જ્હોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી અભિનીત ‘મુંબઈ સાગા’નું ટ્રેલર રિલીઝ, ફિલ્મ આવતા મહિને થિયેટરમાં રિલીઝ થવાની તૈયારીમાં

ઘણી અપેક્ષિત ફિલ્મ 'મુંબઈ સાગા'નું ટ્રેલર આખરે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં પહેલીવાર અભિનેતા જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે.

જ્હોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી અભિનીત 'મુંબઈ સાગા'નું ટ્રેલર રિલીઝ, ફિલ્મ આવતા મહિને થિયેટરમાં રિલીઝ થવાની તૈયારીમાં
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 26, 2021 | 7:22 PM
ઘણી અપેક્ષિત ફિલ્મ ‘મુંબઈ સાગા’નું ટ્રેલર આખરે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં પહેલીવાર અભિનેતા જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, ગેંગસ્ટર અમર્ત્ય રાવની ભૂમિકા ભજવશે, જ્યારે ઈમરાન એક કોપના રોલમાં જોવા મળશે.  જ્હોન અબ્રાહમનો લક્ષ્ય છે કે તે બોમ્બેમાં અંડરવર્લ્ડ પર પ્રભુત્વ મેળવવા ઈચ્છે છે અને શહેર પર રાજ કરવા માંગે છે.  બીજી બાજુ ઈમરાન એક કઠિન કોપની ભૂમિકા ભજવે છે, જે અમર્ત્યના શાસનનો નાશ કરવાનો સંકલ્પબદ્ધ છે. ઈમરાન નિર્ધારિત કોપ તરીકે જોન ઉર્ફ અમર્ત્યને અટકાવવાનું લક્ષ્ય રાખે છે. ટિપીકલ સંજય ગુપ્તા શૈલીમાં બનેલી આ ફિલ્મથી ફેન્સને અપેક્ષા છે કે આમાં ઘણા આકર્ષક એક્શન સ્ટંટ પણ મળશે.

એક્શન-પેક આ ફિલ્મ 19 માર્ચ 2021ના રોજ મોટા પડદા પર ઉતરવાની તૈયારીમાં છે. જોન અને ઈમરાન સિવાય આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, કાજલ અગ્રવાલ, પ્રતીક બબ્બર અને ગુલશન ગ્રોવર પણ છે. ટ્રેલર રિલીઝ માટે ફિલ્મની પૂરી ટીમ એકસાથે મુંબઈના જુહૂમાં જોવા મળી. 1980-90 ના દાયકાની બોમ્બેની વાર્તા પર આધારીત આ ફિલ્મમાં બોમ્બેથી મુંબઈમાં પરિવર્તન પામતી તમામ કડી દર્શાવવાનો પ્રયાસ કરાવામાં આવ્યો છે. શરૂઆતમાં આ ફિલ્મ 19 જૂન 2020ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ તે કોરોના વાઈરસ પ્રેરિત લોકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ પૂરું ન થતા આની રિલીઝ અટકી ગઈ હતી. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, અનુરાધા ગુપ્તા અને સંગીતા આહિરે કર્યું છે.

હવે, જ્હોન અને ઈમરાન સ્ટારર નિર્માતાઓ તેમના ચાહકોને હૂક રાખવા માટે કોઈ કસર છોડવા નથી માંગતા. ટીઝર અને બે નવા પોસ્ટરો બહાર પાડ્યા બાદ મુંબઈ સાગાના નિર્માતાઓએ આખરે ફિલ્મના ટ્રેલરનું રિલીઝ કર્યું છે. હવે, બંને મુખ્ય અભિનેતાઓ સોશિયલ મીડિયા પર ટ્રેલરની ઝલક શેર કરતા ફેન્સના હોશ ઉડાવી દીધા છે.

સોશિયલ મીડિયા પર ટ્રેલરની ઝલક શેર કરતા ઈમરાને લખ્યું, “મેરી ગોલી સે બચને કે લિયે ‘અમર્ત્ય રાવ’ કો બાર બાર ખુશકીસ્મત હોના પડેગા, મગર મુઝે, સિર્ફ એક બાર”.

આ પણ વાંચો: Good News : લગેજ વિના હવાઈ યાત્રા કરનારા યાત્રીઓને મળશે ટિકિટના ભાવમાં છૂટ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">