Viral Video: કારગિલ દિવસ પર અજય દેવગનની કવિતા સાંભળીને રડી પડ્યા અક્ષય કુમાર, તમે પણ સાંભળો આ કવિતા
અજય દેવગનની કવિતાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં અક્ષય કુમારની સાથે અભિષેક બચ્ચને પણ આ કવિતાની પ્રશંસા કરી છે.
બોલીવુડ અભિનેતા અજય દેવગનનો (Ajay Devgn) એક વિડીયો તાજેતરમાં સામે આવ્યો છે, આ વિડીયોમાં અજય દેવગણ એક કવિતા સંભળાવતા જોવા મળી રહ્યા છે. અભિનેતાની આ કવિતા ખુબ હૃદયસ્પર્શી છે. અક્ષય કુમાર (Akshay Kumar) પણ તેમની આ કવિતા સાંભળીને ખૂબ ભાવુક થઈ ગયા. એટલું જ નહીં, આ કવિતાને સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. અજય દેવગને આ કવિતા સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે, જેમાં તેમણે દેશભક્તિ અને દેશના સૈનિકો સાથે જોડાયેલી ઘણી વાતો કહી છે. અજય દેવગને ઘણી દેશભક્તિની ફિલ્મોમાં કામ કર્યું છે. જેના કારણે આ કવિતા તેની શૈલીમાં પણ વધુ અસરદાર લાગે છે.
ભારતના બહાદુરોને દિલથી શ્રદ્ધાંજલિ
અજય દેવગનની આ કવિતાનું નામ ‘સિપાહી’ છે, જ્યાં તેઓ આ વિડીયોમાં તેને વાંચતા નજરે પડે છે. સોશિયલ મીડિયા પર આ કવિતા શેર કરતા અજય દેવગને લખ્યું ‘ભારતના બહાદુરોને દિલથી શ્રદ્ધાંજલિ.’ આપને જણાવી દઈએ કે, 26 જુલાઈએ દેશભરમાં કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના માટે અજયે આ કવિતા શેર કરી છે. આ કવિતા સરહદ પર તૈનાત જવાનોને એક ટ્રીબ્યુટ હતું. તમને જણાવી દઈએ કે આ કવિતા કવિ અને ગીતકાર મનોજ મૂંતસીરે લખી છે.
અક્ષય કુમાર થયા ઈમોશનલ
બોલીવુડ અભિનેતા અક્ષય કુમારને અજય દેવગનની કવિતા ખૂબ ગમી ગઈ છે, તેમણે આ કવિતા તેમના ટ્વિટર પર શેર કરી છે. આ કવિતાને સોશિયલ મીડિયા પર શેર કરતાં તેમણે લખ્યું કે, જ્યારે પણ વાસ્તવિક જીવનમાં ભાવનાઓની વાત આવે છે ત્યારે હું એટલું અભિવ્યક્ત નથી કરી શકતો, પરંતુ અજયની આ કવિતા સાંભળ્યા પછી મારા આંસુ વહી ગયા. મને ક્યારેય ખબર નહોતી કે આટલો સારો કવિ પણ તેની અંદર છુપાયો છે. “હજુ કેટલી વાર દિલ જીતશો યાર”
I’m not very expressive when it comes to emotions in real life. But this got me in tears. @ajaydevgn, I didn’t know you have a brilliant poet in you. Kis Kis baat pe dil jeetoge yaar? pic.twitter.com/KofhbNizV7
— Akshay Kumar (@akshaykumar) July 27, 2021
આ ટ્વિટ પછી ટૂંક સમયમાં અક્ષય કુમારે ફરી એક ટ્વીટમાં લખ્યું છે કે “મને હમણાં જ ખબર પડી કે આ અદ્ભુત કવિતા મનોજ મૂંતસીરે લખી છે, જેમાં અજય દેવગને પોતાનો અવાજ આપ્યો છે.” અજય દેવગનના અવાજમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. અક્ષય કુમાર સિવાય ઘણા મોટા સ્ટાર્સ પણ તેને શેર કરી ચૂક્યા છે.
Just got to know that the words of the very moving poem are by the amazingly talented @manojmuntashir. Narrated by @ajaydevgn
— Akshay Kumar (@akshaykumar) July 27, 2021
આ પણ વાંચો: લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આગામી એપિસોડ હશે મજેદાર, જાણો શું આવશે ટ્વીસ્ટ
આ પણ વાંચો: સાગરિકા શોનાનો મોટો ધડાકો: Raj Kundra ની કંપનીએ બિગ બોસની અર્શી ખાનને આટલા લાખની આપી હતી ઓફર