પાલનપુરમાં 8 મહિનાથી ખોદેલા રોડ નો રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ, ઉચ્ચારી આંદોલનની ચીમકી
બનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા 8 મહિનાથી ખોદેલા રોડ પર પાલિકા હજુ સુધી રસ્તો નથી બનાવી શકી, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતા રસ્તો ન બનતા રોષે ભરાયેલા લોકોએ હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાના અંદેર વહીવટનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. પાલિકાએ નવો રોડ બનાવવા માટે છેલ્લા 8 મહિનાથી રસ્તો ખોદી નાખ્યો છે અને હજુ પણ તેના પર રોડ બનાવવામાં આવ્યો નથી. છેલ્લા 8 મહિનાથી સ્થાનિકો આ જ પ્રકારે ખોદેલા રસ્તા પરથી અવરજવર કરવા મજબુર બન્યા છે. જેના કારણે અકસ્માતનો પણ ભય રહે છે. બિસમાર અને ખાડાવાળા રોડ પર ચાલવાને કારણે વૃદ્ધોને પડી જવાનો ભય રહે છે, બીજી તરફ શાળાએથી આવતા જતા બાળકો પણ વારંવાર પડવાથી ઈજાગ્રસ્ત થાય છે. હજારો વાહનચાલકો અહીંથી રોજેરોજ પસાર થાય છે તેમને પણ અકસ્તામ થવાનો ભય રહે છે. રોડ બનાવવા અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા પાલિકા દ્વારા હજુ સુધી રસ્તો કામગીરી કરવામાં આવી નથી.
હાલ આ સમગ્ર મામલે વિપક્ષને ટીકા કરવાનો મોકો મળી ગયો છે. વિપક્ષે પણ પાલિકા પર અણઘડ વહીવટનો આક્ષેપ કર્યો છે. પાલિકાની આયોજન વિનાની કામગીરીને કારણે વગર વાંકે સ્થાનિકો દંડાઈ રહ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે જો કોઈ મંત્રી, સંત્રી કે નેતાઓ મુલાકાતે આવવાના હોય તો રાતોરાત રોડ બની જાય છે પરંતુ સ્થાનિકોના માટે 8-8 મહિના વિતવા છતા કામગીરી થતી નથી. હાલ તાત્કાલિક ધોરણે રોડનું કામ શરૂ કરવા માગ કરી છે.
નગરપાલિકા ચીફ ઓફિસરે પાલિકાનો બચાવ કરતા કહ્યુ કે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે રોડનું કામ અટકેલુ હતુ. જે હવે સત્વરે શરૂ કરવામાં આવનાર છે. જો કે હવે રોડ ક્યારે બને છે તે તો જોવુ રહ્યુ.
Input Credit- Atul Trivedi- Banaskantha
ભાવનગર: મોતીતળાવ આંગણવાડી 59માં એક્સપાયરી ડેટનું કઠોળ વિતરણ કરાતા હોબાળો- Video
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
