Gujarati NewsEntertainmentFact Check : Will Smith, who slapped the host at the Oscar ceremony after his wife being embarrassed, is getting a divorce ??
ઓસ્કાર 2022 સમારોહ (Oscars 2022) દરમિયાન વિલ સ્મિથે શોના હોસ્ટ ક્રિસ રોકને બધાની સામે થપ્પડ મારી દીધી હતી, ત્યારબાદ વિલ પર એકેડમી દ્વારા 10 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તાજેતરમાં વિલ અને જાડા વચ્ચે અણબનાવના સમાચાર સામે આવી રહ્યા છે.
વિલ સ્મિથે (Will Smith) 94મા એકેડેમી એવોર્ડ સમારોહ દરમિયાન કોમેડિયન ક્રિસ રોકને (Chris Rock) સ્ટેજ પર થપ્પડ મારી હતી. આ ઘટનાના લગભગ એક મહિના પછી, તેની પત્ની જેડા પિંકેટ સ્મિથના (Jada Pinkett Smith) શો રેડ ટેબલ ટોકનું આગામી પાંચમી સિઝનનું ટ્રેલર રિલીઝ થયું છે. એમી-એવોર્ડથી નવઝાયેલા આ શોમાં અભિનેત્રી જેડા તેની પુત્રી વિલો અને તેની માતા એડ્રિએન બેનફિલ્ડ નોરિસ સાથે વિવિધ વિષયો પર તેના મંતવ્યો અંગે ખુલ્લેઆમ ચર્ચા કરતી જોવા મળી હતી. જો કે, તેણે ઓસ્કાર 2022માં વિલ સ્મિથ દ્વારા ક્રિસ રોકને થપ્પડ મારવા વિશે ચર્ચા કરી ન હતી.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે જેડા અને વિલ સ્મિથ છૂટાછેડા લઈ શકે છે. હીટ મેગેઝિન યુકેએ તાજેતરમાં એવો દાવો કર્યો છે કે, વિલ સ્મિથ અને તેની પત્ની જેડા એકેડેમી એવોર્ડ્સમાં અભિનેતાના વર્તનને લઈને દંપતી વચ્ચે તણાવ વધી ગયો છે. તેના મતે, આ ‘શો બિઝ ઇતિહાસમાં સૌથી ખરાબ છૂટાછેડા’ હોઈ શકે છે.
શું વિલ સ્મિથ અને જેડા પિંકેટ સ્મિથ છૂટાછેડા લેશે ??
હીટ મેગેઝિન યુકેના જણાવ્યા અનુસાર, આ સ્ટાર કપલની નજીકના એક સૂત્રએ આઉટલેટને જણાવ્યું હતું કે, ઓસ્કરની ઘટના બાદથી તેઓ વચ્ચે તણાવ છે. બંને વચ્ચે વર્ષોથી સમસ્યાઓ ચાલી રહી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દિવસોમાં તેઓ ભાગ્યે જ એકબીજા સાથે વાત કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો તેમની વચ્ચે ખરેખર છૂટાછેડા થઇ રહયા છે, તો વસ્તુઓ નિયંત્રણની બહાર થઈ ગઈ હોત. તે શો બિઝના ઇતિહાસમાં સૌથી ખરાબ છૂટાછેડા પૈકી એક હોઈ શકે છે. આ છૂટાછેડા એન્જેલીના જોલી અને બ્રાડ પિટના છૂટાછેડા કરતાં પણ વધુ ચર્ચાસ્પદ બની શકે છે.
વિલ સ્મિથે તાજેતરમાં ઓસ્કાર 2022માં કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ હેડલાઈન્સમાં સતત જોવા મળી રહ્યો છે. આ ઘટનાના થોડા અઠવાડિયા પછી, આ સ્ટાર કપલની જૂની રેડ ટેબલ ટોક શોની ક્લિપ ફરીથી વાયરલ થઇ રહી છે. આ વિડીયોમાં, જેડા તેમના લગ્ન વિશે વાત કરતા રડી પડી હતી અને જાહેર કર્યું કે તે લગ્ન કરવા માંગતી ન હતી. જેડાએ શેર કર્યું કે, “હું ખૂબ દબાણ હેઠળ હતી, તમે જાણો છો, એક યુવાન અભિનેત્રી તરીકે કેવું લાગે છે અને હું ગર્ભવતી હતી, મને ખબર ન હતી કે શું. પરંતુ હું ક્યારેય ઇચ્છતી ન હતી તે મારી સાથે લગ્ન કરી લે. હું ખરેખર લગ્ન કરવા માંગતી ન હતી.”
તેના જવાબમાં, કિંગ રિચાર્ડ સ્ટારે મજાકમાં કહ્યું કે, “અમે ફક્ત એટલા માટે લગ્ન કર્યા કારણ કે જેડા રડતી હતી.” એપિસોડ દરમિયાન, આ સ્ટાર કપલે કબૂલ્યું હતું કે તેમના લગ્ન કરવા પાછળનું એકમાત્ર કારણ જેડાની ગર્ભાવસ્થા હતી.