Dhanteras 2021: ધનતેરસે સોનું ખરીદવું લાભદાયક નીવડશે કે નહિ? જાણો સોનાના રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ
છેલ્લા આઠ વર્ષમાં સોનાએ ડબલ ડિજિટમાં પ્રદર્શન કર્યું છે. જોકે, 2021માં સોનામાં રિટર્ન રોકાણકારોની તરફેણમાં રહ્યું નથી. 2021માં કિંમતો ₹51,875ની ઊંચી અને ₹43,320ની નીચી સપાટીએ પહોંચી હતી.
Dhanteras 2021:ગયા વર્ષે જોરદાર રિટર્ન બાદ સોનાના ભાવ ઈક્વિટીની સરખામણીમાં નરમ રહ્યા છે. જો કે, વિશ્લેષકો પીળી ધાતુ પર દાવ લગાવી રહ્યા છે જેને અનિશ્ચિત સમયમાં સુરક્ષિત આશ્રય માનવામાં આવે છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિ.ના જણાવ્યા અનુસાર આગામી એક વર્ષમાં સોનાના ભાવ વધી શકે છે. આગામી 12 મહિનામાં સોનાની કિંમત વધીને ₹52,000-53,000ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે.
આ દિવાળીએ સોનાનો ભાવ 48 હજારની આસપાસ રહેશે. છેલ્લી ત્રણ દિવાળીના અવસર પર સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે, આવતા વર્ષે દિવાળી સુધી તેમાં વધારો થવાની કોઈ આશા નથી. અત્યારે સોનાનો ભાવ 48 હજારની આસપાસ છે. એટલે કે અહીંથી આગામી દિવાળી સુધી તેમાં માત્ર 10-15% વધારો શક્ય છે.
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી એક્સપર્ટ્સ અનુસાર ગત દિવાળીથી આ દિવાળી સુધી બુલિયનના ભાવ મજબૂત થયા છે અને છેલ્લા કેટલાક મહિનામાં યુએસ ડૉલર અને બોન્ડ યીલ્ડમાં અસ્થિરતાને કારણે ઉતાર-ચઢાવ દેખાયા છે. વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં અપેક્ષા કરતાં વધુ સારા આર્થિક ડેટા અને ફેડના બુલિશ અંદાજે મોટાભાગના બજાર સહભાગીઓને ટેકો આપ્યો હતો. જો કે, બીજા ભાગમાં નબળા ડેટા સેટ અને ફેડના અંદાજમાં ફેરફાર જોવા મળ્યો છે જે સોનાના ભાવમાં ફરી તેજી શરૂ કરી શકે છે. મોતીલાલ ઓસ્વાલના મતે સોનું ફરી એકવાર 2000 ડોલર સુધી વધી શકે છે અને અત્યાર સુધીની નવી ઊંચાઈએ પહોંચી શકે છે. રોકાણના સંદર્ભમાં રોકાણકારો માટે આ વધુ સારી તક બની શકે છે.
જાણો ભૂતકાળમાં પ્રદર્શન કેવું રહ્યું? છેલ્લા આઠ વર્ષમાં સોનાએ ડબલ ડિજિટમાં પ્રદર્શન કર્યું છે. જોકે, 2021માં સોનામાં રિટર્ન રોકાણકારોની તરફેણમાં રહ્યું નથી. 2021માં કિંમતો ₹51,875ની ઊંચી અને ₹43,320ની નીચી સપાટીએ પહોંચી હતી. 2019 અને 2020માં સોનાના ભાવ અનુક્રમે 52% અને 25% વધ્યા હતા. બ્રોકરેજ ફર્મ એન્જલ વનએ જણાવ્યું હતું કે આગામી દિવાળી સુધીમાં સોનાના ભાવ ₹54,000 પ્રતિ 10 ગ્રામ તરફ જશે. આગામી દિવાળી સુધીમાં અમે સોનાના ભાવને 42,300 – 41,100ના સ્તરે ટેકો મળવાની અપેક્ષા રાખીએ છીએ.
સોનાની માંગમાં વધારો આ તહેવારો અને લગ્નની સિઝનમાં સોનાની માંગમાં તેજી જોવા મળી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર કોવિડની શરૂઆત બાદથી આ ખૂબ જ વ્યસ્ત તહેવારોની મોસમ છે જ્યાં આપણે સોનાની મોટી ખરીદીની રાહ જોઈ રહ્યા છીએ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કહ્યું કે ડિજિટલ ગોલ્ડની માંગ પણ અનેક ગણી વધી છે. અગ્રણી જ્વેલર્સ મુજબ ઇનોવેટિવ ટેક્નિકલ ઇનિશિએટિવ, ડિજિટલ ગોલ્ડ સાથેની ભાગીદારી અને UPI પ્લેટફોર્મને લીધે ખરીદદારો અને રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો : તહેવારોની સીઝનમાં ઘટી શકે છે ખાદ્યતેલના ભાવ, SEAના આ નિર્ણયથી થશે રાહત
આ પણ વાંચો : Tata Motors Q2 Results: કંપનીની ખોટમાં થયો વધારો, 4,441 કરોડ રૂપિયાની ખોટ, JLRના વેચાણમાં થયો ઘટાડો