TMKOC : ફરીથી ફેલાયા ‘બબીતા ​​જી’ નાં શો છોડવાના સમાચાર, હવે મુનમુન દત્તાએ જણાવી સાચી વાત

આપને જણાવી દઈએ કે તાજેતરમાં મુનમૂન જાતિસુચક ટિપ્પણી કરવાનાં કારણે વિવાદમાં આવી ગયા હતા. મુનમૂન સામે દેશના જુદા જુદા રાજ્યોમાં અનેક એફઆઈઆર નોંધાઈ હતી.

TMKOC : ફરીથી ફેલાયા 'બબીતા ​​જી' નાં શો છોડવાના સમાચાર, હવે મુનમુન દત્તાએ જણાવી સાચી વાત
Munmun Dutta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 3:12 PM

છેલ્લા ઘણા દિવસોથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ની બબીતા ​​જી ઉર્ફે મુનમુન દત્તા (Munmun Dutta) એ ગુપ્ત રીતે શોને અલવિદા કહી દીધો છે. જોકે, આ શોના નિર્માતા અસિત મોદીએ પહેલેથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે મુનમુન દત્તા અંગે ઉડતી અફવાઓ પાયાવિહોણી છે. દરમ્યાનમાં હવે ફરી એકવાર મુનમુન દત્તા શો છોડવાના સમાચાર ઉડવાનું શરૂ થયું છે, ત્યારબાદ અભિનેત્રીએ ખુદ આગળ આવીને આ સમાચારોનું સત્ય કહ્યું છે.

મુનમુન કહે છે કે તેઓ આ શો નથી છોડી રહ્યા અને જો તે ક્યારેય છોડશે તો તેઓ પોતે જાણ કરશે. મુનમુન દત્તાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પછી એક બે પોસ્ટ શેર કરી છે. આમાંના એકમાં મુનમુને લખ્યું – જો અને જ્યારે પણ હું શો છોડીશ, ત્યારે હું ખુદ તેની જાહેરાત કરીશ, કારણ કે મારું માનવું છે કે શોના ચાહકો, જે તેની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે, તેઓને સત્ય જાણવાનો અધિકારી છે. અટકળોમાં પર વિશ્વાસ કરવાને બદલે. આભાર.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

જ્યારે સીનમાં કોઈ જરૂરત ન હોય તો શૂટિંગ માટે શુ કામે જવાનું

મુનમુને તેમની પછીની પોસ્ટમાં લખ્યું – છેલ્લા 2-3 દિવસમાં આવા કેટલાક ખોટા સમાચાર મળ્યા જેની મારા જીવન પર નકારાત્મક અસર પડી. લોકો કહી રહ્યા છે કે મેં શોના સેટ પર રિપોર્ટ નથી કર્યો અને તે સાવ ખોટું છે. સત્ય એ હતું કે જે પણ વાર્તા લખેલી છે તેમાં મારી હાજરીની આવશ્યકતા નહોતી. તેથી જ મને પ્રોડક્શન તરફથી શૂટ કરવા માટે નથી બોલાવવામાં આવી. હું શોના દ્રશ્યો અથવા વાર્તા નક્કી કરતી નથી. પ્રોડક્શન કરે છે. હું ફક્ત એક વ્યક્તિ છું જે કામ પર જાય છે, પોતાનું કામ કરે છે અને પાછી આવી જાય છે, તેથી જો મારે કોઈ દ્રશ્યમાં જરૂરી ન હોય તો હું નિશ્ચિતરૂપે શૂટ કરવા જઇશ નહીં.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં મુનમૂન જાતિસુચક ટિપ્પણી કરવાને કારણે વિવાદોમાં આવી ગઈ હતી. મુનમુન પર દેશના જુદા જુદા રાજ્યોમાં અનેક એફઆઈઆર નોંધાઈ હતી. જો કે, આ કિસ્સામાં, મુનમુને માફી માંગી લીધી હતી અને તે વીડિયો કાઢી નાખ્યો હતો જેમાં તેમણે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ શોની આખી કાસ્ટ પાસે એક અંડરટેકિંગ સાઈન કરાવી છે, જેમાં લખ્યું છે કે તેઓ ધાર્મિક, જાતિસૂચક અથવા અભદ્ર શબ્દોનો ઉપયોગ નહી કરે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">