લોકશાહી પર હુમલો : PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને કંગના રનૌત આકરા પાણીએ
બુધવારે વડાપ્રધાન મોદી ભટિંડા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ ખરાબ હવામાનના કારણે પીએમ મોદીએ રોડ માર્ગે સ્મારક જવાનો નિર્ણય કર્યો હતો.
કંગના રનૌતે અનેક વખત ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) સમર્થનમાં નિખાલસતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ત્યારે હાલ અભિનેત્રીએ પંજાબમાં (Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક અંગે વાત કરી છે. પંજાબમાં બનેલી આ ઘટનાથી કંગના રનૌત (Actress Kangana Ranaut) ખૂબ ગુસ્સે જોવા મળી રહી છે અને તેણે તેને લોકશાહી (Democracy) પર હુમલો ગણાવ્યો છે. એટલું જ નહીં, કંગના રનૌતે કહ્યુ કે, પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓ વધી રહી છે, જો તેને રોકવામાં નહીં આવે તો દેશને તેની કિંમત ચૂકવવી પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂરક્ષામાં ચૂક
તમને જણાવી દઈએ કે બુધવારે પંજાબ ગયેલા પીએમ મોદીના કાફલાને કેટલાક પ્રદર્શનકારીઓએ રોકી દીધા હતા, જેના કારણે તેમને પરત ફરવું પડ્યું હતું. આ ઘટના સુરક્ષામાં (Security) મોટી ખામી દર્શાવે છે, જે હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે.ત્યારે અભિનેત્રી કંગના રનૌતે પણ આ સમગ્ર ઘટનાને ખૂબ જ શરમજનક ગણાવી છે.
કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યુ કે, પંજાબમાં જે થયું તે ખૂબ જ શરમજનક છે. માનનીય વડાપ્રધાન લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા, પ્રતિનિધિ અને 1.4 અબજ લોકોનો અવાજ છે, તેમના પર હુમલો દરેક ભારતીય પર હુમલો છે. આ આપણી લોકશાહી પર હુમલો છે. પંજાબ આતંકવાદી ગતિવિધિઓનું હબ બની રહ્યું છે, જો હવે તેને રોકવામાં નહીં આવે તો દેશને મોટી કિંમત ચૂકવવી પડશે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે પીએમ મોદી ભટિંડા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. ખરાબ હવામાનને કારણે પીએમ મોદીએ 20 મિનિટ સુધી રાહ જોઈ અને જ્યારે હવામાનમાં કોઈ ફેરફાર ન થયો તો તેમણે રોડ માર્ગે સ્મારક જવાનો નિર્ણય કર્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી
આ પણ વાંચો : Grammy Awards Postponed :કોરોનાથી ગ્રેમી એવોર્ડ્સને પણ ફટકો , 31 જાન્યુઆરીએ યોજાનારી ઈવેન્ટ સ્થગિત કરાઈ