AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘી જ્વેલરી, આઇફોનથી લઈને લક્ઝરી ગિફ્ટ્સ સુધી, કોફી વિથ કરણના હેમ્પરમાં આવે છે આ આઈટમ

કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં (Koffee With Karan) ગેસ્ટને આપવામાં આવેલ ગિફ્ટ હેમ્પર ખૂબ જ મોંઘું છે. તેમાં ઘણી મોંઘી આઈટમ છે. આ શોમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લે છે અને તેના વિશે ઘણી બાબતો ફેન્સને જાણવા મળે છે.

મોંઘી જ્વેલરી, આઇફોનથી લઈને લક્ઝરી ગિફ્ટ્સ સુધી, કોફી વિથ કરણના હેમ્પરમાં આવે છે આ આઈટમ
KWK Gift
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 1:18 PM
Share

કરણ જોહરનો (Karan Johar) શો ‘કોફી વિથ કરણ’ ખૂબ જ ચર્ચામાં રહે છે અને પસંદ પણ કરવામાં આવે છે. આ સિનેમા જગતની મોટી મોટી હસ્તીઓ અહીં પહોંચે છે. અત્યારે ‘કોફી વિથ કરણ’ની (Koffee With Karan) 7મી સીઝન ચાલી રહી છે. આ સિઝનના અત્યાર સુધીમાં 3 એપિસોડ આવી ચૂક્યા છે. પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટે હાજરી આપી હતી. બીજા એપિસોડમાં સારા અલી ખાન અને જ્ન્હાવી કપૂર આવી હતી. હાલમાં ત્રીજા અને લેટેસ્ટ એપિસોડમાં અક્ષય કુમાર સાથે સામંથા રૂથ પ્રભુ જોવા મળી હતી. કરણ જોહર સેલિબ્રિટીઓને જે પ્રશ્નો પૂછે છે, સ્ટાર્સ જે જવાબો આપે છે તે અંગે ઘણી ચર્ચા થાય છે. એક્ટર અને એક્ટ્રેસના ઘણા ખુલાસા આ શોના માધ્યમથી જાણવા મળે છે. ક્યારેક તેમના પર વિવાદ પણ થાય છે.

ગિફ્ટ હેમ્પર વિશે લોકોમાં ઉત્સુકતા

આ શોમાં જે મહેમાનને ગિફ્ટ હેમ્પર આપવામાં આવે છે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. શોનો રેપિડ ફાયર સેગમેન્ટ દરેકની મનપસંદ છે, જેમાં જીતીને ગિફ્ટ હેમ્પર આપવામાં આવે છે. તેમાં શું છે લોકો તે જાણવા માટે ઉત્સુક રહે છે તેમાં શું હોય છે. આ ગિફ્ટ હેમ્પર્સ ખૂબ ખર્ચાળ હોય છે અને તેમાં ઘણી મોંઘી આઈટમ હોય છે.

ગિફ્ટ હેમ્પરમાં છે આ વસ્તુઓ:

Tyaani જ્વેલરી

આ પણ વાંચો

iPhone

iPad

સ્પીકર

કોફી મશીન

Jo Malone કેંડલ્સ

AJIO લક્ઝરી ગિફ્ટ્સ

આમિર ખાન બનશે આ શોનો ભાગ

આ શોની શરૂઆત ટેલિવિઝન પર 19 નવેમ્બર 2004ના રોજ થઈ હતી. ત્યારથી અત્યાર સુધી તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. ફેન્સ રાહ જોવે છે કે ક્યારે આ સિઝનમાં આમિર ખાન અને શાહરૂખ ખાન આવશે. હાલમાં જ કરણ જોહરે પુષ્ટિ કરી હતી કે આમિર ખાન કોફી વિથ કરણ 7ની શોભા વધારશે. પરંતુ શાહરૂખ આ સિઝનથી દૂર રહેશે.

આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે શાહરૂખ ‘પઠાન’ દરમિયાન વિસ્ફોટ કરશે, તેથી હું જાણું છું કે તે અત્યારે કોઈ મીડિયાનો સામનો કરી રહ્યો નથી અને તે તેના માટે સારો નિર્ણય છે કારણ કે જ્યારે પઠાન આવશે ત્યારે બોક્સ ઓફિસ પર સુનામી આવશે. સલમાન ખાન પણ આ સીઝનનો ભાગ બની શકશે નહી. શાહરૂખની પત્ની ગૌરી ખાન આ સિઝનમાં જોવા મળી શકે છે અને તે પોતાના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસ પર પણ વાત કરી શકે છે.

Follow Us
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
g clip-path="url(#clip0_868_265)">