Boman Irani poem: દિગ્ગજ એક્ટર બોમન ઈરાનીએ ‘ફાધરહુડ’ પર લખી એક કવિતા, જુઓ શું લખ્યું

Boman Irani poem: દિગ્ગજ એક્ટર બોમન ઈરાનીએ 'ફાધરહુડ' પર લખી એક કવિતા, જુઓ શું લખ્યું
boman-irani

બોમન ઈરાનીની 'માસૂમ'ને (Masoom) મિહિર દેસાઈ ડિરેક્ટ કરી રહ્યો છે અને તેના શો રનર ગુરમીત સિંહ છે. તે એવોર્ડ વિનિંગ આઇરિશ સિરીઝ 'બ્લડ'ની ભારતીય રિમેક છે, જે પોતાના કોઈ પ્રિયજનને ખોયા પછી પારિવારિક સંબંધો અને વિશ્વાસઘાતની શોધ કરે છે.

TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jun 18, 2022 | 9:56 PM

દિગ્ગજ એક્ટર બોમન ઈરાનીએ (Boman Itani) તાજેતરમાં જ ડિઝની+હોટસ્ટારની લેટેસ્ટ સાયકોલોજિકલ થ્રિલર ‘માસૂમ’ સાથે ડિજિટલ ડેબ્યૂ કર્યું છે. આ સિરીઝમાં બોમન તેની ઓન-સ્ક્રીન પુત્રી સાથે એક કોમ્પ્લેક્સ રિલેશનશીપ શેયર કરે છે. આવામાં ફાધર્સ ડે નિમિત્તે તેણે પેરેન્ટસ્ અને ચાઈલ્ડ વચ્ચેના પડકારરૂપ સંબંધોને રિફ્લેક્ટ કરતી હૃદય સ્પર્શી કવિતા શેયર કરી છે. બોમન ઈરાનીની વેબસીરીઝ ‘માસૂમ’ (Masoom) સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગઈ છે. આ વેબ સિરીઝમાં આ ફેમસ એક્ટર એક ચેલેન્જિંગ પાત્ર ભજવતો જોવા મળી રહ્યો છે.

બોમન ઈરાનીએ શેયર કરી એક કવિતા

આ કવિતામાં બોમન કહે છે, “મૈનુ માફ કરીં તૂ મિથિયે, મૈં તનુ એ સમજા ના સકા, તૈનુ પ્યાર મૈ કિન્ના કરદા હા, એ કદી મૈ જતા ન સકા. આ કવિતા દ્વારા બોમને તેના ઊંડા ઈમોશન્સ એક્સપ્રેસ કર્યા છે કે કેવી રીતે એક પિતા હંમેશા તેના બાળકો માટે પ્રોટેક્ટિવ રહે છે. બોમને આ કવિતામાં ફાધરહુડના ઘણા પાસાઓ વ્યક્ત કર્યા અને સ્વીકાર્યું કે પિતા-બાળકનો સંબંધ હંમેશા ભાવનાત્મક રીતે પારદર્શક નથી હોતો પરંતુ તેની રીતે યુનિક હોય છે.

જાણો શું છે બોમન ઈરાનીનું કહેવું

બોમન વધુમાં કહે છે કે એક પિતા અને તેના બાળકો વચ્ચેના સંબંધોની ચર્ચા ક્યારેક જ થાય છે, તેમ છતાં તે તેના બાળકોના વિકાસ પાછળનો એક સાયલન્ટ પિલર છે. પરંતુ સંબંધને મજબૂત બનાવવા માટે પ્રેમને ખુલીને પ્રેમ વ્યક્ત કરવો જરૂરી છે. બોમન ઈરાનીએ કહ્યું “આ ફાધર્સ ડે, ચાલો આપણે આપણા બાળકો સાથે બને તેટલી વાત કરીએ અને તેઓ જે ઈચ્છે છે તે પિતા બનીએ અને એક નવું ફાધરહુડ બનાવીએ જે દયાળુ, લવિંગ અને ઈન્સ્પાયરિંગ હશે.

બોમન ઈરાનીએ નિભાવી એક રહસ્યમય પિતાની ભૂમિકા

એક થ્રિલર રૂપમાં ઓળખાતી હોટસ્ટાર સ્પેશિયલ ‘માસૂમ’ પંજાબમાં સેટ છે અને તેમાં બોમન ઈરાની એક રહસ્યમય પિતા તરીકે છે. ઘરમાં અસામાન્ય સંજોગોમાં તેની પત્નીના મૃત્યુ પછી જે તેમની પુત્રીની ભૂમિકા ભજવી રહેલી સમરા તિજોરી સત્યને સામે લાવવાની કોશિશ કરે છે. પછી ભલે તેનો અર્થ તેના પિતાની વિરુદ્ધ હોય. માસૂમ પિતા-પુત્રીના અનોખા સંબંધોને ઉજાગર કરે છે જે રહસ્ય અને કપટથી ભરેલા ધૂંધળા ભૂતકાળમાં ફેરવાય છે. તે દિલચસ્પ ટ્વિસ્ટ અને ટર્ન સાથે સંબંધને સ્તર આપે છે, જેને તમે સ્ક્રીન પર જુઓ છો તે સામાન્ય ફેમિલી કરતાં અલગ બનાવે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati