વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેના ખુલશે અનેક રહસ્યો, કોફી વિથ કરણનો આ એપિસોડ હશે રસપ્રદ

TV9 GUJARATI

|

Updated on: Jul 26, 2022 | 1:54 PM

વિજય દેવેરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડેની (Ananya Panday) ફિલ્મ લાઈગર બહુ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના રિલીઝ પહેલા વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે કોફી વિથ કરણ સીઝન 7 નો ભાગ બન્યા હતા.

વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેના ખુલશે અનેક રહસ્યો, કોફી વિથ કરણનો આ એપિસોડ હશે રસપ્રદ
vijay-and-ananya-in-koffee-with-karan
Image Credit source: Twitter

Follow us on

કોફી વિથ કરણ સીઝન 7નો (Koffee With Karan) અપકમિંગ એટલે કે ચોથો એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાનો છે. કારણ કે કરણ જોહરના આ ચેટ શોમાં આ વખતે આ જોડી કાઉચ પર બેસવાની છે, જેને મોટા પડદા પર જોવા માટે દર્શકો એક્સાઈટેડ છે.આ જોડી છે વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડેની (Ananya Panday). વિજય દેવેરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના રિલીઝ પહેલા વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે કોફી વિથ કરણ સીઝન 7 નો ભાગ બન્યા હતા. બંને પહેલીવાર કરણ જોહરના ચેટ શોમાં સામેલ થયા છે.

શોના પ્રોમો વીડિયોમાં જોઈ શકશો કે કરણ જોહર વિજય દેવેરકોંડા અને અનન્યા પાંડેનું ખૂબ જ મસ્તીભર્યા અંદાજમાં સ્વાગત કરે છે. આ દરમિયાન વિજય દેવરકોંડાને કરણ જોહરે પૂછ્યું કે શું તમને ચીઝ ગમે છે? આના પર શરમાતા વિજય દેવરકોંડા કહે છે કે આ જોઈને મને ડર લાગે છે કે આ સિઝન ક્યાં જઈ રહી છે. આ પછી સારા અને જ્હાન્વી કપૂરના એપિસોડની એક ક્લિપ ચલાવવામાં આવે છે, જેમાં તે બંને વિજય દેવરકોંડા વિશે વાત કરી રહ્યાં છે.

આ પણ વાંચો

વિજય દેવરકોંડા પછી કરણ જોહરે એક રહસ્ય જાહેર કર્યું, જે અનન્યા પાંડે સાથે જોડાયેલું છે. કરણ જોહર કહે છે કે મેં મારી એક પાર્ટીમાં જોયું હતું… આ દરમિયાન અનન્યા કરણ જોહરને કંઈપણ કહેવાની ના પાડવા લાગે છે. આ પછી કરણ જોહર અનન્યાને પૂછે છે કે તારી અને આદિત્ય રોય કપૂર વચ્ચે શું ચાલી રહ્યું છે? અનન્યા વિશે બહાર આવેલી આ વાત સાંભળીને વિજય હેરાન જાય છે અને અનન્યા બોલતી બંધ થઈ જાય છે.

અહીં જુઓ વિજય અને અનન્યાના કોફી વિથ કરણનો પ્રોમો વીડિયો

વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે વાળો કોફી વિથ કરણનો આ એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાનો છે. આ એપિસોડમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેના ઘણા રહસ્યો ખુલશે. પ્રોમો વીડિયોમાં એક સમયે તમે કરણ જોહર વિજયને પૂછતા પણ સાંભળશો કે શું તેણે ક્યારેય થ્રીસમ કર્યું છે. આના પર વિજય દેવરાકોંડા કહે છે – ના પરંતુ જો ભવિષ્યમાં આવું થાય તો તેને કોઈ સમસ્યા નથી. કોફી વિથ કરણનો આ એપિસોડ ગુરુવારે ડિઝની પ્લસ હોટસ્ટાર પર ઓન એર થશે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati