શું રિયલ લાઈફમાં ટપુ નથી રાખતો જેઠાલાલનું માન? વિવાદ પર દિલીપ જોશીએ આપ્યો જવાબ
દિલીપ જોશી અને રાજ વચ્ચેના વિવાદોએ સોશિયલ મીડિયામાં પણ જોર પકડ્યું હતું. આ બાદ દિલીપ જોશીએ વિષય પર મૌન તોડ્યું છે.
સૌથી લોકપ્રિય ટીવી શો તારક મેહતા ક ઉલ્ટા ચશ્માં (Taarak Mehta Ka Ooltah Chashmah) વિવાદોના કારણે પણ એટલો જ ચર્ચામાં રહે છે. તાજેતરમાં શોના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને તેમના ઓન સ્ક્રીન દીકરા ટપુ એટલે કે રાજ અનડકટ (Raj Anadkat) વચ્ચે તકરારના અહેવાલ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ઓફ સ્ક્રીન એટલા સારા સંબંધો નથી જેટલા સ્ક્રીન પર જોવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિલીપ જોશી (Dilip Joshi) અભિનેતા રાજથી નારાજ જોવા મળી રહ્યા છે.
શું હતો વિવાદ?
અહેવાલો અનુસાર સિનિયર એક્ટર હોવા છતાં પણ દિલીપ જોશી હંમેશાં સમયસર સેટ પર પહોંચે છે, જ્યારે રાજ ઘણી વખત મોડેથી સેટ પર આવે છે. આ ટ્રેન્ડ લાંબા સમય સુધી ચાલુ રહ્યો અને દિલીપ જોશીએ રાજની શૂટિંગ માટે રાહ જોવી પડે છે. આ જ કારણ છે કે દિલીપ જોશી ગુસ્સે થયા અને ઇન્સ્ટાગ્રામ પર રાજને અનફોલોવ કર્યા ના અહેવાલ આવ્યા હતા.
આ બાબતે સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ બાદ દિલીપ જોશીએ વિષય પર મૌન તોડ્યું છે. દિલીપ જોશીએ આ વિષય પર વાત કરતા જણાવ્યું હતું કે છેવટે આખી ઘટના શું છે. શું ખરેખર બંને વચ્ચે કોઈ વિવાદ છે કે કેમ.
જેઠાલાલે વિવાદ પર તોડ્યું મૌન
એક અહેવાલ અનુસાર શોમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીને સોશિયલ મીડિયા પર આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે સમગ્ર વિવાદનું ખંડન કર્યું છે. અને કહ્યું કે “આ બધી બકવાસ વાતો છે, કોણ આ ખોટી વાર્તાઓ બનાવી રહ્યું છે?”
શૈલેશ લોઢા સાથેના મતભેદના પણ અહેવાલ
જોવા જઇએ તો અભિનેતાઓ વિશે હંમેશા વિવાદના સમાચાર આવતા રહ્યા છે, અને જ્યારે પણ તેમને આ વિશે પૂછવામાં આવે છે ત્યારે ત્યારે કોઈ અભિનેતા વિવાદને લઈને સહમત નથી થતા. હંમેશા વિવાદની વાતોનું ખંડન જ કરતા રહ્યા છે. અને લોકો તેમની વાતો પર વિશ્વાસ કરી લે છે. તમને જણાવી દઈએ કે દિલીપ જોશીના શૈલેશ લોઢા સાથેના મતભેદ પર પણ અહેવાલ આવ્યા હતા. અને તારક મેહતાનું પાત્ર ભજવતા શૈલેશે તેના પર સફાઈ આપી હતી.
ત્યારે શૈલેશે જેઠાલાલ એટલે કે દિલીપને પોતાના સારા મિત્ર કહ્યા હતા અને બાદમાં સમાચારો પણ વિરામ આવ્યો હતો. હમણાં આ શો મુંબઈની બહાર શૂટ થઇ રહ્યો છે, જેમાં કલાકારો રિસોર્ટમાં સમય વિતાવી રહ્યા છે. હમણા શો પર જેઠાલાલ, બાઘા, પોપટલાલ અને બાપુજી જ જોવા મળે છે.
આ પણ વાંચો: World No Tobacco Day 2021: શું ધુમ્રપાન અને તમાકુના સેવનથી વધી શકે છે કોરોનાનું જોખમ?