AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vicky-Katrina Reception : રિસેપ્શનમાં કેટરિના કૈફને સાડી પહેરાવવાના લાખો રૂપિયા લેશે આ યુવતી, જાણો આ બોલિવૂડની ડ્રેપર ક્વીન વિશે

કેટરિના કૈફ અને વિકી કૌશલ આ દિવસોમાં તેમના રિસેપ્શનની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે એક્ટ્રેસના ફેન્સ જાણવા ઈચ્છતા હશે કે રિસેપ્શનમાં કેટરીનાને સાડી કોણ પહેરાવશે ?

Vicky-Katrina Reception : રિસેપ્શનમાં કેટરિના કૈફને સાડી પહેરાવવાના લાખો રૂપિયા લેશે આ યુવતી, જાણો આ બોલિવૂડની ડ્રેપર ક્વીન વિશે
Vicky- Katrina Reception
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 1:28 PM
Share

Vicky-Katrina Reception :  કેટરિના કૈફ(Katrina Kaif) અને વિકી કૌશલના (Vicky Kaushal) રિસેપ્શનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે કેટરિના કૈફને રિસેપ્શનમાં સાડી કોણ પહેરાવશે…? ચાલો તમને જણાવી દઈએ કે ડોલી જૈન નામની યુવતી કેટરીનાને રિસેપ્શનમાં સાડી પહેરાવશે. ડોલીને બોલિવૂડમાં ડ્રેપર ક્વીન પણ કહેવામાં આવે છે.

ડોલી જૈન છે બોલિવૂડની ડ્રેપર ક્વીન

તમને જણાવી દઈએ કે, નીતા અંબાણીથી (Nita Ambani) લઈને દીપિકા પાદુકોણ સુધીની સેલેબ્સને તેણે સાડી પહેરાવી છે. જો સેલિબ્રિટીઝના ચાહકો લહેંગા કે સાડીમાં કોઈ એક્ટ્રેસના વખાણ કરી રહ્યા હોય તો એકવાર એ પણ જાણી લો કે તેણે આટલી સુંદર સાડી કે લહેંગા પોતે નહીં પણ ડોલી જૈને પહેરાવ્યા છે.

રિસેપ્શનમાં કેટરીનાને સાડી પહેરાવાના લેશે લાખો રૂપિયા

ડોલી જૈન કેટરિના કૈફના રિસેપ્શનમાં(Katrina Kaif Reception)  તેને સાડી પહેરાવવાની છે. તમને જણાવવુ રહ્યુ કે, માત્ર ​​18 સેકન્ડમાં સાડી પહેરીને તેણે પોતાનુ નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવ્યુ છે. ડોલી જૈન બોલિવૂડની ફેમસ એક્ટ્રેસથી લઈને મુકેશ અંબાણીના પરિવારની મહિલાઓને પણ સાડી પહેરાવી ચૂકી છે.

જુઓ તસવીર

ડોલી 325 રીતે સાડી પહેરાવી શકે છે

ડોલી જૈનની સાડી પહેરાવવાની ફીસ સાંભળીને તમારા હોંશ ઉડી જશે. તમને જણાવી દઈએ કે, ડોલીની સાડી બાંધવાની ફી લગભગ 35 હજારથી શરૂ થાય છે, જે હાઈ પ્રોફાઈલ લગ્નો અથવા ઈવેન્ટ્સમાં લાખો સુધી પહોંચે છે. હવે તમે સમજી જ ગયા હશો કે કેટરીનાને રિસેપ્શનમાં સાડી માટે લાખોની ફીસ ચૂકવવી પડશે.સાડી માસ્ટર ડોલીને 325 રીતે સાડી પહેરાવતા આવડે છે.

આ બોલિવુડ સેલેબ્સ છે તેના ક્લાઈન્ટ

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી તેમના નિયમિત ક્લાઈન્ટ છે. આટલું જ નહીં તેણે દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, પ્રિયંકા ચોપરા અને ઈશા અંબાણી જેવી સેલેબ્સના લગ્નમાં લહેંગા અને સાડી પહેરાવી છે. ડોલી જૈને પ્રથમ વખત એક્ટ્રેસ શ્રીદેવીને સાડી પહેરાવી હતી. સલમાન ખાનની બહેન અર્પિતા શર્માને પણ ડોલી સાડી પહેરાવે છે.

આ પણ વાંચો : Mumbai : બોલિવુડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં, પાર્ટી આયોજક કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા BMC પર કર્યા કટાક્ષ

આ પણ વાંચો : Justice4SSR : સુશાંત સિંહને ન્યાય અપાવવા દિલ્લીના જંતર-મંતર પર થઇ કેન્ડલ માર્ચ, બહેન પ્રિયંકા પણ થઇ સામેલ

બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
g clip-path="url(#clip0_868_265)">