AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bell Bottom Collection Day 3: અક્ષયના જીવમાં જીવ આવ્યો! ત્રીજા દિવસે ફિલ્મે કમાયા આટલા કરોડ

અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમનો જાદુ સિનેમાઘરોમાં ચાલવા લાગ્યો છે. તેની ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ધીમે ધીમે વધી રહ્યું છે.

Bell Bottom Collection Day 3: અક્ષયના જીવમાં જીવ આવ્યો! ત્રીજા દિવસે ફિલ્મે કમાયા આટલા કરોડ
What is the Bell bottom box office collection for day 3
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 9:27 AM
Share

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ છે. લાંબા સમય બાદ થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મનો જાદુ લોકો પર કામ કરી શક્યો નથી. સારા રિવ્યુ હોવા છતાં, ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન કંઈ ખાસ કરી રહ્યું નહોતું. પરંતુ હવે સપ્તાહના અંતે બોક્સ ઓફિસ કલેક્શન વધ્યું છે. જે બાદ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન હજુ વધવાની આશા છે.

ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન રહ્યું ફિક્કું

બેલ બોટમે પહેલા દિવસે લગભગ 3 કરોડ, બીજા દિવસે 2.50 કરોડનો બિઝનેસ કર્યો હતો, હવે ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન બહાર આવ્યું છે. ફિલ્મને દિલ્હી-એનસીઆર, બેંગ્લોર અને કોલકાતામાં ગ્રોથ મળ્યો છે. જેના કારણે તેનું બોક્સ ઓફિસ કલેક્શન સુધર્યું છે.

ત્રીજા દિવસે બોક્સ ઓફિસ કલેક્શન

રિપોર્ટ અનુસાર, અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમે લગભગ 3.25 કરોડનો બિઝનેસ કર્યો છે. જે બાદ અત્યાર સુધીમાં કુલ રકમ લગભગ 8.75 કરોડ થઈ ગઈ છે. આજે રક્ષાબંધન નિમિત્તે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન હજુ વધી શકે એમ છે. લોંગ વિકેન્ડમાં બેલ બોટમનો લાભ મળવાનું શરૂ થઈ રહ્યું છે.

રક્ષાબંધનથી બેલ બોટમનો કેટલો ફાયદો થયો છે, તે તો આવતી કાલે આવતા બોક્સ ઓફિસ કલેક્શન પરથી જ ખબર પડશે. જોકે ચોથા દિવસે જ બોક્સ ઓફિસ કલેક્શન વધવાની ધારણા છે.

ઓનલાઇન લીક

અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ થિયેટરોમાં રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ ઓનલાઈન લીક થઈ હતી. લોકોએ તેને HD માં ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું. જેણે ચોક્કસપણે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને અસર કરી છે. ઘણા રાજ્યોમાં હજુ પણ થિયેટરો ખોલવાની મંજૂરી નથી, જેના કારણે લોકો તેને ડાઉનલોડ કરીને ઓનલાઈન જોઈ રહ્યા છે.

એક હાઇજેકિંગની વાર્તા છે ફિલ્મ

ફિલ્મની વાત કરીએ તો તે એક હાઇજેકિંગની વાર્તા છે. જેમાં આતંકીઓએ એક ફ્લાઇટને હાઇજેક કરી હતી. તે પછી અક્ષય કુમાર મુસાફરોને બચાવવા અને આતંકવાદીઓને પકડવા માટે તેમની ટીમ લઈ જાય છે. ફિલ્મમાં અક્ષય સાથે લારા દત્તા, હુમા કુરેશી અને વાણી કપૂર મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. લારા દત્તાએ ફિલ્મમાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. ટ્રેલર જોયા બાદ લોકો લારા દત્તાને ઓળખી શક્યા નહોતા.

આ પણ વાંચો: Birthday Special: નાગિન 3 ની આ અભિનેત્રીને ઘણી વખત પ્રેમમાં મળ્યો દગો, જાણો કોની સાથે જોડાયું હતું નામ

આ પણ વાંચો: કપિલ શર્મા શોના પહેલા એપિસોડમાં જ ધબડકો, કૃષ્ણા અભિષેકે કહ્યું કંઈક એવું કે ભડકી શકે છે વિવાદ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">