લો બોલો , ઈલેક્ટ્રિક વાયરમાં ફસાયેલા પક્ષીનું હેલિકોપ્ટરની મદદથી કરાયું રેસક્યૂ ! વીડિયો જોઈને લોકોએ કહ્યું “માનવતા હજુ જીવંત છે”

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social media)પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈલેક્ટ્રિક વાયરમાં ફસાયેલા પક્ષીનું હેલિકોપ્ટરની મદદથી રેસક્યૂ (Rascue) કરવામાં આવે છે.

લો બોલો , ઈલેક્ટ્રિક વાયરમાં ફસાયેલા પક્ષીનું હેલિકોપ્ટરની મદદથી કરાયું રેસક્યૂ ! વીડિયો જોઈને લોકોએ કહ્યું માનવતા હજુ જીવંત છે
bird stuck to electric wire rescue by helicopter

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં એક પક્ષીના રેસક્યૂનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ હેલિકોપ્ટરની મદદથી વાયરમાં ફસાયેલા પક્ષીને બચાવી (Bird Rescue) રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક પક્ષી ઈલેક્ટ્રિક વાયરમાં ફસાયેલું છે. ત્યારે એક વ્યક્તિ હેલિકોપ્ટરની મદદથી આ પક્ષીનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Scoial Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, લોકો આ વ્યક્તિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

વીડિયો જોઈને લોકોએ કહ્યુ “માનવતા હજુ જીવંત છે”

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર jatt_gallery નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આ સાથે કેપ્શનમાં લખ્યુ છે કે,”સુરતમાં ઈલેક્ટ્રિક વાયરમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે જૈન સમાજ દ્વારા હેલિકોપ્ટરની(Plane)  મદદ લેવામાં આવી હતી.”

લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, “માનવતા હજુ જીવંત છે.”જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ આ વીડિયોની પ્રશંશા કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video: આગ લાગતા મચી અફરાતફરી અને વચ્ચે આ વ્યક્તિએ કર્યુ કઇંક એવુ કે લોકો તેના વખાણ કરવા લાગ્યા

આ પણ વાંચો:  સેનાના જવાન સાથે પોલીસ કર્મીઓએ કર્યુ અમાનવીય વર્તન, લોકોએ પુછ્યુ સામાન્ય માણસો સાથે તો શું થતું હશે ?

Click on your DTH Provider to Add TV9 Gujarati