Death Anniversary : યારોના યાર હતા ઓમ પુરી, પોતાનો જીવ દાવ પર લગાવીને આ દિગ્ગજ અભિનેતાનો જીવ બચાવ્યો હતો

આ યાર બીજુ કોઈ નહીં પણ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ છે. આ ઘટનાનો ખુલાસો નસીરુદ્દીન શાહે તેમની આત્મકથા And Then One Day: A Memoir માં કર્યો છે.

Death Anniversary : યારોના યાર હતા ઓમ પુરી, પોતાનો જીવ દાવ પર લગાવીને આ દિગ્ગજ અભિનેતાનો જીવ બચાવ્યો હતો
OM Puri death anniversary
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 1:37 PM

Death Anniversary :  ઓમ પુરીના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. ઓમ પુરી બોલિવૂડના(Bollywood) એ સ્ટાર હતા, જેમણે હંમેશા પોતાની કોમેડી અને વિલનના અભિનયથી લોકોનું મનોરંજન કર્યું હતું. તેણે તેની કારકિર્દીમાં શ્રેષ્ઠ ફિલ્મો (Best Film) આપી છે, જેમાં ‘અર્ધ સત્ય’, ‘આક્રોશ’, ‘માલામલ વીકલી’, ‘ચાઇના ગેટ’, ‘નરસિમ્હા’ અને ‘માચીસ’ જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ઓમ પુરી એક મહાન અભિનેતા સાથે સારા વ્યક્તિ પણ હતા. સામાન્ય લોકોથી લઈને મિત્રો સુધી, ઓમ પુરી બધાની મદદ માટે આગળ ઊભા રહેતા હતા. તેને યારાનો યાર પણ કહેવામાં આવતા હતા. તમને જણાવી દઈએ કે, યારો ના યાર કહેવા પાછળ એક મોટી ઘટના છે, જેનાથી ઓમ પુરીના ચાહકો કદાચ અજાણ હશે. આજે ઓમ પુરીની પુણ્યતિથિ (Om Puri Death Anniversary) છે,ત્યારે આજે અમે તમને આ ઘટનાથી અવગત કરીશુ.

આ બોલિવૂડ દિગ્ગજનો જીવ બચાવ્યો હતો

શું તમે જાણો છો કે ઓમ પુરીએ એક વખત પોતાના ખાસ મિત્રનો જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. જી હા, આ સાચું છે અને આ મિત્ર બીજુ કોઈ નહીં પણ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah)છે. આ ઘટનાનો ખુલાસો નસીરુદ્દીન શાહે તેમની આત્મકથા એન્ડ ધેન વન ડેઃ અ મેમોયરમાં કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ ઘટના વર્ષ 1977માં એક રેસ્ટોરન્ટમાં બની હતી અને નસીરુદ્દીન પર છરી વડે હુમલો કરનાર વ્યક્તિ તેનો જૂનો મિત્ર હતો, જેનું નામ જસપાલ હતું. તેણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ઓમ પુરીએ ટેબલની આજુબાજુ કૂદીને હુમલાખોરને વશ કર્યો હતો. આ પછી તે તેને હોસ્પિટલ લઈ ગયા અને તેનો જીવ બચાવ્યો.

નસીરુદ્દીન શાહે તેમના પુસ્તકમાં લખ્યું છે, હું અને ઓમ 1977માં રિલીઝ થયેલી ફિલ્મ ભૂમિકાના શૂટિંગ દરમિયાન ડિનર કરી રહ્યા હતા, ત્યારે જસપાલ આવ્યો, જેને હું ઘણા સમયથી ઓળખતો હતો, તેણે ઓમ પુરીને શુભેચ્છા પાઠવી. બાદમાં મારી જાણ બહાર તેણે છરી વડે મારા પર હુમલો કર્યો જો કે ઓમ પૂરી સાથે હોવાથી મારો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો : Chakda Xpress Teaser : ઝુલન ગોસ્વામી તરીકે અનુષ્કાનો દમદાર રોલ, જાણો ક્યાં જોઈ શકશો આ ફિલ્મ

g clip-path="url(#clip0_868_265)">