Jaane Jaan Teaser Video: કરીના કપૂરની ઓટીટી ડેબ્યૂ ફિલ્મ ‘જાને જાન’નું ટીઝર આઉટ, સાથે જોવા મળશે વિજય વર્મા અને જયદીપ અહલાવત

Kareena Kapoor OTT Film: કરીના કપૂર (Kareena Kapoor) ફિલ્મ 'જાને જાન'થી ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મનું ફર્સ્ટ લૂક ટીઝર આઉટ કરવામાં આવ્યું છે જેમાં કરીનાના ફ્રેન્ડ વિજય વર્મા અને જયદીપ અહલાવત જોવા મળી રહ્યા છે. જાણો ફિલ્મ ક્યારે અને ક્યાં રિલીઝ થશે.

Jaane Jaan Teaser Video: કરીના કપૂરની ઓટીટી ડેબ્યૂ ફિલ્મ 'જાને જાન'નું ટીઝર આઉટ, સાથે જોવા મળશે વિજય વર્મા અને જયદીપ અહલાવત
Kareena Kapoor OTT FilmImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 8:42 PM

Kareena Kapoor OTT Film: કરીના કપૂર (Kareena Kapoor) તેની પહેલી ઓટીટી ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. ઘોષની ફિલ્મ ‘જાને જાન’નું ટીઝર આઉટ કરવામાં આવ્યું છે, જેમાં કરીના કપૂર, વિજય વર્મા અને જયદીપ અહલાવત જોવા મળી રહ્યા છે. નેટફ્લિક્સ પર આવી રહેલી આ ફિલ્મનું ટીઝર કરીના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ પહેલા કરીનાએ ગઈ કાલે આ ફિલ્મ વિશેનો એક વીડિયો પણ શેર કર્યો હતો.

ઓટીટી ફિલ્મ જાને જાનના ટીઝરમાં કરીના કપૂર સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ જોવા મળે છે. ટીઝરને શેર કરતા કરીનાએ લખ્યું છે કે, ‘જાને જાન અમારા પોતાના ‘જાને જાન’ એટલે કે કરીના કપૂરના જન્મદિવસ પર આવી રહી છે. એટલે કે 21 સપ્ટેમ્બરે કરીના કપૂરને તેની ઓટીટી ડેબ્યૂ ફિલ્મ સાથે એક મોટી ગિફ્ટ મળવા જઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 20-06-2024
Beautiful Mommy, દીપિકા પાદુકોણે પહેલીવાર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, જુઓ તસવીર
33 રૂપિયાની કિંમતનો આ શેર નીકળ્યો બાજીગર... કિંમત પહોંચી 500 રૂપિયા સુધી
SBI પાસેથી 5 વર્ષ માટે 5 લાખની કાર લોન લો તો EMI કેટલી હશે?
4G અને 5G માં G નો અર્થ શું છે? આજે જાણી લો
Raisins Benefit : પલાળીને કે સુકી, કિસમિસ કેવી રીતે ખાવી ફાયદાકારક છે?
View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

(VC: Kareena Kapoor Instagram)

કરીના કપૂરનો શાનદાર રોલ

ટીઝર જોઈને સ્ટોરી વિશે જાણવું મુશ્કેલ છે. ફિલ્મની સ્ટોરી એકદમ અલગ લાગે છે. ટીઝરમાં કરીના હાથમાં માઈક લઈને અંધારા રૂમમાં જૂનું ગીત ‘આ જાને જાન’ ગાતી જોવા મળે છે, જેને ફિલ્મનું ટાઈટલ ટ્રેક કહી શકાય. ટીઝરમાં જયદીપ અહલાવત એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યો છે. તેને જોઈને ઓળખવું પણ મુશ્કેલ છે. શાનદાર એક્ટર વિજય વર્મા જાને જાનમાં પોલીસકર્મીના રોલમાં હોઈ શકે છે. ટીઝરમાં વિજય વર્મા પોલીસની કારમાંથી બહાર નીકળતો જોવા મળે છે. પરંતુ તેને યુનિફોર્મ પહેર્યો ન હતો. કરીના વિજય વર્મા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

આ પણ વાંચો: પવિત્રા પુનિયાને મળ્યો એ ભિખારી જેને મોબાઈલ આપવાની આપી હતી પ્રોમિસ, પછી આગળ શું થયું, જુઓ Video

શું છે ફિલ્મ ‘જાને જાન’ની સ્ટોરી?

જાને જાન સુજોય ઘોષના ડાયરેક્શનમાં બની છે. ફિલ્મની વાર્તા એક જાપાની નવલકથા ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ પરથી લેવામાં આવી છે. જો રિપોર્ટનું માનીએ તો ફિલ્મમાં કરીના એક છૂટાછેડા લીધેલી સિંગલ મધરના રોલમાં જોવા મળી રહી છે જે અલગ થઈ ગયેલા પતિની હત્યાને છુપાવવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર મામલાની તપાસમાં જ સ્ટોરી આગળ વધે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા
વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા
સુરતમાં કોન્ટ્રાક્ટર અને આપના 2 કોર્પોરેટર આમને - સામને
સુરતમાં કોન્ટ્રાક્ટર અને આપના 2 કોર્પોરેટર આમને - સામને
ડાંગમાં પ્રકૃતિની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી
ડાંગમાં પ્રકૃતિની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">