મુંબઈમાં કોરોનાનો ફુંફાડો : માયા નગરીની વર્તમાન કોવિડ પરિસ્થિતિને લઈને વરુણ ધવને શેર કરી ફની પોસ્ટ

મુંબઈમાં કોરોનાનો ફુંફાડો : માયા નગરીની વર્તમાન કોવિડ પરિસ્થિતિને લઈને વરુણ ધવને શેર કરી ફની પોસ્ટ
Varun dhawan (File Photo)

થોડા દિવસો અગાઉ વરુણ ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને અર્જુન કપૂરને ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે, અર્જુન ઉપરાંત તેની બહેન અંશુલા, રિયા કપૂર અને તેના પતિ કરણ બુલાની પણ કોરોના સંક્રમિત થયા છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 06, 2022 | 6:22 PM

કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાએ તાંડવ મચાવ્યુ છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં (Corona Case) ઉછાળો આવ્યો છે. વધતા સંક્રમણને જોતા સંભવિત ત્રીજી લહેરની (Third Wave) આશંકા વર્તાઈ રહી છે. સાથે જ વધતા કોરોના કેસને લઈને તંત્ર દ્વારા પણ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવવા કહેવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, રોજ એક બાદ એક બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી (Tv Industry) સાથે જોડાયેલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં અભિનેતા વરૂણ ધવને મુંબઈની વર્તમાન કોવિડ પરિસ્થિતિ પર એક ફની પોસ્ટ શેર કરી છે જે હાલ વાયરલ થઈ રહી છે.

માયાનગરી પર કોરોનાનો કહેર યથાવત

દેશમાં કોરોના વાયરસે ફરી એક વખત માથુ ઉંચક્યુ છે.વધતા કોરોનાના કેસને સરકાર દ્વારા નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. આ કરોનાની અસર સિનેમા જગત પર પણ પડી છે. કોરોનાના કેસમાં થયેલા વધારાને જોતા હવે ફિલ્મોની રિલીઝ ડેટ પણ પોસ્ટ પોન કરવામાં આવી રહી છે.બીજી તરફ એક બાદ એક સ્ટારના કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની માહિતી સામે આવી રહી છે. હાલમાં જ વરુણ ધવનના મિત્ર અભિનેતા અર્જુન કપૂર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

વરુણ ધવનની ફની પોસ્ટ

વરુણ ધવને (Actor Varun Dhawan)તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યુ છે કે, જો તમે મુંબઈના છો અને તમારો મિત્ર કોવિડ પોઝિટિવ નથી તો તમારા કોઈ મિત્રો નથી.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો અગાઉ વરુણ ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને અર્જુન કપૂરને (Arjun Kapoor) ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. અર્જુન ઉપરાંત તેની બહેન અંશુલા, રિયા કપૂર અને તેના પતિ કરણ બુલાની પણ કોરોના સંક્રમિત થયા છે.

આ પણ વાંચો : લોકશાહી પર હુમલો : PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને કંગના રનૌત આકરા પાણીએ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati