ઓસ્કાર માટે સિલેક્ટ થયેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ક્યારે અને કયા OTT પર રિલીઝ થશે? જાણો

Chhello Show OTT Release: ભારત તરફથી ઓસ્કાર માટે મોકલવામાં આવેલી ફિલ્મ 'છેલ્લો શો' (Film Chhello Show) ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. 25 નવેમ્બરથી નેટફ્લિક્સના યુઝર્સ આ ફિલ્મને જોઈ શકશે.

ઓસ્કાર માટે સિલેક્ટ થયેલી ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ક્યારે અને કયા OTT પર રિલીઝ થશે? જાણો
Chhello-Show
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 5:40 PM

Chhello Show OTT Release Date : ઓસ્કારમાં ભારત તરફથી આ વર્ષે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો‘ને ઓફિશિયલ રીતે મોકલવામાં આવી છે. 95મા ઓસ્કાર માટે મોકલવામાં આવી ત્યારથી આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ ફિલ્મ જોવા ઈચ્છુક લોકો માટે સારા સમાચાર છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. 25 નવેમ્બરથી નેટફ્લિક્સના યુઝર્સ આ ફિલ્મને જોઈ શકશે.

તમને જણાવી દઈએ કે અંગ્રેજીમાં લાસ્ટ ફિલ્મ શો નામની ગુજરાતી ભાષાની આ ફિલ્મ આ વર્ષે 14 ઓક્ટોબરે ભારતીય થિયેટરોમાં રિલીઝ થઈ હતી. નિર્દેશક  પેન નલિનના બાળપણના સંસ્મરણો પર આધારિત આ ફિલ્મે ઘણા બધાને પ્રભાવિત કર્યા છે. તેનું લેખન પણ પૈન નલિન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ નવ વર્ષના છોકરાની વાર્તા કહે છે. તે તેના 35 એમએમ સપનાની શોધમાં આકાશ અને પાતાળને એક કરે છે અને તેને ખબર નથી કે તેને કઈ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે.

જાણો નિર્દેશકે શું કહ્યું?

નિર્દેશક પૈન નલિને કહ્યું કે તેઓ નેટફ્લિક્સ સાથે સહયોગ કરીને ખુશ છે. તેને કહ્યું કે આનાથી ફિલ્મને વધુ દર્શકો સુધી લઈ જવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને હાલમાં જ લોસ એન્જલસમાં આયોજિત એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ જૂનમાં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ફિલ્મમાં કોણ કોણ છે?

નલિન દ્વારા નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ભાવિન રબારીએ સમય નામનું પાત્ર ભજવ્યું છે. તેના સિવાય ભાવેશ શ્રીમાળીએ ફઝલ, ઋચા મીનાએ બા એટલે કે સમયની માતાનું પાત્ર ભજવ્યું છે, દીપેન રાવલે બાપુજી એટલે કે સમયના પિતાનું પાત્ર ભજવ્યું છે અને પરેશ મહેતાએ સિનેમા મેનેજરની ભૂમિકા ભજવી છે.

અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર…

નિર્દોષ બાળકની ઈમાનદારી અને મુશ્કેલીઓ પર ફિલ્મની સ્ટોરી

ફિલ્મમાં આ 9 વર્ષના બાળકની ઈમાનદારી પણ નિર્દોષ ચહેરા સાથે દર્શાવવામાં આવી છે. તમામ મુશ્કેલીઓ આવવા છતાં પણ બાળક પોતાનું સપનું પૂરું કરવામાં પાછળ પડતું નથી. ફિલ્મ પર નિર્દેશક પેન નલિન કહે છે “ફિલ્મ મારા પોતાના જીવનથી પ્રેરિત છે અને કેવી રીતે સિનેમાએ તેને સુંદર, અપ્રત્યાશિત અને ઉત્થાન રીતે પરિવર્તિત કર્યું છે. મેં તેને મોબાઈલ ફોન, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અથવા ફિલ્મ સ્કૂલના આગમન પહેલાના સમયમાં સેટ કર્યું હતું. પૂર્વી ટાઈમની વાર્તા કહેવાના અને સિનેમેટિક નિર્માણના અજોડ આનંદને દર્શાવે કરે છે. આજે ટ્રેલર સાથે, લોકોને અમારા લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)ની દુનિયાની ઊંડી ઝલક જોવા મળશે!”

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">