AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરોવર છલી વળ્યા.. પાણી ફરી વળ્યા.. 10 ઈંચ વરસાદથી આખો જિલ્લો ‘પાણી-પાણી’ – જુઓ Video

જિલ્લામાં 10 ઈંચ જેટલા ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સતત પડી રહેલા વરસાદને પગલે નદીના દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી છોડાતાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા કાંઠાના તમામ વિસ્તારોને એલર્ટ કરી સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

સરોવર છલી વળ્યા.. પાણી ફરી વળ્યા.. 10 ઈંચ વરસાદથી આખો જિલ્લો 'પાણી-પાણી' - જુઓ Video
Image Credit source: AI Generated
| Updated on: Jul 22, 2026 | 7:32 PM
Share

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. જિલ્લામાં નોંધાયેલા 10 ઈંચ જેટલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ખાસ કરીને વાપીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

રહીશોમાં ભારે આક્રોશ

નેશનલ હાઈવે 48 નજીક આવેલું નૂતન નગર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમય સુધી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, વલસાડના જ ધરમપુરના જંગલ, ડુંગરાળ વિસ્તારો અને મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયો છે. ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા તંત્ર દ્વારા મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવતા દમણગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને વાપી નજીક આવેલ દમણગંગા નદીનો વિયર પણ ઓવરફ્લો થઈ ગયો છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને દમણગંગા નદી કિનારે આવેલા સેલવાસ, વાપી અને દમણના ગામના લોકોને નદી કિનારે ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, ધરમપુરમાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે જિલ્લાની અન્ય મુખ્ય નદીઓ જેવી કે ઓરંગા, કોલક, વાકી અને માન નદીમાં પણ પાણીની સપાટીમાં ભારે વધારો થયો છે, જેને પગલે તંત્ર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

સુરતમાં મેઘતાંડવ : કડોદરામાં જળબંબાકારથી NH-48 પર 2 કિમી લાંબો ટ્રાફિકજામ; તંત્ર એલર્ટ, NDRF ની ટીમો તૈનાત

Follow Us
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
g clip-path="url(#clip0_868_265)">