AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં મહાનગરપાલિકા નોકરી કૌભાંડ... મહારાષ્ટ્રથી રાજસ્થાન મોકલાયો નકલી પત્ર, બોગસ લેટર સાથે તાપી ભવન પહોંચી મહિલા - જુઓ Video

સુરતમાં મહાનગરપાલિકા નોકરી કૌભાંડ… મહારાષ્ટ્રથી રાજસ્થાન મોકલાયો નકલી પત્ર, બોગસ લેટર સાથે તાપી ભવન પહોંચી મહિલા – જુઓ Video

| Updated on: Aug 30, 2026 | 2:16 PM
Share

સુરતમાં મહાનગરપાલિકાના નામે ચાલી રહેલા બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનની એક મહિલા બનાવટી SMC Appointment Letter લઈને તાપી ભવન પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો. પત્રમાં કલેક્ટરનો સ્ટેમ્પ અને સરકારી ભાષાનો ઉપયોગ કરાયો હતો. પાલિકાએ લોકોને આવા કૌભાંડથી સાવધાન રહેવા અપીલ કરી છે.

સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર આપી નોકરીના બહાને છેતરપિંડી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે રાજસ્થાનની એક મહિલા SMC ના બોગસ નિમણૂક પત્ર સાથે તાપી ભવન પહોંચી હતી.

મહિલા દ્વારા રજૂ કરાયેલા પત્રમાં કલેક્ટરનો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હતો અને તેમાં સરકારી ભાષાનો ઉપયોગ કરાયો હતો, જેથી તે અસલી લાગે. જો કે, રિક્રુટમેન્ટ ઓફિસરને આ પત્ર શંકાસ્પદ જણાતા તેમણે તેની તપાસ કરાવી. તપાસમાં સામે આવ્યું કે, આ પત્ર મહારાષ્ટ્રથી મોકલવામાં આવ્યો હતો અને રાજસ્થાનના સરનામે પહોંચ્યો હતો. નવાઈની વાત એ હતી કે, પત્ર લઈને આવેલી મહિલાએ SMC માં નોકરી માટે કોઈ અરજી જ કરી નહોતી.

આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને આવા છેતરપિંડીના કૌભાંડોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પાલિકાએ સ્પષ્ટતા કરી છે કે, જો કોઈ અજાણી વ્યક્તિ નોકરી અપાવવાના બહાને રોકડ કે ઓનલાઈન રૂપિયા માંગે તો તાત્કાલિક સાવધ રહેવું. આ ઉપરાંત, કોઈ પણ શંકાસ્પદ દસ્તાવેજ જણાય તો તરત જ મનપાના રિક્રુટમેન્ટ વિભાગનો સંપર્ક કરવા માટે પણ લોકોને જણાવાયું છે.

Vadodara Breaking News : તહેવારો પૂર્વે શિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, પનીર-મીઠાઈના લેવાયા સેમ્પલ ! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">