ફાસ્ટ ફૂડ અને જંકફૂડથી થતા કેન્સર વિરુદ્ધ અને સમાજને સંદેશો આપવા સુરતના 3 ભૂલકાઓએ કરાવ્યું મુંડન

આજના યુગમાં ફાસ્ટ ફૂડ અને જંકફૂડ વધુ ખાવાથી પણ કેન્સર થવાની શક્યતા છે. ઘણા બધા પ્રકારના કેન્સર પૈકી મોઢાના, ગર્ભાશયના મુખના, સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. સુરતમાં અંદાજે 20 હજારથી વધુ વ્યક્તિઓ વિવિધ કેન્સરની બિમારીથી પીડાય રહ્યા છે. જેમાં બાળકો પણ બાકાત નથી. ફાસ્ટ ફૂડ અને જંકફૂડ ખાવામાં બાળકો સૌથી વધારે આગળ હોય […]

ફાસ્ટ ફૂડ અને જંકફૂડથી થતા કેન્સર વિરુદ્ધ અને સમાજને સંદેશો આપવા સુરતના 3 ભૂલકાઓએ કરાવ્યું મુંડન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Nov 19, 2019 | 10:31 AM

આજના યુગમાં ફાસ્ટ ફૂડ અને જંકફૂડ વધુ ખાવાથી પણ કેન્સર થવાની શક્યતા છે. ઘણા બધા પ્રકારના કેન્સર પૈકી મોઢાના, ગર્ભાશયના મુખના, સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. સુરતમાં અંદાજે 20 હજારથી વધુ વ્યક્તિઓ વિવિધ કેન્સરની બિમારીથી પીડાય રહ્યા છે. જેમાં બાળકો પણ બાકાત નથી. ફાસ્ટ ફૂડ અને જંકફૂડ ખાવામાં બાળકો સૌથી વધારે આગળ હોય છે. ત્યારે કેન્સર પીડિત બાળકોના વિડીયો જોઈને સુરતના 3 ભૂલકાઓએ પોતાના વાળનું મુંડન કરાવ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચોઃ ભાદર-2 ડેમ જમીન સંપાદનના વળતરનો કેસ: કોર્ટ દ્વારા વારંવાર ટકોર છતાં સરકારે ન ચૂકવ્યુ વળતર, સરકારી માલસામાનની જપ્તિનો આદેશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચોથા ધોરણમાં ભણતા 10 વર્ષીય સુહાન લાખાણી, પહેલા ધોરણમાં અભ્યાસ કરતા 6 વર્ષના ઈથાન લાખાણી અને સમર લાખાણીએ યુ-ટ્યૂબ ચેનલ પર કેન્સર પીડિત બાળકોનો એક વિડીયો જોયો હતો. જેમાં કેન્સર પીડિત બાળકોની વ્યથા જોઈ તેઓ વિચલિત થઈ ગયા. જંકફૂડ કેટલું નુકસાનનકારક સાબિત થઈ શકે છે તે વાતની જાણકારી તેમને મળી હતી. એટલું જ નહીં કેન્સર પીડિત બાળકોને કેટલી યાતનાઓમાંથી પસાર થવું પડે છે. તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ બધી બાબતો તેમણે તેના માતાપિતાને જણાવી અને કેન્સર પીડિતોને સપોર્ટ કરવા તેમણે પણ તેમના વાળોનું મુંડન કરવાનું નક્કી કર્યું.

સામાન્ય રીતે નાના બાળકોની રિતરીવાજ પ્રમાણે બાબરી કરવામાં આવતી હોય છે. પણ આ બાળકોએ સ્વૈચ્છીક રીતે કેન્સર પીડિતોને પોતાનો સહકાર બતાવી મુંડન કરાવીને અન્ય બાળકોને પણ જંકફૂડ અને ફાસ્ટફૂડથી દૂર રહેવાનો સંદેશો આપ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">