ઉનાળાનું વેકેશન બાળકોને ફળશે, 10 રૂપિયામાં હવે મળશે આ બધી વસ્તુઓ
માર્કેટમાં નાના પેકેટ્સની ઘણી માંગ છે અને લોકો તેને ખરીદવાનું વધારે પસંદ કરે છે. ખાસ કરીને બાળકોમાં આનો ઉત્સાહ વધારે હોય છે કેમ કે ગરમીની ની ઋતુમાં બાળકો વધારે પ્રમાણમાં ઠંડા પીણાં પીવાનું પસંદ કરે છે.

ફૂડ કંપનીઓ હવે 10 રૂપિયાના ભાવે બજારમાં નવી પ્રોડક્ટ્સ અને વિવિધ પ્રકારની વસ્તુઓ લાવવાની તૈયારીમાં છે. દરેક કંપની નાના પેકેટ વાળી વસ્તુઓની માર્કેટિંગ પર ધ્યાન દોરી રહી છે. હાલમાં જ રસનાએ 10 રૂપિયાના પાઉચમાં ‘ફ્રૂટ ડ્રિંક કોન્સન્ટ્રેટ’ લોન્ચ કર્યું છે. જેમાંથી ત્રણ ગ્લાસ રસના આરામથી બની શકે છે.
આની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, માર્કેટમાં નાના પેકેટ્સની ઘણી માંગ છે અને લોકો તેને ખરીદવાનું વધારે પસંદ કરે છે. ખાસ કરીને બાળકોમાં આનો ઉત્સાહ વધારે હોય છે કેમ કે ગરમીની ની ઋતુમાં બાળકો વધારે પ્રમાણમાં ઠંડા પીણાં પીવાનું પસંદ કરે છે.
નાના પેકેટની માંગ વધુ
રસનાએ 10 રૂપિયાના પાઉચમાં ફ્રૂટ ડ્રિંક કોન્સન્ટ્રેટ લોન્ચ કર્યું છે. આમાંથી ત્રણ ગ્લાસ રસના બનાવી શકાય છે. કંપનીના ચેરમેન પીરોજ ખંભાતાએ જણાવ્યું છે કે, આનાથી ઓછી આવક ધરાવતા લોકોને રસના જેવી વસ્તુઓ સરળતાથી મળી શકે છે. એટલું જ નહીં, મધર ડેરીએ પણ તેની પ્રોડક્ટના નાના પેક લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટૂંક જ સમયમાં તમને મધર ડેરીના બ્રાન્ડની કેરીની લસ્સી પણ માર્કેટમાં જોવા મળશે. આ ઉપરાંત, પેપ્સિકોએ હૈદરાબાદમાં 10 રૂપિયામાં એક સુગર ફ્રી પીણું લોન્ચ કર્યું છે.
કંપનીઓ કેમ નાના પેકેટ વેચી રહી છે?
તમને જણાવી દઈએ કે, 10 રૂપિયાના પેકેટ હંમેશા કંપનીઓની વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ બને છે. આનાથી તેઓ ઓછા ભાવે માલ ખરીદતા ગ્રાહકોને આકર્ષે છે. એટલા માટે જ કંપનીઓ નાના પેકેજો પર વધુ ધ્યાન આપે છે. આ અંગે મધર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર કહે છે કે, ઉનાળો શરૂ થતાં જ પીણાં, આઈસ્ક્રીમ અને દહીંની માંગ ગયા વર્ષની સરખામણીએ 30 થી 40 ટકા જેટલી વધી જાય છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો