Money Heist 5 : જાણો ક્રાઇમ થ્રિલર ડ્રામા ‘મની હાઇસ્ટ’ની હમણાં સુધીની તમામ સિઝનની કહાની

મની હાઇસ્ટ હમણા સુધીની સૌથી લોકપ્રિય બીજી નોન-ઇંગ્લિશ સીરિઝ છે. મની હાઇસ્ટની આ છેલ્લી સિઝન દર્શકો વચ્ચે 2 પાર્ટમાં રીલિઝ કરવામાં આવશે.

Money Heist 5 : જાણો ક્રાઇમ થ્રિલર ડ્રામા 'મની હાઇસ્ટ'ની હમણાં સુધીની તમામ સિઝનની કહાની
know the story of all the seasons so far

મની હાઇસ્ટ 5 (Money Heist 5) ને લઇને તેના ફેન્સ વચ્ચે ભારે ઉત્સુક્તાનો માહોલ છે. ફેન્સની નજર ટ્રેલર રીલિઝ થયા બાદથી જ એ વાત પર ટકી ગઇ હતી કે આ સીરિઝની સીઝન 5 ક્યારે જોવા મળશે. તમને જણાવી દઇએ કે મની હાઇસ્ટ આજે એટલે કે 3 સપ્ટેમ્બર 2021 ના રોજ રીલિઝ થનાર છે.

Money Heist ની સિઝન 5 આજે Netflix પર રીલિઝ થશે. તમને જણાવી દઇએ કે મની હાઇસ્ટ હમણા સુધીની સૌથી લોકપ્રિય બીજી નોન-ઇંગ્લિશ સીરિઝ છે. મની હાઇસ્ટની આ છેલ્લી સિઝન દર્શકો વચ્ચે 2 પાર્ટમાં રીલિઝ કરવામાં આવશે. તેવામાં આજે અમે તમને મની હાઇસ્ટના હમણા સુધીના એપિસોડની વાર્તા જણાવીશું જે કદાચ તમે હમણા સુધીમાં ભૂલી ગયા હોય.

Money Heist 1

આ ફેમસ સિઝનમાં તમે જોયુ કે માસ્ક પહેરેલા 8 ચોર સ્પેનના શાહી રૉયલ મિંટ ઓફ સ્પેન (Royal Mint Of Spain) માં પોતાને બંધ કરી લે છે. આ સમગ્ર ઘટનામાં તેમનો માસ્ટર માઇન્ડ પ્રોફેસર પોલીસને ચક્મો આપીને પૈસા લૂંટવામાં પોતાના સાથીઓની મદદ કરે છે. ભાગની શરૂઆત ટોક્યો નામની એક મહિલાના નેરેશન સાથે થાય છે.

આ વાર્તાના હિરો છે પ્રોફેસર અને 8 લૂંટારુઓ. આ તમામના નામ અલગ અલગ રાખવામાં આવ્યા હોય છે. આ ચોરી વખતે પ્રોફેસર કેટલાક નિયમો જણાવે છે જેની મદદથી તેઓ કોઇને પણ નુક્સાન પહોંચાડ્યા વિના ચોરી પૂરી કરે છે. ચોરી દરમિયાન લૂંટારુઓ એક બીજા સાથે પ્રેમ નથી કરી શકતા. આ પહેલી સિઝનને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી

Money Heist 2

બીજી સીઝનની વાત કરીએ તો, સ્પેનિશ ડ્રામા શ્રેણી મની હાઇસ્ટના ભાગ 2 માં, ટંકશાળની અંદર ફસાયેલા લૂંટારાઓ પ્રોફેસરના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે. કારણ કે આ લૂંટમાં તેમને બંધકોના વિરોધનો સામનો કરવો પડે છે. ટોક્યો વોઇસ-ઓવર દ્વારા પ્રેક્ષકોને આ સમગ્ર ઘટના વિશે માહિતગાર કરે છે.

