VIDEO: રાજ્યમાં વરસાદનું જોર ઘટતા લોકોને હાશકારો, ઓગસ્ટ માસનો અત્યાર સુધીનો સરેરાશ 25.78 ઈંચ વરસાદ
રાજ્યમાં વરસાદનું જોર ઘટતા લોકોને હાશકારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 1.18 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 16 જિલ્લાના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. ઓગસ્ટ માસનો અત્યાર સુધીનો સરેરાશ 25.78 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનનો કુલ 40.23 ઈંચ વરસાદ પડ્યો અને રાજ્યમાં કુલ […]

રાજ્યમાં વરસાદનું જોર ઘટતા લોકોને હાશકારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 1.18 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 16 જિલ્લાના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. ઓગસ્ટ માસનો અત્યાર સુધીનો સરેરાશ 25.78 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનનો કુલ 40.23 ઈંચ વરસાદ પડ્યો અને રાજ્યમાં કુલ 120.91 ટકા વરસાદ નોંધાયો છે. 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હોય તેવા 23 તાલુકા છે. 20થી 50 ઈંચ વરસાદ વરસ્યો હોય તેવા 134 તાલુકા અને 50 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા 94 તાલુકા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
