AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું વિજય દેવરાકોંડા માઈક ટાયસનને ‘Liger’ના પ્રમોશનમાંથી હટાવશે?? જુઓ ફાઈટનો વાયરલ વીડિયો

વિજયને તેની ફિલ્મ કોઈપણ પ્રકારના વિવાદમાં ફસાઈ જાય તે બિલકુલ પણ પસંદ નથી. આ ફિલ્મમાં વિજયની સાથે અનન્યા પાંડે (Ananya Pandey) પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ આગામી તા. 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

શું વિજય દેવરાકોંડા માઈક ટાયસનને 'Liger'ના પ્રમોશનમાંથી હટાવશે?? જુઓ ફાઈટનો વાયરલ વીડિયો
Mike Tyson With Liger Movie Star Cast (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 11:13 PM
Share

ઈન્ટરનેશનલ લોકપ્રિય બોક્સર (Famous Boxer) માઈક ટાયસન (Mike Tyson) ફરી એકવાર હેડલાઈન્સમાં છે, પરંતુ આ વખતે પણ તેનો ગુસ્સો તેને સમાચારમાં લઈ આવ્યો છે. ભૂતકાળમાં ઘણી વખત વિવાદોનો હિસ્સો રહી ચૂકેલા માઈકે ફ્લાઈટમાં એક મુસાફર સાથે મારપીટ કરી છે. માઈકનો આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. માઈક ટાયસન આ વખતે માત્ર તેની બોક્સિંગને કારણે જ નહીં, પરંતુ તેના ગુસ્સાને કારણે પણ ખૂબ ચર્ચામાં છે. આજે તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકપ્રિય બોક્સર ફ્લાઈટમાં બેઠો છે અને તેની પાછળ બેઠેલો એક મુસાફર તેની સતત પૂછપરછ કરી રહ્યો છે.

જે કદાચ માઈકને પસંદ ન આવ્યું હતું અને તેણે તેની સાથે મારપીટ કરી હતી. હવે સવાલ એ છે કે હવે માઈક ટાયસનની બોલિવૂડ કરિયરનું શું થશે ?? તે વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાઇગર’થી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, જેનું પોસ્ટ પ્રોડક્શન પૂર્ણ થઈ ગયું છે.

શું વિજય દેવરાકોંડા તેને ફિલ્મના પ્રમોશન પર પ્રતિબંધ મૂકશે ??

વિજય નથી ઈચ્છતો કે તેની ફિલ્મ કોઈપણ પ્રકારના વિવાદમાં ફસાઈ જાય. આ ઘટના પછી સ્વાભાવિક છે કે ફિલ્મના નિર્માતાઓથી માંડીને વિજય દેવેરાકોંડા સુધી એ વિચારવા મજબૂર થયા હશે કે હવે તેઓ માઈક વડે તેમની ફિલ્મનું પ્રમોશન કેવી રીતે કરશે, કારણ કે હિંસક કલાકારો સામે લોકોમાં વ્યાપક પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

તાજેતરમાં જયારે હોલીવુડના સુપરસ્ટાર વિલ સ્મિથે ઓસ્કાર એવોર્ડમાં એન્કર ક્રિસને થપ્પડ મારી હતી ત્યારે તેના પર પણ 10 વર્ષ માટે ઓસ્કાર એવોર્ડમાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, અને હોલીવુડમાં પણ લોકો તેનો બહિષ્કાર કરી રહ્યા છે.

હુમલાનો વાયરલ વીડિયો

જાણો શું હતો સમગ્ર મામલો ??

આ વાયરલ ફલાઇટના વિડીયોમાં તમે જોઈ શકો છો કે, અન્ય મુસાફર તેના ફોનથી વીડિયો બનાવે છે અને પાછળ સીટમાં બેઠેલો વ્યક્તિ માઈક સાથે બળજબરીથી વાત કરવાનો પ્રયાસ કરે છે. આ પછી માઈકનો ગુસ્સો વધી જાય છે અને ગુસ્સામાં તે આ વ્યક્તિને જોરથી માર મારે છે.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વ્યક્તિને ઘણું નુકસાન થયું છે અને તેના ચહેરા પર લોહી દેખાઈ રહ્યું છે. તેના આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા આવી રહી છે અને તેની ઘણી ટીકા પણ થઈ રહી છે.

માઈક ટાયસન હંમેશા વિવાદોમાં જોવા મળ્યો છે

આ પહેલીવાર નથી કે, જ્યારે માઈકની કોઈ સાથે ઝપાઝપી થઈ હોય. આ પહેલા પણ તે બોક્સિંગ રિંગમાં તેના વિરોધી બોક્સરનો કાન કાપી ચૂક્યો છે. આ સિવાય માઈકનું નામ રેપ અને ડ્રગ્સના ગંભીર કેસમાં પણ આવ્યું છે. જેના માટે તેને જેલમાં જવું પડ્યું હતું. ટાયસનની છેલ્લી સત્તાવાર મેચ જૂન, 2005માં રમાઈ હતી અને આ ભૂતપૂર્વ હેવીવેઈટ ચેમ્પિયન વર્ષ 1996 પછી એક પણ ખિતાબ જીત્યો નથી.

આ પણ વાંચો – Oscars 2022 : પત્નીની મજાક બદલ હોસ્ટ ક્રિસને થપ્પડ મારનાર વિલ સ્મિથ જેડા સાથે છૂટાછેડા લેશે ??

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">