લાઈગરના પ્રમોશન વચ્ચે માતાના આશીર્વાદ લેવા ઘરે પહોંચ્યો વિજય દેવરકોંડા, સાથે જોવા મળી અનન્યા પાંડે
હાલમાં જ દેશભરમાં પોતાની ફિલ્મ 'લાઈગર'નું (Liger) પ્રમોશન કરી રહેલા વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે એક્ટરના ઘરે પહોંચ્યા છે. જ્યાં તેને ફિલ્મની આખી સ્ટારકાસ્ટ સાથે વિજય દેવરકોંડાની (Vijay Devarakonda) માતાના આશીર્વાદ લીધા હતા.
કહેવાય છે કે મન ગમે તેટલું થાકેલું હોય પણ માતા જ્યારે નજીક હોય ત્યારે એ જ થાક હળવો થઈ જાય છે. આવું જ કંઈક તમારા ફેવરિટ સ્ટાર સુપરસ્ટાર વિજય દેવરકોંડાનું (Vijay Devarakonda) માનવું છે. વિજય દેવરકોંડા આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ લાઈગરના (Liger) પ્રમોશનમાં ખૂબ જ બિઝી છે અને અલગ-અલગ શહેરોમાં ફિલ્મના પ્રમોશન માટે જાય છે. આ દરમિયાન જ્યારે એક્ટર લાઈગરની આખી ટીમ સાથે તેના ઘરે પહોંચ્યો, જ્યાં તેમને તેમની માતાના આશીર્વાદ લીધા હતા. જેની તસવીરો એક્ટરે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
હાલમાં જ તેમની ફિલ્મ લાઈગરના પ્રમોશનનો વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડેનો વીડિયો સતત વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વખતે એક્ટરની આસપાસ કોઈ ભીડ નથી પરંતુ તેની માતા જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલી આ તસવીર એક્ટરે શેર કરી છે, જેમાં એક્ટરની માતા ઘરે પહોંચેલી લાઈગરની આખી સ્ટાર કાસ્ટની પૂજા કરી રહી છે.
અહીં જુઓ વિજય દેવરકોંડાની પોસ્ટ
This whole month touring across India and receiving so much love already felt like God’s blessing!
But Mummy feels we needed his protection 🙂
So Poooja 😌🙏 and sacred Bands for all of us 🥰
Now she will sleep in peace while we continue our tour 😘❤️#Liger pic.twitter.com/q6ew2HFzik
— Vijay Deverakonda (@TheDeverakonda) August 17, 2022
તસવીરોમાં નજર ઉતારી રહી છે માતા
વિજય દેવરકોંડાએ જે તસવીર શેર કરી છે, તેમાં અનન્યા પાંડે સાથે એક્ટર સોફા પર હાથ જોડીને બેઠો છે. તેની માતા તેની પૂજા અર્ચના કરી તેમની નજર ઉતારી રહી છે. જેમ દરેક માતા કરે છે. એક્ટરે પણ આ પળ તેના ફેન્સ સાથે શેર કરી છે. પોસ્ટ સાથે એક્ટરે ખૂબ જ સુંદર કેપ્શન પણ શેર કર્યું છે.
એક્ટરને માતાના આશીર્વાદની હતી જરૂર
વિજય દેવરકોંડાએ આ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે આ આખો મહિનો ભારતના અલગ અલગ શહેરોમાં ફરવા ગયો અને લોકોનો ઘણો પ્રેમ મળ્યો, જેના કારણે પહેલાથી જ આશીર્વાદ મળી ચૂક્યા છે. પરંતુ, માતાને લાગે છે કે આપણને તેમના આશીર્વાદની જરૂર છે. તેથી તે અમારી પૂજા કરી રહી છે. હવે આમ કરવાથી તે શાંતિથી સૂઈ શકશે અને હું મારી ટૂર પર પાછો જઈશ.