Breaking News : સુરત રેલવે સ્ટેશનની કેન્ટીનનો વીડિયો વાયરલ, પફ ગરમ કરવાના મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
વાયરલ વીડિયોમાં કેન્ટીનમાં રાખવામાં આવેલા પફ મશીનમાં ઉંદર જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મશીનમાં રાખવામાં આવેલા પફ જેવા ખાદ્ય પદાર્થ પર પણ ઉંદર ફરતા જોવા મળ્યો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
સુરત રેલવે સ્ટેશન પર આવેલી કેન્ટીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા અને મુસાફરોના આરોગ્યને લઈને સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોમાં કેન્ટીનમાં રાખવામાં આવેલા પફ મશીનમાં ઉંદર જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મશીનમાં રાખવામાં આવેલા પફ જેવા ખાદ્ય પદાર્થ પર પણ ઉંદર ફરતા જોવા મળ્યો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
પફના મશિનમાં જોવા મળ્યો ઉંદર
રેલવે સ્ટેશન પર દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે. આવી જગ્યાએ કેન્ટીન અને ફૂડ સ્ટોલમાં સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી છે. જોકે, વાયરલ થયેલા આ વીડિયોએ સ્ટેશન પર ખાદ્ય પદાર્થોના સંગ્રહ અને સ્વચ્છતા વ્યવસ્થાને લઈને ચિંતા વધારી છે.
કેન્ટિનમાં ગંદકી જોતા મુસાફરો ચોક્યા
મુસાફરો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો ખાદ્ય પદાર્થો રાખવામાં આવતા મશીનમાં ઉંદર પહોંચી શકે છે, તો કેન્ટીનમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું કેટલું પાલન કરવામાં આવે છે? આવી બેદરકારીથી મુસાફરોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા પણ રહે છે.
ખાદ્ય સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવા ઉઠી માંગ
હાલ વાયરલ વીડિયોની ચોક્કસ વિગતો અને ઘટનાની સત્તાવાર પુષ્ટિ અંગે માહિતી સામે આવી નથી. જોકે, વીડિયો સામે આવ્યા બાદ સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને સ્ટેશનની કેન્ટીનમાં સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું કડક પાલન થાય તેવી માંગ ઉઠી રહી છે.
સુરતમાં મહાનગરપાલિકા નોકરી કૌભાંડ… મહારાષ્ટ્રથી રાજસ્થાન મોકલાયો નકલી પત્ર, બોગસ લેટર સાથે તાપી ભવન પહોંચી મહિલા – જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

