Jamnagar: આફ્રિકાથી આવેલા વૃદ્ધ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ, સંપર્કમાં આવેલા 11 સભ્યો હોમ ક્વોરન્ટાઈન

Jamnagar: આફ્રિકાથી આવેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. તેમના સંપર્કમાં આવેલા પરિવારના તેમજ અન્ય 11 સભ્યો હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 12:06 PM

Jamnagar: આફ્રિકાના (South Africa) ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો છે. તેનામાં ઓમિક્રોન વેરિઅન્ટનું સંક્રમણ છે કે નહીં તેની તપાસ માટે નમૂના પુણેની લેબમાં મોકલાયા છે. તપાસ બાદ એ ખબર પડશે કે દર્દીમાં કયો કોરોનાનો વેરિઅન્ટ (Omicron Variant) છે. જણાવી દઈએ કે તંત્રએ વૃદ્ધ દર્દીના સંપર્કમાં આવેલા 11 સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કર્યા છે.

ઓમિક્રોન વેરિઅન્ટનો ઉદભવ ઝિમ્બાબ્વેથી જ થયો છે. વૃદ્ધ પણ ઝિમ્બાબ્વેથી આવ્યા હોવાથી 72 વર્ષના કોરોના પોઝિટિવ વૃદ્ધના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે પુણે સ્થિત લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. જેનો રિપોર્ટ 72 કલાકની અંદર આવી જશે.

જો રિપોર્ટમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનની પૃષ્ટિ થાય છે તો આરોગ્ય તંત્રની ચિંતા વધશે. હાલ તો તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જણાવી દઈએ કે અલગ અલગ રીતે વિદેશથી શહેરમાં આવતા લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તો તેમનો ટેસ્ટ કરીને તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. બાદમાં રિપોર્ટ જે મુજબ આવે એ મુજબ કામગીરી હાથ ધરવામાં આવે છે.

મહત્વનું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ સંદર્ભે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ ગત સોમવાર-મંગળવારે ચાર જિલ્લામાં વિદેશોમાંથી 220 પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા હતા. ગુરૂવારની બપોર સુધી એક જ દિવસમાં 14 હાઈરિક્સ દેશો સહિત વિદેશથી વધુ 2 હજાર 235 પ્રવાસીઓ ઉતર્યા હતા.

જેમાં અમદાવાદ અને સુરત આંતરારાષ્ટ્રીય એરપોર્ટના જ 2 હજાર 228 પ્રવાસીઓ હતા. ઝિમ્બાબ્વે સહિતના હાઈરિક્સ દેશોમાંથી આવેલા 254 પ્રવાસીઓના એરપોર્ટ ઉપર RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે તમામે પોતાના ઘરે ક્વોરન્ટાઈન રહેવું પડશે. જેતે જિલ્લાના કલેક્ટરે તેઓનું મોનિટરિંગ કરવાનું રહેશે.

આ પણ વાંચો: ઓમિક્રોનનો ભય, વાયબ્રન્ટના ભણકારા: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સાથેની ખાસ વાતચીત, જાણો શું કહ્યું

આ પણ વાંચો: Ind vs NZ: વરસાદને લઇને ભીના આઉટ ફીલ્ડે ટોસ ની રાહ વધારી, મેચ શરુ થવામાં લાગી વાર

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">