આ ફિલ્મો અને વેબ સિરીઝથી પોતાના ન્યૂ યરને બનાવો ખાસ, ઘરે બેઠા OTT પર માણો મજા
New OTT Release : આજે તમને કેટલીક નવી ફિલ્મો અને વેબ સિરીઝ (Movies And Web Series) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે નવા વર્ષ પર ઘરે બેસીને એન્જોય કરી શકો છો. અમે તમારા માટે કેટલીક નવી મૂવીઝ અને વેબ સીરિઝનું લિસ્ટ લઈને આવ્યા છીએ જે તમે ઓટીટી પ્લેટફોર્મ પર એન્જોય કરી શકો છો.
હવે થોડા જ દિવસોમાં વર્ષ 2023ની શરૂઆત થશે. દર વર્ષની જેમ આ વખતે પણ લોકો ક્રિસમસ પછી નવા વર્ષના સેલિબ્રેશનની તૈયારીઓમાં બિઝી જોવા મળે છે. દરેક લોકો પોતપોતાની રીતે નવા વર્ષનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યો છે. નવા વર્ષે ઘણા લોકો નવી જગ્યાઓ પર ફરવા જશે અને ઘણાં લોકો નવી ફિલ્મો જોવાનું પ્લાન કરતા હશે તો એવા ઘણા લોકો હશે જેઓ આ ખાસ દિવસ ઘરે પણ સેલિબ્રેટ કરશે.
જો તમે પણ નવા વર્ષનું સેલિબ્રેશન ઘરે કરી રહ્યા છો તો આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે અમે તમારા માટે કેટલીક નવી મૂવીઝ અને વેબ સીરિઝનું લિસ્ટ લઈને આવ્યા છીએ, જેને તમે ઘરે બેસીને ઓટીટી પ્લેટફોર્મ પર એન્જોય કરી શકો છો.
વીર દાસ: લેન્ડિંગ (Vir Das: Lading)
આ લિસ્ટમાં પહેલું નામ કોમેડિયન વીર દાસની સિરીઝ ‘વીર દાસ: લેન્ડિંગ’નું છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર અંગ્રેજી ભાષામાં 26 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી છે.
ટ્રીસન (Treason)
બીજું નામ નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ટ્રીસન’ છે. 26 ડિસેમ્બરે આ વેબ સિરીઝ પણ સ્ટ્રીમ કરવામાં આવી છે. નવા વર્ષ પર આ અંગ્રેજી સિરીઝનો આનંદ પણ લઈ શકો છો.
7 વુમેન એન્ડ અ મર્ડર (7 Women And A Murder)
જો તમે કંઈક થ્રિલર જોવાના મૂડમાં હોવ તો તમે મિસ્ટ્રી ક્રાઈમ ફિલ્મ ‘7 વુમન એન્ડ અ મર્ડર’ પણ જોઈ શકો છો. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર 28 ડિસેમ્બરથી જોઈ શકશો. આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ જોવા મળશે.
સ્ટક વિથ યૂ (Stuck With You)
આ ફિલ્મ 28 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. તમે તેને તમારા ન્યૂ યરની વોચલિસ્ટમાં સામેલ કરી શકો છો.
લવ ઈઝ બ્લાઈન્ડ: બ્રાઝિલ સીઝન 2 (Love Is Blind: Brazil Season 2)
લિસ્ટમાં આગળનું નામ છે ‘લવ ઈઝ બ્લાઈન્ડઃ બ્રાઝિલ સિઝન 2’, 28 ડિસેમ્બરથી અંગ્રેજી ભાષાની આ વેબ સિરીઝ તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
રાઈઝ ઓફ એમ્પાયર્સઃ ઓટ્ટોમન સીઝન 2 (Rise Of Empires: Ottoman Season)
રાઈઝ ઓફ એમ્પાયર્સઃ ઓટ્ટોમન સીઝન 2 (Rise Of Empires: Ottoman Season) વેબ સિરીઝ 29 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે.
આર યા પાર (Aar Ya Paar)
‘આર યા પાર’ (Aar Ya Paar) વેબ સિરીઝ છે, જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર 30 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.
વ્હાઈટ ન્વોઈઝ (White Noise)
ન્યૂ યર પર તમે નેટફ્લિક્સ પર અંગ્રેજી ભાષાની ફિલ્મ ‘વ્હાઈટ ન્વોઈઝ’ જોઈ શકો છો, જે 30 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.
ધ ગ્લોરી (The Glory)
આ લિસ્ટમાં વેબ સિરીઝ ‘ધ ગ્લોરી’ છે, જે 30 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે.
લીવ ટુ લીડ (Live To Lead)
તમે તમારા ન્યૂ યરની વોચલિસ્ટમાં અંગ્રેજી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘લીવ ટુ લીડ’નો પણ સામેલ કરી શકો છો. તે 30 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.