વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં 144 તાલીમાર્થી આઈપીએસ(IPS) અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દેશના વિકાસ માટે ઉત્સાહ અને ઈચ્છાશક્તિની જરૂરીયાત વિશે વાત કરી હતી. PM મોદીએ તાલીમાર્થીઓને દેશના વિકાસ માટે એટલો જ ઉત્સાહ બતાવવા તેમણે કહ્યું કે 1930થી 1947 વચ્ચેના સમયગાળામાં લોકોમાં ઘણો ઉત્સાહ હતો, તેમના લક્ષ્યને હાંસલ કરવા માટે એક અલગ ઈચ્છા હતી, જેણે આઝાદીની લડતને વધુ બળ આપ્યું.
તેમણે કહ્યું કે ફરી એક વખત દેશના વિકાસ માટે આ સમાન પ્રકારના ઉત્સાહ અને ઈચ્છાશક્તિની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું, “2047 સુધી આવા ઉત્સાહનું પુનરાવર્તન કરવાની સમયની જરૂરિયાત છે અને આઈપીએસ બંધુઓ આમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
The period between 1930 and 1947 witnessed great fervour among people, which added momentum to the quest for freedom.
The need of the hour is to replicate such fervour till 2047 to further national progress and the IPS fraternity can play a key role in doing so. @IPS_Association pic.twitter.com/UZIiyliiXX
— Narendra Modi (@narendramodi) July 31, 2021
પીએમ મોદીએ આગળ કહ્યું, ‘તમારી સેવાઓ દેશના જુદા જુદા જિલ્લાઓમાં અને શહેરોમાં હશે. એટલા માટે તમારે એક મંત્ર યાદ રાખવો પડશે. જ્યારે તમે ફીલ્ડમાં હોવ ત્યારે તમે જે પણ નિર્ણયો લેશો, તેમાં રાષ્ટ્રીય હિત હોવા જોઈએ, રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય હોવો જોઈએ’. તેમણે એમ પણ કહ્યું કે અપરાધને હલ કરવા માટે પ્રયોગ જરૂરી છે. તમારા જેવા યુવાનોના ખભા પર આ મોટી જવાબદારી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે ગૃહપ્રધાન અમિત શાહ અને ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાને કોરોનાથી જીવ ગુમાવનાર પોલીસ કર્મચારીઓને આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ કહ્યું, ‘અમારા પોલીસકર્મીઓએ કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓ સાથે ખભે ખભો રાખીને કામ કર્યું છે. ‘ આ પ્રયત્નમાં ઘણા પોલીસ કર્મીઓએ પોતાના પ્રાણની આહુતી પણ આપવી પડી છે. હું તેમને શ્રદ્ધાજંલિ અર્પણ કરુ છું અને તેમના પરીવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરૂ છું.
વડાપ્રધાને કહ્યું કે તમે તમારી કારકિર્દીની શરૂઆત એવા સમયે કરી રહ્યા છો, જ્યારે ભારત દરેક ક્ષેત્રમાં દરેક સ્તરે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તમારી કારકિર્દીના આગામી 25 વર્ષ ભારતના વિકાસના સૌથી મહત્વના 25 વર્ષ પણ બનવાના છે. તેથી તમારી તૈયારી અને તમારી મનોસ્થિતી આ મોટા ધ્યેયને અનુરૂપ હોવી જોઈએ.
આ પણ વાંચો : Monsoon Session 2021 : નવ દિવસમાં માત્ર આઠ કલાક ચાલી રાજ્યસભાની કાર્યવાહી, જાણો સંસદમાં કેટલા બિલ થયા પસાર