નિસર્ગ દેસાઇ તેમજ ડૉ. રોનક બોડાત, ડૉ. મંદાકિની ઠક્કર, ડૉ. જયદીપ પટેલ, ડૉ. નિરાલી ત્રિવેદી તેમજ ડૉ.ખ્યાતિ સહિત નિષ્ણાંતો આ જટલી કહી શકાય તેવા ઓપરેશનમાં જોડાયા હતા

આટલી ઉંમરમાં પહેલી સર્જરી

78 વર્ષના વયોવૃધ્ધ ઠળીયો ગળી જતા શ્ર્વાસ લેવામાં મુશ્કેલી વચ્ચે તેઓ અદાણી સંચાલીત જી.કે.જનરલ હોસ્પિટલમા પહોચ્યા હતા. ઓપરેશન જોખમી હતું અને પરંતુ મેડીકલ ડોક્ટરોની ટીમે તે સફળ રીતે પાર પાડ્યું હતું. અપુરતી મેડીકલ સુવિદ્યાની ફરીયાદ વચ્ચે અદાણી સંચાલીત હોસ્પિટલના ડોક્ટરોની ટીમે કરેલા જટીલ ઓપરેશનથીરોબ્ એક દર્દીને નવજીવન મળ્યુ છે.  નિષ્ણાંત ડોક્ટરોએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધી 68 વર્ષ સુધીના દર્દી પર આવી શસ્ત્રક્રિયા થયાનુ મેડીકલ ક્ષેત્રે બન્યુ છે.

આ પણ વાંચોઃ  Rajkot: મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ સાથે ભડલાથી 1 વ્યક્તિને SOGએ પકડી પાડ્યો, જાણો શા માટે લાવ્યો હતો ગેરકાયદે જથ્થો

આ પણ વાંચોઃ Ahmedabad: રાજસ્થાનની યુવતીના ગળામાં 12 સે.મી.ની લંબાઇનું લોખંડનું તીર ઘૂસી ગયુ અને પછી શું થયું જુઓ!

g clip-path="url(#clip0_868_265)">