સાગરિકા શોનાનો મોટો ધડાકો: Raj Kundra ની કંપનીએ બિગ બોસની અર્શી ખાનને આટલા લાખની આપી હતી ઓફર
સાગરિકાની ફરિયાદ પછી જ પોલીસે રાજ કુંદ્રાના પીએ ઉમેશ કામતની ધરપકડ કરી હતી. ફેબ્રુઆરીમાં સાગરિકાએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા રાજ કુંદ્રાના કથિત પુખ્ત સામગ્રીના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. હવે સાગરિકાએ મોટો ખુલાસો કર્યો છે.
એડલ્ટ કન્ટેન્ટને લઈને રાજ કુંદ્રા (Raj Kundra) પર ગંભીર આરોપો લગાવનાર મોડેલ સાગરિકા શોના સુમને (Sagarika Shona Suman) મોટો ખુલાસો કર્યો છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ સાગરિકાનું કહેવું છે કે બિગ બોસના સ્પર્ધકોનો સંપર્ક રાજ કુંદ્રાની કંપની દ્વારા કરવામાં આવતો છે. આ સાથે સાગરિકાએ એવો દાવો પણ કર્યો હતો કે, રાજ કુંદ્રાની કંપનીએ બિગ બોસની પૂર્વ સ્પર્ધક અર્શી ખાનને પણ લાઈવ સ્ટ્રીમિંગ માટે સંપર્ક કર્યો હતો.
બિગ બોસના સ્પર્ધકોને કરતા હતા ટાર્ગેટ
અહેવાલ મુજબ, સાગરિકાએ કહ્યું કે રાજ કુંદ્રાની કંપનીની જે યોજના હતી, અને જેના પર તે કામ કરી રહ્યો હતો, તેનું તે સ્વપ્ન અધૂરું રહ્યું. તે આ લોકો બિગ બોસના સ્પર્ધકોને નિશાન બનાવતા હતા. જેમ કે નિક્કી તંબોલી. જે બિકીની શુટ્સ વગેરે કરે છે. તેઓ તેને ખાસ કરીને નિશાન બનાવતા હતા. નિક્કી તંબોલી સિવાય તેઓ અર્શી ખાન, સ્કાર્ટલેટ રોઝ, સેલિના જેટલી, નેહા ધૂપિયા, કિમ શર્મા જેવી મધ્યમ હસ્તીઓને પણ નિશાન બનાવી રહ્યા હતા. આ બધું તેઓ તેમના સ્ટ્રીમિંગ શો અને હોટશોટ્સ એપ્લિકેશન માટે કરી રહ્યા હતા.
અર્શી ખાનને 2 લાખની ઓફર
સાગરિકાએ વધુમાં જણાવ્યું કે ઉમેશ કામતની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેની ધરપકડ બાદ કંપનીનો આ પ્રોજેક્ટ અધૂરો રહ્યો. બિગ બોસના એક સ્પર્ધક, અર્શી ખાનનો રાજ કુંદ્રાની કંપની દ્વારા હોટશોટ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. અર્શી ખાન પહેલાથી જ હોટશોટ્સ માટે હોસ્ટ કરી ચૂકી છે, પરંતુ આ વખતે તેને લાઇવ સ્ટ્રીમિંગની ઓફર મળી હતી. આ માટે રાજ કુંદ્રાની કંપની તેને બે લાખ રૂપિયા આપી રહી હતી, પરંતુ તે પાંચ લાખ રૂપિયા માંગતી હોવાથી તેને ના પાડવામાં આવી. પછી રાજ કુંદ્રાની કંપનીએ ફરીથી તેનો સંપર્ક કર્યો નહીં.
સાગરિકાને મળી ધમકીઓ
તમને જણાવી દઈએ કે સાગરિકાની ફરિયાદ પછી જ પોલીસે રાજ કુંદ્રાના પીએ ઉમેશ કામતની ધરપકડ કરી હતી. ફેબ્રુઆરીમાં સાગરિકાએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા રાજ કુંદ્રાના કથિત પોર્નોગ્રાફીનો ધંધાનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે રાજ કુંદ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે સાગરિકાને ધમકીભર્યા કોલ અને મેસેજીસ મળી રહ્યા હતા. આ દાવો સાગરિકાને ટાંકીને ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવ્યો હતો. સાગરિકાએ જણાવ્યું હતું કે મેસેંજર અને વોટ્સએપ દ્વારા તેને બળાત્કાર અને મૃત્યુની ધમકી મળી રહી છે. હાલમાં સાગરિકાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: Raj Kundra Case ની આજની સુનાવણીમાં કુંદ્રાને મોટો ઝટકો, કોર્ટે આપી આટલા દિવસની ન્યાયિક કસ્ટડી
આ પણ વાંચો: Raj Kundra Case: શર્લિન ચોપરા અને પૂનમ પાંડેને હાઈકોર્ટે આપી મોટી રાહત, જાણો શું આપ્યા નિર્દેશ