કરણ-હાર્દિક અને કેએલ રાહુલને રાજસ્થાન કોર્ટમાંથી મળી રાહત, કોફી વિથ કરણને લઈને થયો હતો વિવાદ

TV9 GUJARATI

|

Updated on: Aug 02, 2022 | 1:08 PM

'કોફી વિથ કરણ' શો દરમિયાન મહિલાઓ પર અભદ્ર અને જાતીય ટિપ્પણી કરવાનો આરોપ લગાવતા હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કેએલ રાહુલ (KL Rahul) પર સાથે સાથે કરણ જોહરને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો.

કરણ-હાર્દિક અને કેએલ રાહુલને રાજસ્થાન કોર્ટમાંથી મળી રાહત, કોફી વિથ કરણને લઈને થયો હતો વિવાદ
Karan-hardik-klrahul

Follow us on

બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહર, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કેએલ રાહુલને (KL Rahul) જોધપુર હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે ત્રણેય વિરુદ્ધ લુની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હવે લુની પોલીસ સ્ટેશને તેનો અંતિમ રિપોર્ટ રજૂ કરતા કોર્ટને જણાવ્યું કે ત્રણેય સેલિબ્રિટીઓ સામે દાખલ કરાયેલા આરોપો સાબિત થયા નથી. લુની પોલીસ સ્ટેશનમાં એડવોકેટ ડીઆર મેઘવાલે ક્રિકેટર હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને કરણ જોહર વિરુદ્ધ એસસી-એસટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ સિવાય ‘કોફી વિથ કરણ શો’ દરમિયાન મહિલાઓએ અભદ્ર અને અશ્લીલ ટિપ્પણીનો પણ આરોપ લગાવ્યો હતો.

હાર્દિક પંડ્યાએ હાઈકોર્ટમાં કરી હતી અરજી

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ રાજસ્થાન હાઈકોર્ટમાં તેની સામે થયેલ કેસને રદ કરવા માટે અરજી કરી હતી. હાર્દિક પંડ્યાના વકીલે કહ્યું કે જે એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવી છે, તે ટ્વિટર હેન્ડલ નકલી છે. તેની પાસે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ન હતું. વર્ષ 2018માં નોંધાયેલા કેસમાં પોલીસ તપાસમાં પંડ્યા પર લાગેલા આરોપોને ધ્યાનમાં લઈને ટ્રાયલમાં એફઆર કરવામાં આવી હતી. પંડ્યા પર આરોપ લગાવ્યો હતો કે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ કથિત રીતે અપશબ્દો લખવામાં આવ્યા છે.

કોફી વિથ કરણથી પણ થયો હતો હોબાળો

એટલું જ નહીં આ સિવાય કરણ જોહરનો ચર્ચિત ચેટ શો કોફી વિથ કરણ શો દરમિયાન મહિલાઓ પર અભદ્ર અને જાતીય ટિપ્પણી કરવાનો આરોપ લગાવતા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની સાથે સાથે કરણ જોહરને પણ આરોપી કહ્યો હતો. ત્રણેય પર ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. આ ત્રણેય વિરુદ્ધ એસસી-એસટી એક્ટની વિવિધ કલમો સિવાય 124A, 153A, 295A, 505, 120B આઈપીસી હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસને રિપોર્ટ રજૂ કર્યા બાદ હાઈકોર્ટે પંડ્યાની અરજીનો નિકાલ કર્યો છે. ત્રણેય સેલેબ્સ માટે રાહતના સમાચાર છે. કોફી વિથ કરણ અવારનવાર સ્ટાર્સ સાથેની વાતચીતને લઈને હેડલાઈન્સ અને વિવાદોમાં રહે છે. કોફી વિથ કરણની સાતમી સીઝન ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત થઈ રહી છે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati