Video : પોતાના ડ્રાઈવરના મૃત્યુથી દુઃખી થયો વરુણ ધવન, સોશિયલ મીડિયા પર શેર કરી ઈમોશનલ પોસ્ટ
બોલિવૂડ એક્ટર વરુણ ધવને તેના ડ્રાઇવર મનોજ સાહુના મૃત્યુ પછી તેના પરિવારને માત્ર મદદ જ નથી કરી, પરંતુ તેણે તેની સાથે વિતાવેલી પળોને યાદ કરીને એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.
Viral : બોલિવૂડ અભિનેતા વરુણ ધવન (Actor Varun Dhawan) માત્ર એક સારો એક્ટર જ નથી પણ એક સારો માણસ પણ છે. તેણે આ સાબિત પણ કર્યું છે. તેના ડ્રાઇવર મનોજ સાહુના (Manoj Sahu) મૃત્યુ પછી, તેણે મનોજના પરિવારને મદદ કરી એટલું જ નહીં પરંતુ તેની સાથે વિતાવેલી પળોને યાદ કરીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક થ્રોબેક વીડિયો પણ શેર કર્યો છે. આ સાથે તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.
વરુણ ધવનના ડ્રાઈવર મનોજ સાહુનુ થયુ નિધન
તમને જણાવી દઈએ કે,વરુણ ધવનના ડ્રાઈવર મનોજ સાહુનું મંગળવારે અવસાન થયુ હતુ. અહેવાલો અનુસાર મનોજ સાહુને છાતીમાં દુખાવો થતા તેને મુંબઈની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરો તેમને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. મનોજે મંગળવારે સાંજે 5.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
મનોજ છેલ્લા 26 વર્ષ સુધી વરુણ ધવન સાથે હતો. તેના મૃત્યુના એક દિવસ બાદ અભિનેતા વરુણ ધવને એક થ્રોબેક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વરુણે એક ઇવેન્ટનો વીડિયો શેર કર્યો જેમાં તેની સાથે ડ્રાઈવર મનોજ પણ સ્ટેજ પર જોવા મળે છે.
થ્રોબેક વિડીયો દ્વારા વ્યક્ત કર્યુ દુઃખ
View this post on Instagram
બોલિવુડ ઈન્ડસ્ટ્રીના લોકો પણ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા
વરુણ ધવને કેપ્શનમાં લખ્યું, ‘મનોજ છેલ્લા 26 વર્ષથી મારા જીવનમાં સામેલ હતો. તે મારું સર્વસ્વ હતું. મારી ઉદાસી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી, પરંતુ હું ઈચ્છું છું કે લોકો તેમની અદભૂત બુદ્ધિ, રમૂજ અને જીવન પ્રત્યેના તેમના જુસ્સા માટે તેમને યાદ કરે. હું હંમેશા આભારી રહીશ કે મનોજ મારા જીવનમાં હતા.