‘સુપર ડાન્સર’ના બાળકની પ્રતિભા જોઈને Virat Kohli ને થયું આશ્ચર્ય ! Video જોયા બાદ કહી ચોંકાવનારી વાત

'સુપર ડાન્સર'ના બાળકની પ્રતિભા જોઈને Virat Kohli ને થયું આશ્ચર્ય ! Video જોયા બાદ કહી ચોંકાવનારી વાત
Sanchit Chanana - Virat Kohli

વિરાટ કોહલી (Virat Kohli) એ સોશિયલ મીડિયા માધ્યમ પર નાના બાળકના ડાન્સનો વીડિયો શેર કર્યો છે અને તે બાળકની પ્રતિભાની પ્રશંસા કરતા પ્રતિસાદ આપ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Oct 17, 2021 | 6:39 PM

સંચિત ચનાના (Sanchit Chanana) અને તેમના સુપર ગુરુ વર્તિકા ઝાએ (Vartika Jha) સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) ના ગ્રાન્ડ ફિનાલે (Grand Finale)માં સામેલ થયા હતા. જોકે તે શોના વિજેતા નહોતા થયા પણ તેમણે દરેકનું દિલ જીતી લીધું છે. આ સ્થિતિમાં હવે ક્રિકેટર વિરાટ કોહલીએ સંચિતની ખુબ જ પ્રશંસા કરી છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી સંચિતના ડાન્સ વીડિયોથી ખૂબ પ્રભાવિત થયા હતા. વિરાટે સંચિતની પ્રશંસા કરતા કહ્યું કે તે ભાગ્યે જ કોઈની પ્રતિભાથી ‘પુરી રીતે મંત્રમુગ્ધ’ થાય છે, પરંતુ સંચિતે તેમના પર ઊંડી અસર કરી છે.

વિરાટે શું લખ્યું

વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યું, ‘હું આ બાળક @sanchitstyle ની આ પ્રતિભા જોઈને મંત્રમુગ્ધ થયો છું, તે અસાધારણથી પર, તમને સલામ, ભગવાન તમારુ ભલુ કરે.

ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ લખતી વખતે, વિરાટે લખ્યું છે કે મારા જીવનમાં અત્યાર સુધી બહુ ઓછું થયું છે કે કોઈ વ્યક્તિની પ્રતિભાથી હું સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગયો છું. અરિજીત સિંહ એકમાત્ર વ્યક્તિ છે જેમની પ્રતિભાએ મને ભાવુક કરી દિધો અને પછી હવે મારો યુટ્યુબ પર આ બાળકના ડાન્સ વિડીયોથી સામનો થયો. હવે વિરાટ કોહલીની આ બંને પોસ્ટ છવાઈ ગઈ છે. ચાહકો આ માટે વિરાટની પ્રશંસા કરી રહ્યા છે.

કોણ છે સંચિત

સંચિત અને તેની ‘સુપર ગુરુ’ વર્તિકા ઝાએ સુપર ડાન્સર 4 ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, સંચિતના ચાહકોને ઉમ્મીદ હતી કે તે આ શોના વિજેતા બનશે. જો કે, ફ્લોરિના ગોગોઈએ ફિનાલેની ટ્રોફી જીતી અને તેને સેકન્ડ રનર અપ તરીકે પસંદ કરવામાં આવ્યો. બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે સંચિતને સુપર ડાન્સરની ગઈ સીઝનના ઓડિશન રાઉન્ડમાં રિજેક્ટ કરવામાં આવ્યો હતો.

સુપર ડાન્સરના સ્ટેજ પર સંચિતની માતાએ તેમની ગેરહાજરી અંગે ખુલાસો કરતા કહ્યું કે સંચિતની બહેન ઘણી નાની છે. એકવાર શોમાં સંચિતે પણ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને કહ્યું કે હું પાપાનો બેસ્ટ ફ્રેન્ડ છું. તે મને ખૂબ પ્રેમ કરે છે, હું મારુ સીક્રેટ પાપા સાથે શેર કરું છું. આજે હું જે છું તેમના કારણે જ છું.

આ પણ વાંચો:- B’day Special: આજે 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે હેમા માલિની, જાણો કયા હીરોને મળવા પર પિતાએ લગાવ્યો હતો પ્રતિબંધ

આ પણ વાંચો:- Ranveer Singhએ શર્ટલેસ સેલ્ફી શેર કરીને ઉડાવ્યા બધાના હોશ, ચાહકોએ કહ્યું- દીપુ આસપાસ છે ક્યાંક

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati