બલૂચિસ્તાનના આ બાળકે એવો કર્યો ડાન્સ કે ટાઈગર શ્રોફે મળવા માટે ઈચ્છા વ્યક્ત કરી

બલૂચિસ્તાનના આ બાળકે એવો કર્યો ડાન્સ કે ટાઈગર શ્રોફે મળવા માટે ઈચ્છા વ્યક્ત કરી
Tiger Shroff (File Photo)

ટાઈગર શ્રોફના (Tiger Shroff) પણ વખાણ કરવા પડશે, તેણે નાના બાળકની ઈચ્છા જાણતા જ તેને પ્રોત્સાહિત કરવા માટે ટ્વીટ કર્યું હતું. આશા છે કે, આ બાળક જે રીતે વિચારી રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

May 25, 2022 | 2:48 PM

સોશિયલ મીડિયાની (Social Media) દુનિયાના ઘણા ફાયદા છે. આજના યુગમાં જો તમારી પાસે ટેલેન્ટ છે તો તમે સોશિયલ મીડિયા દ્વારા દુનિયાના ખૂણે-ખૂણે પહોંચી શકો છો. એટલું જ નહીં ઈન્ટરનેટના કારણે તમારી વાત કોઈ પણ વ્યક્તિ સુધી પળવારમાં પહોંચાડવી પણ શક્ય બની ગઈ છે. જેમ કે તાજેતરમાં બલૂચિસ્તાનના (Balochistan) એક બાળકે ટાઈગર શ્રોફનું ધ્યાન ખેંચ્યું. તેને પોતાના ડાન્સથી ટાઈગર શ્રોફને ખુશ કર્યો છે.

બલૂચિસ્તાનનો બાળક ટાઈગરનો ફેન છે

નાના બાળકો તેમના ડાન્સ સાથે અદ્ભુત વસ્તુ કરી શકે છે. જો તમારે આનું જીવંત ઉદાહરણ જોવું હોય, તો બલૂચિસ્તાનના રહેવાસી 10 વર્ષના સુભાન સોહેલને મળો. નાની ઉંમરે સુભાને પોતાના બ્રેક ડાન્સથી વડીલોને પ્રભાવિત કર્યા છે. પોતાના ડાન્સથી બધાને પ્રભાવિત કરનાર સુભાન ટાઈગર શ્રોફનો ઘણો મોટો ફેન છે.

કદાચ સુભાનને ખ્યાલ નહીં હોય કે તે જે સ્ટારને પોતાના આઈડલ માને છે. તે વિડીયો જોતા તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરશે. પત્રકારના ટ્વિટ બાદ ટાઈગર શ્રોફે સુભાનના ડાન્સની પ્રશંસા કરી અને તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. સુભાન ભલે પૈસાથી અમીર ન હોય, પરંતુ ટેલેન્ટની બાબતમાં તે કોઈથી ઓછો નથી.

ટાઈગર શ્રોફે, જેને નાના બાળકની ઈચ્છા જાણતા જ તેને પ્રોત્સાહિત કરવા માટે ટ્વીટ કર્યું હતું. આશા છે કે, આ બાળક જે રીતે વિચારી રહ્યો છે, તે પછીથી પણ તે જ કરી શકે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ બાળકે સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સથી પોતાના ફેવરિટ સ્ટારનું ધ્યાન ખેંચ્યું હોય. પડોશી દેશના રહેવાસી સુભાન પહેલા પણ આવી અનેક વાતો સામે આવી ચૂકી છે. વાત પૂરી કરતી વખતે એક વાત કહેવાની રહેશે કે એ જ દિલને તમે કેટલી વાર જીતી શકશો.

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો ત્રણ સફળ સિઝન પછી, ટાઇગર શ્રોફ ફરીથી બાગીની ચોથી સિઝનમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક્શન ફિલ્મ પણ પ્રથમ 3 સિઝનની જેમ સાજિદ નડિયાદવાલા દ્વારા બનાવવામાં આવશે અને પ્રખ્યાત કોરિયોગ્રાફર અહેમદ ખાન આ ફિલ્મનું નિર્દેશન કરશે. અહેમદ ખાને બાગી ફિલ્મની બીજી અને ત્રીજી સિઝન પણ ડિરેક્ટ કરી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati