Katrina Kaif સાથે સગાઈના સમાચાર પર વિક્કી કૌશલે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

વિક્કી કૌશલ (Vicky Kaushal)ની ફિલ્મ સરદાર ઉધમ (Sardar Udham) એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ જોયા બાદ કેટરિના કૈફે (Katrina Kaif) વિક્કીની પ્રશંસા કરી છે.

Katrina Kaif સાથે સગાઈના સમાચાર પર વિક્કી કૌશલે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
Katrina Kaif, Vicky Kaushal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 7:52 PM

બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલ (Vicky Kaushal)ની ફિલ્મ સરદાર ઉધમ (Sardar Udham) OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. વિક્કી કૌશલ આ ફિલ્મમાં સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં દેખાયા છે. વિક્કી કૌશલ હાલમાં પોતાની અંગત જિંદગીને કારણે હેડલાઈન્સમાં છે. અહેવાલો અનુસાર વિક્કી અને કેટરીના એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે ફિલ્મના પ્રમોશન દરમિયાન તેમણે આ વિશે વાત કરી.

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ (Katrina Kaif) રિલેશનશિપમાં હોવાના સમાચારો લાંબા સમયથી આવી રહ્યા છે. તાજેતરમાં એવા સમાચાર હતા કે વિક્કી અને કેટરિનાની સગાઈ થઈ ગઈ છે, જોકે કેટરિનાની ટીમે આ સમાચારને અફવા ગણાવીને ફગાવી દીધા હતા. હવે વિક્કીએ સગાઈના સમાચાર વિશે વાત કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિક્કીએ સગાઈની વાત પર તોડ્યું પોતાનું મૌન

સગાઈની અફવાઓ ફેલાવવા માટે વિક્કીએ પાપરાઝીને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે એક અખબારને કહ્યું કે તમારા મિત્રોએ આ સમાચાર ફેલાવ્યા છે. હું જલ્દી જ સગાઈ કરીશ જ્યારે યોગ્ય સમય આવશે. તેનો પણ સમય આવશે.

કેટરિના આવી હતી સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ ઘણીવાર સાથે જોવા મળે છે. વિક્કીને કેટરીનાના ઘરે જતા ઘણી વખત જોવામાં આવ્યા છે. એટલું જ નહીં, શુક્રવારે કેટરિના કૈફે સરદાર ઉધમના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

ફિલ્મના કેટરીનાએ કર્યા હતા વખાણ

કેટરિના કૈફે સરદાર ઉધમ જોયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મના વખાણ કર્યા હતા. તેમણે સરદાર ઉધમનું પોસ્ટર શેર કરીને શૂજિત સરકાર સાથે વિક્કી કૌશલની પ્રશંસા કરી. તેમણે લખ્યું – શુજિત સરકારનું શું વિઝન હતું. બાંધીને રાખવા વાળી, શાનદાર ફિલ્મ. પ્યોર સ્ટોરીટેલિંગ. વિક્કી કૌશલ એકદમ પ્યોર ટેલેન્ટ, પ્રામાણિક અને હાર્ટબ્રેકિંગ. આ સાથે, તેમણે તૂટેલા હૃદય, હાથ જોડીને અને સ્ટારની ઇમોજી પોસ્ટ કરી.

સરદાર ઉધમની વાત કરીએ તો અમોલ પારાશર (Amol Parashar), બંદિતા સંધુ સહિત ઘણા કલાકારો વિક્કી કૌશલ સાથે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન શૂજિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- Gorkha Film Controversy: અક્ષય કુમારની ફિલ્મ ‘ગોરખા’ના પોસ્ટર પર થયો વિવાદ, અભિનેતાએ આ રીતે આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો:- ‘સુપર ડાન્સર’ના બાળકની પ્રતિભા જોઈને Virat Kohli ને થયું આશ્ચર્ય ! Video જોયા બાદ કહી ચોંકાવનારી વાત

g clip-path="url(#clip0_868_265)">