Ahmedabad: રાજસ્થાનની યુવતીના ગળામાં 12 સે.મી.ની લંબાઇનું લોખંડનું તીર ઘૂસી ગયુ અને પછી શું થયું જુઓ!

ગળાની વચ્ચોવચ લોખંડનું તીર ઘૂસી જવાને કારણે પ્રાથમિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં યુવતીને લઇ જવાઈ હતી, ત્યાંના તબીબોને ઇજા અતિ ગંભીર જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જરી અર્થે લઇ જવા કહ્યું હતું

Ahmedabad: રાજસ્થાનની યુવતીના ગળામાં 12 સે.મી.ની લંબાઇનું લોખંડનું તીર ઘૂસી ગયુ અને પછી શું થયું જુઓ!
રાજસ્થાનની મહિલાના ગળામાં 12 સે.મી.ની લંબાઇનું લોખંડનું તીર ઘૂસી ગયું
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 15, 2022 | 6:30 PM

અમદાવાદ  સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના ઇ.એન.ટી.વિભાગના તબીબોએ અત્યંત જટીલ સર્જરી પોતાની નિપૂણતાથી પાર પાડીને રાજસ્થાન (Rajasthan) ની યુવતીને નવજીવન આપ્યું છે. રાજસ્થાનના સિરોહી જીલ્લાના 18 વર્ષીય મણીબેન ભીલ પરિવારના આંતરિક ઝધડાના સમાધાન અર્થે વચ્ચે આવતા તેઓને ગળાના ભાગમાં લોખંડનું તીર ઘૂસી ગયું હતું.

ગળાની વચ્ચોવચ લોખંડનું તીર (iron arrow) ઘૂસી જવાને કારણે તેઓને પ્રાથમિક સારવાર અર્થે રાજસ્થાનની સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જોકે ત્યાંના તબીબોને ઇજા અતિ ગંભીર જણાઇ આવતા મણીબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જરી અર્થે લઇ જવા કહ્યું હતું.

મણીબેનના પરિવારજનો વિના વિલંબે અમદાવાદ સિવિલ તરફ દોડી આવ્યાં હતાં. દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇ.એન.ટી. વિભાગના તબીબો જોડે પહોંચતા તબીબોએ ઇજાની ગંભીરતાનો તાગ મેળવવા એકસ-રે કરાવતાં લોખંડનું તીર અંદાજે 12 સે.મી.નુ જણાયું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગળા (throat) ના ભાગમાં તીરનું સ્થાન જોતા ટ્રેકિયા એટલે કે શ્વાસનળી અને મગજના ભાગમાં લોહી પહોંચાડતી મુખ્ય ધમની (કેરોટીડ આર્ટરી) ની વચ્ચે તીર ફસાયેલું હોવાનું જણાઇ આવ્યું હતું. ઇ.એન.ટી. વિભાગના તબીબોના જણાવ્યા અનુસાર તીરનું સ્થાન જોતા સર્જરી દરમિયાન 1 મી.મી.ની પણ ચૂક થઇ જાય તો શરીર લકવાગ્રસ્ત થઇ જવાની અથવા જીવ ગુમાવવાની પણ સંભાવનાઓ પ્રબળ રહેલી હતી.

આ તમામ પરિબળોને ધ્યાને રાખીને એનેસ્થેસિયા વિભાગનું સર્જરી (Surgery) માટે ફીટનેસ સર્ટી મળતા ઇ.એન.ટી. વિભાગના સિનિયર તબીબ ડૉ. બેલા પ્રજાપતિ, ડૉ. દેવાંગ ગુપ્તા અને ડૉ. એષા દેસાઇની ટીમે સર્જરી હાથ ધરી. સર્જરી દરમિયાન સતત ન્યુરો મોનીટરિંગ કરીને તકેદારી પૂર્વક સર્જરી હાથ ધરી હતી. 2 થી 2.5 કલાકની જહેમત બાદ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી.

ઇ.એન.ટી. વિભાગના તબીબ ડૉ. એષા દેસાઇએ જણાવ્યું કે, આ પ્રકારની ફોરેન બોડી એટલે કે બાહ્ય પદાર્થનું સ્થાન જ્યારે શરીરમાં જોવા મળે છે ત્યારે વહેલી તકે તેનું નિદાન અને સારવાર અથવા સર્જરી કરવી જરૂરી બની રહે છે. આ સમયગાળામાં વિલંબ પહોંચતા ઇજાની ગંભીરતા વધી જાય છે અને મૃત્યુ થવાની સંભાવનાઓ પ્રબળ બની રહે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને દર્દી જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યું ત્યારે ઝડપી નિદાન કરીને તેની સર્જરી હાથ ધરી. આજે દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને સ્વગૃહે પરત થયું છે.

આ પણ વાંચોઃ વાયુ સેનાના યોદ્ધાઓ આવનારા સમયમાં ઊભી થનારી કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેઃ એર માર્શલ

આ પણ વાંચોઃ મેક-ઈન-ઈન્ડિયા: Dholera ખાતે Airbus સ્થાપી શકે છે C-295 એરક્રાફ્ટની એસેમ્બલી લાઇન

g clip-path="url(#clip0_868_265)">