જ્યારે પોલીસ પ્રોફેસરને ઓળખવાની નજીક જ હોય છે, ત્યારે મિન્ટ ટીમમાં સંકલનનો અભાવ વિરોધ તરફ દોરી જાય છે અને એક લૂંટારો પોલીસ દ્વારા પકડાઇ જાય છે. માત્ર એટલુ જ નહીં, શોમાં રકેલની એન્ટ્રી પણ ભાગ 2 માં કરવામાં આવી છે. જ્યારે ચોરીના લગભગ એક વર્ષ પછી, રકેલ તેની નોકરી છોડીને, પ્રોફેસર દ્વારા છોડવામાં આવેલા પોસ્ટકાર્ડના આધારે તેની મુલાકાત લે છે. આ શ્રેણીના ત્રીજા ભાગ માટે વાર્તા છોડી દેવામાં આવી હતી.

Money Heist 3

મની હાઇસ્ટ ભાગ 3 ખૂબ પ્રખ્યાત હતો, આ શ્રેણીમાં પણ તે જ વાર્તા આગળ ધપાવી હતી કે કેવી રીતે બધા લૂંટારાઓ એકબીજાથી દૂર અલગ અલગ જગ્યાએ તેમના જીવનનો આનંદ માણતા જોવા મળે છે. જો કે, ઇન્ટરપોલ ર્યોને ઇન્ટરસેપ્ટેડ ફોનથી પકડી લે છે અને પ્રોફેસર તેના સાથીને બચાવવાની યોજના ઘડે છે. રિયોને બચાવવા માટે, પ્રોફેસર અને તેમની ટીમ ફરી એક થઈ છે.

આ વખતે બેંક ઓફ સ્પેન એક હિંમતવાન અને ખતરનાક નવી યોજના સાથે તેના નિશાના પર છે. ભાગ 3 માં બર્લિનમાં પ્રોફેસર અને તેના ભાઈના ઘણા ફ્લેશબેક દ્રશ્યો છે જ્યાં તેઓ લૂંટની યોજના બનાવતા જોવા મળે છે. ભાગ 3 ની વિશેષતા એ હતી કે અંતે લિસ્બન પોતાને પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કરે છે. ટોક્યો કહે છે કે પ્રોફેસર હવે પોતાની જાળમાં ફસાઈ ગયા છે અને સાચા યુદ્ધની શરૂઆત થઈ છે.

Money Heist 4

હવે વાત કરીએ શ્રેણીના છેલ્લા ભાગની એટલે કે ચોથા ભાગની. પ્રોફેસરની યોજના મની લૂંટના ભાગ 4 માં શરૂ થાય છે. ત્યારે ઘણા લોકોના જીવન દાવ પર છે. આ વખતે પ્રોફેસરના લૂંટારાઓએ બેંક ઓફ સ્પેનની અંદર અને બહાર દુશ્મનોનો સામનો કરવો પડશે. ભાગ 4 ની શરૂઆતમાં પ્રોફેસર વિચારે છે કે લિસ્બનની હત્યા કરવામાં આવી છે.

બીજી બાજુ, રિયો અને ટોક્યો ગુસ્સામાં આર્મી ટેન્કોને ઉડાવી દે છે અને નૈરોબી પણ આ સિઝનમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડતા જોવા મળે છે. પ્રોફેસરની ગેંગ માટે આ સૌથી મુશ્કેલ સમય છે. હવે પ્રેક્ષકોને ભાગ 5 માં ખબર પડશે કે આ હાઇસ્ટ કેવી રીતે પૂર્ણ થાય છે.

આ પણ વાંચો –

લો બોલો , ઈલેક્ટ્રિક વાયરમાં ફસાયેલા પક્ષીનું હેલિકોપ્ટરની મદદથી કરાયું રેસક્યૂ ! વીડિયો જોઈને લોકોએ કહ્યું “માનવતા હજુ જીવંત છે”

Click on your DTH Provider to Add TV9 Gujarati