Ligerના પ્રમોશન માટે કેરળ પહોંચ્યા વિજય દેવરકોંડા અને અનન્યા, લોકોને કહ્યુ – હું તમારા માટે આવ્યો છું
વિજય દેવરકોંડા (vijay deverakonda) અને અનન્યા પાંડે હાલ પોતાની આગામી ફિલ્મ લાઈગરના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેઓ દેશના અલગ અલગ શહેરોમાં જોરશોરથી પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.
વિજય દેવરકોંડા (vijay deverakonda) અને અનન્યા પાંડે (Ananya pandey) હાલ પોતાની આગામી ફિલ્મ લાઈગરના (Ligar) પ્રમોશનમાં વ્યસ્ત છે. તેઓ દેશના અલગ અલગ શહેરોમાં જોરશોરથી પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. દરેક શહેરમાં તેમની લોકપ્રિયતાને કારણે ભારે માત્રામાં તેમના ફેન્સ તેમની પ્રમોશન ઈવેન્ટમાં આવી રહ્યા છે. હાલ બન્ને કલાકારો લાઈગરના પ્રમોશન માટે કેરળ પહોંચ્યા હતા. કેરળમાં તેમના ફેન્સે તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. હજારો લોકો વચ્ચે તેમના પ્રિય કલાકરોની હાજરીથી લોકોમાં એક અલગ જોશ જોવા મળ્યો હતો. તેઓ પોતાના પ્રિય કલાકારની ઝલક મેળવવા માટે ખુબ તલપાપડ થઈ રહ્યા હતા. તેમના પ્રમોશનની ઈવેન્ટમાં આવેલી ભીડ ખરેખર જોવા જેવી છે. આ ઈવેન્ટના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા.
કેરળમાં લાઈગર ફિલ્મના પ્રમોશન દરમિયાન ત્યાંના લોકોમાં જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. હજારો ફેન્સની ભીડ વચ્ચે વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની એન્ટ્રી થઈ હતી. તે સમયે પોતાના સ્ટાર્સને જોઈ લોકોએ ખુબ બૂમો અને ચીસો પાડી પોતાના ઉત્સાહ પ્રગટ કર્યો હતો. કેરળના લોકોએ પોતાના અંદાજમાં તેમનું સ્વાગત કર્યુ હતુ. ત્યાં ઉમટેલી ભીડના તમામ લોકો વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેને પોતાના ફોનના કેમેરામાં કેદ કરી રહ્યા હતા.
કેરળમાં લાઈગરનું પ્રમોશન
લાઈગર ફિલ્મના ડાયરેક્ટર પુરી જગન્નાથે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કેરળની આ પ્રમોશન ઈવેન્ટનો વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ફિલ્મના કલાકારો સ્ટેજ બોલાવવામાં આવે છે. સ્ટેજ પરથી એન્કર અનન્યા પાંડેની સાઉથની ફિલ્મોમાં ડેબ્યૂની વાત કહે છે. ત્યારબાદ વિજય દેવરકોંડાનું નામ લેવાય છે અને સાથે જ ભીડ બૂમો પાડે છે. ફિલ્મોના કલાકારોની ગ્રાંન્ડ એન્ટ્રી આ વીડિયોમાં જોવા મળે છે.
વિજય દેવરકોંડાને જોઈ બેકાબુ થયા ફેન્સ
વિજય દેવરકોંડાને જોતા જ ફેન્સ બેકાબૂ થઈ ગયા અને લોકો તેને જોવા માટે ઉચ્ચાનીચ્ચા થવા લાગ્યા. તે દરમિયાન વિજય દેવરકોંડાએ કહ્યું કે કેરળ આવીને હું ખૂબ જ ખુશ છું. અગાઉ હું અહીં રજાઓ ગાળવા આવતો હતો અને હાઉસ બોટમાં બેસીને કેરળનું સી ફૂડ ખાવા જતો હતો પણ શું તમે જાણો છો કે આ વખતે હું અહીં કેમ છું…તમારા માટે. હું તમારા બધા પ્રેમ માટે આભાર. અને મને ખબર નથી કે તમારો પ્રેમ કેવી રીતે પાછો આપવો. હું તમારી પાસે આવીને બધાને ગળે લગાડવા માંગુ છું. ચાલો અહીંથી સમૂહમાં એકબીજાને ભેટીએ.
તેણે આગળ કહ્યું કે હું ઈચ્છું છું કે તમે થિયેટરમાં જાઓ, મારી ગેરંટી છે કે તમે આ ફિલ્મને 100 ટકા એન્જોય કરશો. હું ઈચ્છું છું કે અનન્યા પણ મારી સાથે જોડાય, મારા બધા ચિતાઓ’ આના પર અનન્યા કહે છે ‘ચીટીઝ’. આ પછી વિજયે લોકોને કહ્યું કે હું તમને પ્રેમ કરું છું. શું તમે પણ કહેવા માંગો છો? તો ચાલો હું કહું કે પછી તમે કહો કે હું તમને પ્રેમ કરું છું. હવે હું ઈચ્છું છું કે અનન્યા મલયાલમમાં આઈ લવ યુ કહે.’ પછી અનન્યા મલયાલમમાં આઈ લવ યુ કહે છે.