રણવીર સિંઘની (Ranveer Singh) બોલીવુડમાં (Bollywood) સૌથી અનોખી સફર રહી છે. ‘બેન્ડ બાજા બારાત’થી લઈને ‘રામલીલા’ અને ‘પદ્માવત’થી લઈને તાજેતરમાં ’83’ રણવીર સિંઘે પોતાની જાતને બોલીવુડમાં આજે એક સર્વશ્રેષ્ઠ અભિનેતા પૈકી એકની ઓળખ સ્થાપિત કરી છે. રણવીર સિંહ હવે ‘જયેશભાઇ જોરદાર’ (Jayeshbhai Jordaar) નામની ગુજરાતી ક્લચર બેઝડ ફિલ્મમાં જોવા મળવાનો છે. રણવીર સિંહ આ ફિલ્મની રિલીઝ માટે ખુબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનો વિષય છે : ‘દીકરી અને દીકરા વચ્ચેનો ભેદભાવ.’ આવા ગંભીર વિષય પર આ ફિલ્મ બની હોવા છતાં પણ, રણવીરે આ ફિલ્મમાં લોકોને ખડખડાટ હસાવવાની પણ ગેરેન્ટી આપી છે.
આ પ્રશ્નના જવાબમાં રણવીર સિંહ જણાવે છે કે, ”હું ખરેખર મારી જાતને કોઈ મહાન અભિનેતા કે કોઈ હેન્ડસમ છોકરો માનતો નથી. જયારે મને મારા ફેન્સ મારા ગુડ લૂક વિષે કોમ્પ્લિમેન્ટ્સ આપે છે, ત્યારે આજે પણ નવાઈ લાગે છે. ત્યારે પણ હું તેમને કહું છું કે, મારા માટે માત્ર ગુડ લૂકિંગ હોવું કાફી નથી. બોલીવુડમાં સફળ થવા માટે શાનદાર એક્ટિંગની પણ જરૂર પડે છે. હું મારા કેરેક્ટર માટે હેરલેસ પણ થઇ શકું છું. તો મારા કેરેક્ટરને ન્યાય આપવા માટે હું મારા વાળ વધારી પણ શકું છું. હું માત્ર કેરેક્ટર વિષે જ વિચારું છું. હું કયારેય પણ ગુડ લૂક વિશે પહેલા નથી વિચારતો.
View this post on Instagram
આદિત્ય ચોપરાએ માત્ર એક જ ઓડિશનમાં રણવીર સિંહને ‘બેન્ડ બાજા બારાત’ માટે સાઈન કરી લીધો હતો. આદિત્ય ચોપરાએ તેને કીધું હતું કે, ”મેં 35 વર્ષમાં આવું ઓડિશન જોયું નથી. મેં તારા એક જ ઓડિશનમાં તારી આખી બૉલીવુડ કરિયર નિહાળી લીધી છે. આજે 10 વર્ષ બાદ બેન્ડ બાજા બારાત પછી હું ‘જયેશભાઈ જોરદાર’ સુધી પહોંચી ગયો છું. આજથી 10 વર્ષ પહેલા મેં આ જ જગ્યાએ બેસીને મેં મારી કરિયરનો પહેલો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આજે ફરી એકવાર, આ જ જગ્યાએ હું બેઠો છું. તે એક ખાસ કનેક્શન છે.
રણવીર કહે છે કે, ”મને આદિત્ય સરનો ફોન આવ્યો હતો. મેં માત્ર થોડીક જ ક્ષણોમાં કોઈ ફિલ્મ માટે નરેશન સાંભળીને આટલી જલ્દી હા પાડી છે. મેં કોઈપણ વિચાર કર્યા વગર ‘ઓન ધ સ્પોટ’ હા પડી હતી. હું હા પાડયા બાદ સતત 5 મિનિટ સુધી રડતો રહ્યો હતો. આદિત્યએ કીધું હતું કે, ”આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ.”
View this post on Instagram
રણવીર આગળ કહે છે કે, જયારે ‘જાતિગત ભેદભાવ’ જેવા ગંભીર વિષય સાથે તમે લોકોની સમક્ષ આવી રહ્યા હોવ ત્યારે સ્વાભાવિક છે કે, તમને મનમાં થોડો ડર, થોડી શંકાઓ રહેવાની જ.. પરંતુ હું માનું છું કે, હું મારુ શ્રેષ્ઠ પરફોર્મન્સ દર વખતે આપવાનો પ્રયત્ન કરું છું. મને દરેક ફિલ્મની સફર દરમિયાન નવી નવી વસ્તુ શીખવા મળે છે. હવે હું બોક્સ ઓફિસ કલેક્શન વિશે ખાસ વિચારતો નથી. આ વખતે મેં રત્ના પાઠક સાથે કામ કર્યું છે. મેં આ ફિલ્મ દરમિયાન અઢળક સારી સારી યાદોનો ખજાનો બનાવ્યો છે. બસ પછી હવે લોકોને આ ફિલ્મ પસંદ આવે તો તો ‘સોને પે સુહાગા’ જેવી વાત હશે.
રણવીર આ ફિલ્મના પાત્ર ‘જયેશભાઇ’ વિશે વાત કરતા કહે છે કે, ”મેં આ ફિલ્મ પહેલા પણ 2 વાર ગુજરાતી કેરેક્ટર ભજવ્યું છે. મેં મહારાષ્ટ્રીયયન કેરેક્ટર પણ 2 વાર ભજવ્યું છે. જયેશભાઈના પાત્ર માટે ગુજરાતી ભાષાનો લહેજો વિકસાવવા માટે મેં ઘણું રિસર્ચ કર્યું છે. જયારે મેં મરાઠી ભાષા શીખી ત્યારે તેનો લહેજો અલગ હતો. અત્યારે ગુજરાતી ભાષાનો લહેજો પણ અલગ રીતે શીખ્યો છે. મેં આ ફિલ્મ માટે ગામઠી પ્રકારની ગુજરાતી બોલી પર પણ વધુ ફોક્સ કર્યું છે.
View this post on Instagram
રણવીરને ગુજરાતી ભોજન ખુબ જ પસંદ છે. રણવીર ખુબ ચાહ સાથે ફાફડા, જલેબી, ખાખરા, ગાંઠિયા, ખીચડી કઢી ખાવાનું પસંદ કરે છે. ”હું બહુ જલદી અમદાવાદ આવાનું પણ વિચારી રહ્યો છે. મેં અત્યારથી જ અમદાવાદ આવીને શું ખાઈશ તે પણ નક્કી કરી લીધું છે.”
રણવીર પોતાની ડાર્લિંગ વાઈફ વિશે વાત કરતા ખુબ બ્લશ કરી રહ્યો છે. તેણે આગળ કીધું કે, ”દીપિકા મારી સાથે ખુબ સ્પષ્ટવક્તા રહે છે. તેણીના જીવન જીવવાના ધોરણો ખુબ જ ઉંચા છે, અને તે હોવા પણ જોઈએ. તેણીએ આ ફિલ્મનું મારુ પાત્ર નિહાળ્યા બાદ કહ્યું કે, ”આટલી સ્પષ્ટ રીતે કોઈપણ કલાકારે પોતાનું પાત્ર ભજવ્યું નથી. તું દરેક ફિલ્મ મુજબ ખુબ જ સરળતાથી ઢળી જાય છે. તમે પદ્માવતમાં ખીલજી બની ગયા હતા, તો આજે જયેશભાઇ જોરદારમાં તદ્દન જયેશભાઇ જ લાગે છે.” તેમની એક એક કમેન્ટ મારા માટે ખુબ જ મહત્વની છે.