AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પવિત્રા પુનિયાને મળ્યો એ ભિખારી જેને મોબાઈલ આપવાની આપી હતી પ્રોમિસ, પછી આગળ શું થયું, જુઓ Video

ટીવી એક્ટ્રેસ પવિત્રા પુનિયાનો (Pavitra Punia) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પવિત્રા પુનિયા એક ભિખારી સાથે વાત કરતી જોવા મળી રહી છે જેને તેણે કંઈક પ્રોમિસ આપી હતી. ઘણા દિવસો પછી ભિખારીને વચન યાદ આવ્યું અને પવિત્રા પણ એ વાત ભૂલી ન હતી.

પવિત્રા પુનિયાને મળ્યો એ ભિખારી જેને મોબાઈલ આપવાની આપી હતી પ્રોમિસ, પછી આગળ શું થયું, જુઓ Video
Pavitra Punia
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 6:32 PM
Share

ટીવી એક્ટ્રેસ પવિત્રા પુનિયા (Pavitra Punia) તેની ક્લાસિક સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. પવિત્રા તેની લવ લાઈફને કારણે પણ ચર્ચામાં છે. પવિત્રા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ પવિત્રાનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પવિત્રા એક ભિખારીને મળી રહી છે. જેને તેણે અગાઉ પ્રોમિસ આપી હતી. બંને ફરી વાર મળ્યા ત્યારે પ્રોમીસ યાદ અપાવી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ડેટ પર ગઈ હતી પવિત્રા

સામે આવેલ વીડિયોમાં પવિત્રા પુનિયા તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ એજાઝ ખાન સાથે સની વિલાની બહાર નીકળતી જોવા મળે છે. બંને ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહ્યા છે. જ્યારે પવિત્રાએ ડેનિમ્સ સાથે લૂઝ પોલો ટી-શર્ટ પહેર્યું હતું, તો એજાઝ ખાને તેના ટોન બોડીને ફ્લોન્ટ કરી રહ્યો હતો. તેને ડેનિમ સાથે ગ્રે બોડી ફીટ ટી-શર્ટ પહેર્યું હતું. ‘આખરી સચ’નું સ્ક્રિનિંગ પૂરું કરીને સની વિલામાંથી બહાર આવતા જ તેઓ એક ભિખારીને મળ્યા.

(VC: instantbollywood instagram)

પવિત્રાને ભિખારીએ અપાવી પ્રોમિસ

પવિત્રા પુનિયાએ એક ભિખારીને પ્રોમિસ આપી હતી કે તે તેને મોબાઈલ અપાવશે, પરંતુ તે તેના બિઝી શેડ્યૂલને કારણે કરી શકી નહીં. ભિખારી એક્ટ્રેસને મળ્યો અને યાદ અપાવ્યું કે એક્ટ્રેસે તેને મોબાઈલ આપવાની પ્રોમિસ આપી હતી. એક્ટ્રેસે કહ્યું, ‘હું તમને ક્યાં શોધું, હું મેરિયટમાં ન આવી શકી તેથી મોબાઈલ ન આપી શકી.’ તે ભિખારીને પૂછે છે, ‘હવે તમે ક્યાં રહો છો?’ જેના જવાબમાં ભિખારીએ કહ્યું, ‘હું અહીં છું, હવે મને મોબાઈલના પૈસા આપો, પછીની શું ખબર.’ આ પછી પવિત્રાએ કહ્યું, ‘હું તમને એક અઠવાડિયામાં મોબાઈલ અપાવી દઈશ.’ તેના જવાબમાં ભિખારીએ પણ પવિત્રાનું સરનામું પૂછ્યું. પવિત્રાએ કહ્યું, ‘તે મલાડમાં રહે છે અને તમે ત્યાં આવી શકશો નહીં.’ જવાબમાં ભિખારીએ કહ્યું, ‘હું મલાડ આવીશ.’

બોયફ્રેન્ડને કહી આખી વાત

એક્ટ્રેસને એજાઝ ખાન પૂછતા જોવા મળે છે કે મામલો શું છે, જેના પર એક્ટ્રેસે તેને આખો મામલો સમજાવ્યો. પવિત્રા કહે છે કે ત્યાં ગયા પછી હું તેને મોબાઈલ આપી શકી નથી. આ ઘટના જોઈને ત્યાં હાજર દરેક લોકો હસવાનું રોકી શક્યા નહીં. તમને જણાવી દઈએ કે આ માણસ ઘણીવાર સેલિબ્રિટીઓ પાસેથી ભીખ માંગતો જોવા મળે છે.

આ પણ વાંચો: Sara Ali Khan : મિત્રો સાથે ફિલ્મ જોવા ગયેલી સારા અલી ખાન પાપારાઝી પર થઈ ગુસ્સે, જાણો શું કહ્યું, જુઓ Video

લાંબા સમયથી રિલેશનમાં છે પવિત્રા અને એજાઝ

તમને જણાવી દઈએ કે પવિત્રા પુનિયા ‘બિગ બોસ 14’થી ખૂબ જ પોપ્યુલર થઈ હતી. આ દરમિયાન પવિત્રાની મુલાકાત એજાઝ ખાન સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા જોવા મળી હતી અને શોમાં જ બંને પ્રેમમાં પડ્યા હતા. પવિત્રને શોમાંથી બહાર કરવામાં આવી હતી. તો એજાઝે પણ પર્સનલ કમિટમેન્ટને કારણે ગેમ છોડી દીધી હતી. બંને હાલમાં સાથે સારો સમય પસાર કરી રહ્યા છે. ફેન્સને પણ બંનેની જોડી ખૂબ જ પસંદ આવે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">