Breaking News : ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ ! 12 ગામ સંપર્ક વિહોણા, જુઓ Video
ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થતા જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ભાવનગરના પાલિતાણામાં 12 ઈંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું છે. પાલિતાણા અને સિહોરને જોડતા 12 ગામોના સંપર્ક તૂટ્યો છે.

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થતા જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ભાવનગરના પાલિતાણામાં 12 ઈંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું છે. પાલિતાણા અને સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો છે. રંડોળાથી સિહોરને જોડતો મુખ્ય માર્ગ પણ ભારે વરસાદ ખાબકતા તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. બુઢણા, લવરડા, ઢૂંઢસર, ગુંદળા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા હોવાનું સામે આવ્યું છે.
કોઝવે પર પાણી ભરાતા હાઈવે બંધ કરાયો
ભાવનગરમાં સાર્વત્રિક વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે. ભાવનગરથી વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ચમારડી પાસે આવેલ કોઝવેમાં પાણી ભરાતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે. રસ્તાઓ બંધ થતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવા કામગીરી હાથ ધરાઈ છે.
12 villages lost connection, Shetrunjay Dam water level rises #Bhavnagar #GujaratRains #Monsoon2025 #Monsoon #Rain #GujaratRain #GujaratMonsoon #Weather #WeatherUpdates #GujaratWeather #TV9Gujarati pic.twitter.com/flh8On6ajl
— Tv9 Gujarati (@tv9gujarati) June 17, 2025
ભાવનગરના પાલીતાણા તાલુકાના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે સેંજળિયા અને મોખડકા ગામમાં લોકો ફસાયા છે. ભારે વરસાદને કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
15 લોકોનું કર્યું રેસ્ક્યુ
સેંજળિયા અને મોખડકા ગામમાં વરસાદના પાણી ઘુસ્યા છે. જેના પગલે સ્થાનિક તંત્ર અને તળાજા ફાયરની ટીમ મદદે પહોંચી છે. બંન્ને ગામોમાં 10 થી 15 લોકો પાણી વચ્ચે ફસાયા હતા. જો કે પાલીતાણાના મામલતદાર, રેસ્ક્યુ વિભાગની ટીમ તેમજ જિલ્લાનું પ્રશાસન બંને ગામોમાં ગ્રામજનોને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં એક વ્યક્તિ ને બહાર કાઢવા માં આવ્યો છે અન્ય ફસાયેલા 14 જેટલા લોકો ને જેસીબી ની મદદ થી બહાર કઢાયા હતા.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો